+

Elon Musk News: EVM Machine પર Elon Musk એ કરેલા આરોપો પર ભાજપ નેતાનો રોકડો જવાબ!

Elon Musk News: મુંબઈ ઉત્તર પ્રશ્ચિમ લોકસભા બેઠક પર આવેલા પરિણામોને લઈ વિવાદ વધતો જાય છે. આ લોકસભા બેઠક પર શિંદે ગુટની શિવસેનાના ઉમેદવાર રવિન્દ્ર વાયકરને 48 મત મળ્યા હતાં.…

Elon Musk News: મુંબઈ ઉત્તર પ્રશ્ચિમ લોકસભા બેઠક પર આવેલા પરિણામોને લઈ વિવાદ વધતો જાય છે. આ લોકસભા બેઠક પર શિંદે ગુટની શિવસેનાના ઉમેદવાર રવિન્દ્ર વાયકરને 48 મત મળ્યા હતાં. જે બાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) ના ઉમેદવાર અમોલ ગજાનન કિર્તિકર દ્વારા મતદાન મથક પર ગેરનીતિ કરવામાં આવી હોય, તેવું સામે આવ્યું હતું. તો આ મામલે Mubai Police એ શિંદે ગુટના સાંસદ રવિન્દ્ર વાયકર અને મંગેશ પાંડિલકર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. કારણ કે… સાંસદ રવિન્દ્ર વાયકરના સાળા દ્વારા મતદાન મથક પર મંગેશ પાંડિલકરે EVM મશિન સાથે જોડાયેલા ફોનનો ઉપયોગ કરીને EVM મશિનને અનલોક કર્યું હતું.

  • Elon Musk એ EVM Machine પર રોક લગાવવાનું કહ્યું

  • Elon Musk ના વિચારો અમેરિકા અને અન્ય દેશ માટે

  • અમે તમને એક ટ્યુટોરીયલની મદદથી બતાવીશું

આ ઘટનાને લઈ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ પણ ભારતીય Election Commisssion અને સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. તો બીજી તરફ તાજેતરમાં Tesla અને X.com ના માલિક Elon Musk દ્વારા એક પોસ્ટ કરીને આ મામલને લઈ સવાલ ઉભા કરવામાં આવ્યા છે. તે ઉપરાંત તેમણએ અમેરિકાની ચૂંટણીને લઈ પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે EVM મશિન દ્વારા ચૂંટણી ના થવી જોઈએ.

Elon Musk ના વિચારો અમેરિકા અને અન્ય દેશ માટે

તો બીજી તરફ સોશિયલ મીડિયા X.com પ્લેટફોર્મ Elon Musk ની પોસ્ટનો પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર કડકાઈથી જવાબ આપ્યો છે. તેમણે Elon Musk ને જવાબ આપતા કહ્યું હતું કે, Elon Musk એ ભારત આવીને કંઈક શિખવું જોઈએ. આ એક મોટું નિવેદન છે કે, કોઈ પણ સુરક્ષિત ડિજિટલ હાર્ડવેયર બનાવી શકે તેમ નથી. પરંતુ આ તદ્દન ખોટું છે. Elon Musk ના વિચારો અમેરિકા અને અન્ય દેશ માટે સાચા હોઈ શકે છે. જ્યાં ઈન્ટરનેટની મદદથી મતદાન મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.

અમે તમને એક ટ્યુટોરીયલની મદદથી બતાવીશું

ભાજપ નેતા રાજીવ ચંદ્રશેખરે વધુમાં જણાવ્યું કે, EVM Machine ને કસ્ટમ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે. EVM Machine ને કોઈ ઈન્ટરનેટ, બ્લૂટૂથ, કોઈ સર્વર કે કોઈ પણ રીતે તેમાં ગેરનીતિ કરી શકાય તેમ નથી. મતદાન માટે EVM Machine ને સુરક્ષિત રીતે એ રીતે બનાવી શકાય છે, જે રીતે ભારતે બનાવ્યું છે. એવું હશે તો અમે તમને એક ટ્યુટોરીયલની મદદથી બતાવીશું.

આ પણ વાંચો: EVM Machine Hacked: મુંબઈમાં શિંદે ગુટની શિવસેનાના ઉમેદવાર અને EVM મશિનમાં મોટો ઘટસ્ફોટ

Whatsapp share
facebook twitter