+

Vandana Suryavanshi: EVM Machine કોઈ ફોન કે યંત્ર દ્વારા અનલોક કરી શકાય તેમ નથી!

Vandana Suryavanshi: ભારતીય ચૂંટણી પંચે એક નિવેદન જાહેર કર્યું છે. જોકે તાજેતરમાં મુંબઈ ઉત્તર પશ્વિમમાં સાંસદ રવિન્દ્ર વાયકર અને તેમના સાળા મહેશ માંડેલકર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તો…

Vandana Suryavanshi: ભારતીય ચૂંટણી પંચે એક નિવેદન જાહેર કર્યું છે. જોકે તાજેતરમાં મુંબઈ ઉત્તર પશ્વિમમાં સાંસદ રવિન્દ્ર વાયકર અને તેમના સાળા મહેશ માંડેલકર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તો સાળા મહેશ માંડેલકર વિરુદ્ધ મતદાન મથક પર EVM Machine ને EVM Machine સાથે રાખવામાં આવેલા ફોનની મદદથી અનલોક કર્યું હતું.

  • અખબાર પર 499 IPC હેઠળ માનહાનિનો કેસ

  • અમે સીસીટીવી ફૂટેજ કોઈને આપી શકીએ નહીં

  • કેસની તપાસ માટે Mumbai Police ત્રણ ટીમો બનાવી છે

તો Election Commission ના રિટર્નિંગ ઓફિસર વંદના સૂર્યવંશીએ કહ્યું કે સોશિયલ મીડિયા અને સમાચારમાં EVM Machine Machine ને લઈ જે ખબરો પ્રકાશિત કરવામાં આવી છે. તે તદ્દન ખોડી છે. કારણે કે…. EVM Machine Machine ને કોઈ પણ રીતે અનલોક કરી શકાય તેમ નથી. તે ઉપરાંત EVM Machine પર આરોપો લગાવવા પર એક અખબાર પર 499 IPC હેઠળ માનહાનિનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.

અમે સીસીટીવી ફૂટેજ કોઈને આપી શકીએ નહીં

તેમણે વધુમાં કહ્યું કે મેં અખબારના પત્રકારને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હવે તેમને IPC ની કલમ 505 અને 499 હેઠળ નોટિસ મોકલાશે. રિટર્નિંગ ઓફિસરે એમ પણ કહ્યું કે કોર્ટના આદેશ વિના અમે સીસીટીવી ફૂટેજ કોઈને આપી શકીએ નહીં, પોલીસને પણ નહીં. EVM Machine કોઈ પ્રોગ્રામ માટે નથી અને તેને હેક પણ કરી શકાતું નથી. આ મામલામાં ચૂંટણી પંચની ફરિયાદ બાદ FIR નોંધવામાં આવી છે.

કેસની તપાસ માટે Mumbai Police ત્રણ ટીમો બનાવી છે

મુબંઈ નોર્થ વેસ્ટ સીટ પરથી ચૂંટણી લડી રહેલા ઘણા ઉમેદવારોએ આ મામલે ચૂંટણી પંચને ફરિયાદો મળી હતી, જેના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. નેતા રવિન્દ્ર વાયકર નોર્થ વેસ્ટ સીટ પરથી રિકાઉન્ટિંગ બાદ માત્ર 48 મતથી ચૂંટણી જીત્યા હતા, જેના કારણે મતગણતરી દરમિયાન પણ ઘણો વિવાદ થયો હતો. ECI પાસે તમામ CCTV ફૂટેજ છે જે હવે Mumbai Police ને સોંપવામાં આવ્યા છે.આ કેસની તપાસ માટે Mumbai Police ત્રણ ટીમો બનાવી છે. આજથી પોલીસ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરશે જે તપાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

આ પણ વાંચો: Elon Musk News: EVM Machine પર Elon Musk એ કરેલા આરોપો પર ભાજપ નેતાનો રોકડો જવાબ!

Whatsapp share
facebook twitter