+

Ahmedabad : ‘મલાઈદાર’ ક્લાસ 1 ની નોકરી લેવા જતાં 6 લોકો ભરાયા, વકીલ ટોળકીએ રૂ. 3 કરોડથી વધુનું કરી નાખ્યું!

સરકારી નોકરીનાં નામે લૂંટ મચાવતી 4 ઠગ વકીલોની ટોળકીએ ઝડપાઈ કલેક્ટર, આસિસ્ટન્ટ મેનેજર, જોઈન્ટ ડાયરેક્ટર જેવા હોદ્દાની લાલચ આપતા 6 લોકો પાસેથી રૂ.3 કરોડની ઠગાઈ થતાં ફરિયાદ, 4 ઠગ વકીલ…
  1. સરકારી નોકરીનાં નામે લૂંટ મચાવતી 4 ઠગ વકીલોની ટોળકીએ ઝડપાઈ
  2. કલેક્ટર, આસિસ્ટન્ટ મેનેજર, જોઈન્ટ ડાયરેક્ટર જેવા હોદ્દાની લાલચ આપતા
  3. 6 લોકો પાસેથી રૂ.3 કરોડની ઠગાઈ થતાં ફરિયાદ, 4 ઠગ વકીલ ઝબ્બે

અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં ઠગ ટોળકીઓનો આતંક એટલે સુધી પહોંચી ગયો છે કે બારોબાર ક્લાસ 1 એટલે કે ડેપ્યુટી કલેક્ટર અને સચિવાલયમાં જોઈન્ટ ડિરેક્ટર તરીકે નોકરી આપવાનાં નામે મોટી છેતરપિંડી આચરી રહ્યાં છે. સૌથી રસપ્રદ બાબતે છે કે આ ટોળકીનાં જાળમાં અભણ નહીં પરંતુ મેડિકલનો અભ્યાસ કરેલા લોકો પણ ફસાઈ રહ્યા છે. 4 ઠગ વકીલોની ટોળકીએ (Thug lawyer gang) કલેક્ટર, આસિસ્ટન્ટ મેનેજર, જોઈન્ટ ડાયરેક્ટર જેવા ઉચ્ચ અધિકારીનાં પદ પર બારોબાર નોકરી અપાવવાના નામે કરોડોની રકમ પચાવી પાડી હતી. ક્રાઈમ બ્રાન્ચે ચાર લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો – ACB Trap : લાખોની લાંચ લેતા પકડાયેલા વકીલના કેસમાં જજ થયા સસ્પેન્ડ

કોરોનામાં વેપારમાં નુકસાન થતાં માસ્ટર પ્લાન બનાવ્યો

પોલીસી તપાસ મુજબ, જલદીપ નામના આરોપીને કોરોના પહેલા કાર શોરૂમનાં વેપારમાં મોટું નુકસાન થયું હતું, જેથી તેની ભરપાઈ કરવા માટે આ પ્રકારે મોટી છેતરપિંડીનો પ્લાન બનાવ્યો હતો. રસપ્રદ એ છે કે પોતે PSI પરીક્ષામાં પાસ થયો હતો, જેથી એની પાસે ઓફર લેટર પણ આવ્યો હતો, જેથી તેને આવા લેટર બનાવી લોકોને છેતરવા માટે દુષ્પ્રેરણા મળી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઠગ ટોળકીએ એક-બે નહીં પરંતુ 40 જેટલા લોકો પાસે નોકરી અપાવવાનાં નામે પૈસા પડાવ્યાં હતાં. આ કિસ્સામાં નિકોલનાં (Nikol) ફરિયાદીએ પોતાની સાથે થયેલ છેતરપિંડી અંગે 4 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં ઇસનપુરના જલદીપ ટેલર, બાપુનગરનાં હિતેશ સૈની, નવા વાડજનાં (Nava Vadaj) જિતેન્દ્ર પ્રજાપતિ અને કૃષ્ણનગરનાં (Ahmedabad) અંકિત ત્રિભુવન પંડ્યાનો સમાવેશ થાય છે.

ઉચ્ચ સરકારી હોદ્દાની નોકરીની લાલચ આપી ઠગાઈ કરી

આ 4 પૈકી જલદીપ, જિતેન્દ્ર અને અંકિત વકીલ છે, જ્યારે હિતેશ ડ્રાઇવર છે. આ છેતરપિંડીનાં માસ્ટર પ્લાનમાં અધિકારીનાં પી.એ તરીકે ભોગ બનનાર લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરતો હતો. ફરિયાદી યોગેશ પટેલ વર્ષ 2022 માં જલદીપ ટેલર નામનાં વકીલને LLB માં પ્રવેશનાં કામ માટે મળ્યા હતા, જ્યાં જલદીપે સીધી ક્લાસ 1 કક્ષાની ડેપ્યૂટી કલેક્ટરની (Deputy Collector) નોકરી અપાવવા માટે વાત કરી હતી. ઠગબાજ ટોળકીનાં આ નાટકમાં જલદીપ અને જિતેન્દ્ર પ્રજાપતિ કે જે પોતે એક ખાનગી લો કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે, તેઓ મુખ્ય ભૂમિકા ભજવતા. જ્યારે અંકિત પંડ્યા નામનો આરોપી કથિત રીતે ઉચ્ચ અધિકારી બનીને ફરિયાદી સાથે વાત કરતો હતો.

આ પણ વાંચો – VADODARA : મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે શહેરની મુલાકાતે

નકલી ઓફર લેટર આપ્યા, હથિયારનાં લાઇસન્સ માટે રૂપિયા પડાવ્યા

વાત માત્ર આટલેથી નથી અટકતી આરોપીઓ એ ઓફર લેટર આપ્યા પછી ક્લાસ 1 ના અધિકારી બનવાનાં હોવાથી હવે તેમને હથિયારની જરૂર જ પડશે. તે માટે હથિયારનાં લાઇસન્સ કઢાવવા પેટે પણ રૂ. 1.50 લાખ જેટલી રકમ પડાવી હતી. ફરિયાદી યોગેશને જલદીપે સવા કરોડની રકમમાં અમદાવાદમાં (Ahmedabad) ડેપ્યૂટી કલેક્ટરની ખાલી જગ્યા પર નોકરી આપવાની ડીલ કરી હતી. ફરિયાદી યોગેશ પટેલે રૂ.16 લાખ આપ્યા અને જલદીપે GPSC નો આબેહૂબ ઓફર લેટર બનાવીને યોગેશ પટેલને સોંપ્યો હતો. જો કે, સમય વીતવા છતાંય હાજર થવા માટે કોઈ અપડેટ ન મળતા વારંવાર પૂછપરછ કરવા લાગ્યો.

6 લોકો સાથે રૂ. 3 કરોડથી વધુની ઠગાઈ કરી

તેવામાં ફરીથી જલદીપે ફરિયાદી યોગેશને અન્ય 4 જગ્યા પર આ જ આ પ્રકારે સીધી ભરતીની વાત કરી અને અન્ય કોઈ પરિચિત હોય તો તેમને પણ લાભ પહોંચાડવા માટે લાલચ આપી હતી, જેથી યોગેશે તેના અન્ય 5 મિત્રોને પણ સીધી ક્લાસ 1 કક્ષાની નોકરી માટે તૈયાર કર્યા હતા. વિજયભાઇ ઠક્કરને વર્ગ-1ની નોકરીમાં વડોદરામાં (Vadodara) ડેપ્યૂટી કલેક્ટરની નિમણૂંક અપાવવાનું કહીને સવા બે કરોડની ડીલ કરી હતી. વિજયભાઇએ 1.20 કરોડ રૂપિયા આપ્યા હતા. ઉપરાંત, અંકિત પટેલને GMDC માં આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ અપાવવાનું કહીને બે કરોડની રકમ નક્કી કરી હતી, જેમાં તેમની પાસેથી 5 લાખ રૂપિયા લીધા હતા. અતુલ પટેલને ગાંધીનગરમાં (Gandhinagar) સચિવાલયમાં જોઇન્ટ ડાયરેક્ટરની પોસ્ટ અપાવવાની ખાતરી આપીને રૂ. 1.20 કરોડની રકમ નક્કી કરી 22 લાખ પડાવ્યા હતાં. તમામ ભોગ બનનાર લોકોને બનાવટી નિમણૂક પત્રકો પણ આપી દેવામાં આવ્યા હતા. ફરિયાદી સહિત કુલ 6 લોકો પાસેથી રૂ. 3.99 કરોડની રકમ પડાવી લીધી હતી.

અહેવાલ : અર્પિત દરજી, અમદાવાદ (Ahmedabad)

આ પણ વાંચો – Rajkot : ફ્રીમાં મોતિયાનું ઓપરેશન કરાવતા પહેલા ચેતજો..! 30 પૈકી 10 દર્દીઓને અંધાપાની અસર

Whatsapp share
facebook twitter