+

Ahmedabad : ત્રણ દરવાજા નજીક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં લાગી વિકરાળ આગ, ફાયરની 15 ગાડીઓ પહોંચી

અમદાવાદના (Ahmedabad) ત્રણ દરવાજા નજીક આગનો બનાવ બન્યો છે. માહિતી મુજબ, ત્રણ દરવાજા નજીક આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં વિકરાળ આગ લાગી છે. આગની જાણ ફાયર બ્રિગેડમાં (fire brigade) કરાતા ફાયરની 15…

અમદાવાદના (Ahmedabad) ત્રણ દરવાજા નજીક આગનો બનાવ બન્યો છે. માહિતી મુજબ, ત્રણ દરવાજા નજીક આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં વિકરાળ આગ લાગી છે. આગની જાણ ફાયર બ્રિગેડમાં (fire brigade) કરાતા ફાયરની 15 કરતા વધારે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને 100 કરતાં વધારે કર્મચારીઓ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી.

ફાયરની 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

અમદાવાદમાં (Ahmedabad) રાતના સમયે આગનો બનાવ બન્યો છે. માહિતી મુજબ, શહેરના ત્રણ દરવાજા નજીક આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં (commercial complex) ભીષણ આગ લાગી છે. આગની ઘટના બનતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સ્થાનિક લોકોએ ત્વરિત ફાયર બ્રિગેડને (fire brigade) જાણ કરતા ફાયરની 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. અંદાજે 100 જેટલા ફાયર જવાનોએ આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

3 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં લેવાઈ.

3 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી

માહિતી મુજબ, અંદાજે 3 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ વિકરાળ આગને કાબૂમાં લેવામાં આવી હતી. ફાયર વિભાગની (fire department) ટીમ દ્વારા હાલ કુલિંગની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. જો કે, સદનસીબે આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ, કોમ્પ્લેક્સમાં રાતના સમયે વિકરાળ આગ લગતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આગ કયાં કારણસર લાગી તે હાલ જાણી શકાયું નથી. પરંતુ, શોર્ટ સર્કિટના (short circuit) કારણે આગ લાગી હોવાનો પ્રાથમિક અનુમાન છે.

 

આ પણ વાંચો – Surat : યુવકની હત્યા કરનારા 5 આરોપીઓનું પોલીસે સરાજાહેર કાઢ્યું સરઘસ, માફી પણ મંગાવી

આ પણ વાંચો – Palanpur Gas Leaks: ભંગારની દુકાનમાં ગેસ લીકેજ થતા 30 લોકો સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા

આ પણ વાંચો – Kyrgyzstan ના સંકટ પર CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય ! સો. મીડિયા પર આપી માહિતી

Whatsapp share
facebook twitter