+

AHMEDABAD : NEET રદ કરવાની માગ સાથે કોંગ્રેસના આક્રમક ધરણાં

AHMEDABAD : ૨૩ લાખ વિદ્યાર્થીઓને ન્યાય આપો તેવી માંગ સાથે અમદાવાદ ગુજરાત યુનિવર્સીટી ખાતે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલની આગેવાનીમાં…

AHMEDABAD : ૨૩ લાખ વિદ્યાર્થીઓને ન્યાય આપો તેવી માંગ સાથે અમદાવાદ ગુજરાત યુનિવર્સીટી ખાતે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલની આગેવાનીમાં યોજાયેલ ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો જોડાયા હતા.

‘પરીક્ષા પે ચર્ચા… પેપર લીંક પે મૌન’

“પૈસા દો… પેપર લો…, પૈસા દો… પ્રવેશ મેળવો” ના ભારે સૂત્રોચ્ચાર વચ્ચે ભાજપા સરકારના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા અને વિદ્યાર્થી વાલીઓની વેદનાને વાચા આપવા પ્રતિકાત્મકરૂપે હજારો રૂપિયા (મનોરંજન બેંક) ઊડાડીને ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. NEET પેપર લીક અને ગેરરીતિ મામલે કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધના પગલે પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. વિરોધ પ્રદર્શનમાં ‘NEET માં ગેરરીતિ-ગોલમાલની તપાસ કરો’, ‘પૈસા દો… પેપર લો… પૈસા દો… પ્રવેશ લો…. ભાજપ મોડલ’, ‘પરીક્ષા પે ચર્ચા… પેપર લીંક પે મૌન’, ‘પરીક્ષામાં ભ્રષ્ટાચાર, ભાજપાએ બનાવ્યો શિષ્ટાચાર’, ‘પેપરલીક રોકવા સખ્ત કાયદો બનાવો’ તેવા બેનર-પોસ્ટર સાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા બળપ્રયોગ

ધરણા પ્રદર્શનમાં ઉગ્ર સુત્રોચ્ચાર સાથે યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના મોટી સંખ્યામાં કાર્યકરોએ વિદ્યાર્થીઓને નીટ મુદ્દે ન્યાય મળે તેવી માંગ સાથે ઉગ્ર દેખાવો કર્યા હતા. પોલીસ દ્વારા વારંવાર બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. એન.એસ.યુ.આઈ. તથા યુવક કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ધરણા પ્રદર્શનમાં આક્રમકતાથી જોડાયા હતા અને ભાજપા સરકારની પેપરલીક નિતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

17 લોકોની ધરપકડના વિષયમાં કેમ ચુપ

NEETની પરીક્ષા આપનાર 24 લાખ વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય થઈ ગયું હોય ત્યારે ભાજપ સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે શું પગલા ભરવા માંગે છે તે જાહેર કરે. NEETની પરીક્ષાનું રજીસ્ટ્રેશન થયું એ દિવસથી જ સમગ્ર પ્રક્રિયા શંકાસ્પદ રહી છે. NEETની પરીક્ષાનું રજીસ્ટ્રેશનથી લઈ પરીક્ષાના પરિણામ સુધી ઘણા શંકાસ્પદ નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવ્યાં છે. NEETની પરીક્ષામાં ભાજપ શાસીત રાજ્યોમાં મોટા પ્રમાણમાં ગેરરીતિઓ સામે આવી છે. NTA ગ્રેસીંગ માર્કસના નામે ગુમરાહ કરી બિહારના પટનામાં 17 લોકોની ધરપકડના વિષયમાં કેમ ચુપ છે ? શું આ 17 લોકોની ધરપકડ NEETની પરીક્ષાના પેપર લીંક મુદ્દે થઈ છે ? સરકાર સ્પષ્ટતા કરે. અને જો પેપર લીંક થયું હોય તો તાત્કાલીક પરિણામને રદ કરી ફરીથી પરીક્ષા લેવામાં આવે જેથી નિર્દોષ અને હોનહાર વિદ્યાર્થીઓને ન્યાય મળી શકે.

કૌભાંડ ઉપર ક્યાંરે ચર્ચા કરશે ?

ગુજરાત રાજ્યમાં અનેકવાર સરકારી ભરતી પ્રક્રિયામાં પેપર લીંક અને પેપરની ગેરરીતિના કિસ્સાઓ સામે આવ્યાં છે. NEET ની પરીક્ષામાં પણ ક્યાંક ને ક્યાંક કૌભાંડના તાર ગુજરાતમાં મળે છે. પરીક્ષા પે ચર્ચા, ચાય પે ચર્ચા, મન કી બાત કરનારા દેશના પ્રધાનમંત્રી NEETના કૌભાંડ ઉપર ક્યાંરે ચર્ચા કરશે ? તે દેશને જણાવે. પેપરલીક કરનાર કૌભાંડીઓને સજા મળે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા NEETની પરીક્ષાના કૌભાંડમાં ૨૩ લાખ વિદ્યાર્થીઓને ન્યાય માટે રાષ્ટ્રીય વ્યાપી આંદોલનના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ. (NSUI) ના નેતૃત્વમાં ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે NEET પરીક્ષાના કૌભાંડ વિરૂધ્ધ ધરણા પ્રદર્શન યોજાયા હતા અને ભાજપા સરકારની પેપરલીક નિતિ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યા હતા. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, અમદાવાદ મ્યુનિ. કોર્પો. કોંગ્રેસ પક્ષના નેતા શેહજાદખાન પઠાણ, પ્રવક્તા પાર્થીવરાજસિંહ કઠવાડીયા, પ્રગતિ આહિર, માઈનોરીટી ડીપાર્ટમેન્ટના રાષ્ટ્રીય ઉપપ્રમુખ શાહનવાજ શેખ, એન.એસ.યુ.આઈ. ના રાષ્ટ્રીય મંત્રી સંજય સોલંકી, મહિલા કોંગ્રેસના પ્રમુખ કામિનીબેન સોની, હેતાબેન પરીખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો-પદાધિકારીઓની પોલીસે બળપ્રયોગ કરીને અટકાયત કરી હતી.

અહેવાલ – કલ્પીન ત્રિવેદી, અમદાવાદ

આ પણ વાંચો — VADODARA : NEET પરીક્ષામાં ગેરરીતિ મામલે CBI તપાસની માંગ

Whatsapp share
facebook twitter