+

મુન્દ્રાએ નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 51.2 MMT હેન્ડલ કરીને નોંધપાત્ર સીમાચિહ્ન કર્યું હાંસલ

Adani Group News: Adani Ports અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) કામગીરીમાં સતત નવા સિમાચિહ્નો હાંસલ કરી રહ્યું છે. APSEZ એ જૂન 2024 માં કાર્ગો વોલ્યુમમાં ફરી એકવાર નોંધપાત્ર વૃદ્ધિ…

Adani Group News: Adani Ports અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) કામગીરીમાં સતત નવા સિમાચિહ્નો હાંસલ કરી રહ્યું છે. APSEZ એ જૂન 2024 માં કાર્ગો વોલ્યુમમાં ફરી એકવાર નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે. Adani Ports મુન્દ્રાએ નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 51.2 MMT હેન્ડલ કરીને નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે, જે તેના અગાઉના રેકોર્ડ કરતાં 7.3% નો વધારો દર્શાવે છે. છેલ્લું સૌથી વધુ કાર્ગો હેન્ડલિંગ વોલ્યુમ 47.7 MMT હતું, જે નાણાકીય વર્ષ 2023 – 24 ના Q-3 માં હાંસલ કરવામાં આવ્યું હતું.

  • Adani Group ના પોર્ટ બિસનેસના વોલ્યુમમાં વાર્ષિક 24% નો વધારો

  • GPWIS વોલ્યુમમાં કુલ 5.56 MMT 28% નો વાર્ષિક વધારો

  • APSEZ નું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે $37 બિલિયન

આ સિદ્ધિ ઉપરાંત Adani Ports મુન્દ્રાએ કન્ટેનર ટ્રેન હેન્ડલિંગમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. જૂન 2024 માં 1,594 કન્ટેનર ટ્રેનો હેન્ડલ કરી જેમાં કુલ 1,68,000 કન્ટેનર મુવમેન્ટ થયા હતા. આ રેકોર્ડ અગાઉના રેકોર્ડને વટાવી ગયો હતો. માર્ચ 2024 1,573 કન્ટેનર ટ્રેનો હેન્ડલ કરી અને 162,000 કન્ટેનર મૂવમેન્ટનો બનાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સથરે APSEZ ની વાર્ષિક કાર્ગો વોલ્યુમ ક્ષમતા 12 % વધીને 37 મિલિયન મેટ્રિક ટન (MMT) સુધી પહોંચી ગઈ છે. આ કામગીરી અંતર્ગત કન્ટેનરના જથ્થામાં વાર્ષિક 33 %નો વધારો તેમજ પ્રવાહી અને ગેસ કાર્ગોમાં 8 %નો વધારો નોંધાયો છે.

Adani Group ના પોર્ટ બિસનેસના વોલ્યુમમાં વાર્ષિક 24% નો વધારો થયો છે, જેમાં દસ સ્થાનિક બંદરોએ તેમના અત્યાર સુધીના સૌથી વધુ કાર્ગો વોલ્યુમો રેકોર્ડ કર્યા છે. 30 જૂન, 2024 ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં Adani Ports એ કુલ 109 MMT કાર્ગો વોલ્યુમ નોંધ્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 7.5 %નો વધારો દર્શાવે છે. આ વૃદ્ધિ મુખ્યત્વે કન્ટેનર કાર્ગોમાં 18% અને પ્રવાહી અને ગેસ કાર્ગોમાં 11 %ના વધારાને કારણે થઈ હતી.

GPWIS વોલ્યુમમાં કુલ 5.56 MMT 28% નો વાર્ષિક વધારો

લોજિસ્ટિક્સ સેગમેન્ટમાં APSEZ એ ત્રિમાસિક રેલ વોલ્યુમમાં 19% નો વધારો જોયો હતો, જે 156,590 TEUs સુધી પહોંચ્યો હતો, અને GPWIS વોલ્યુમમાં કુલ 5.56 MMT 28% નો વાર્ષિક વધારો નોંધાયો હતો. કટ્ટુપલ્લી બંદરે તેના અત્યાર સુધીના સૌથી વધુ માસિક કાર્ગો વોલ્યુમ 1.36 MMT નું સંચાલન કર્યું છે. એપ્રિલ 2024 માં કંપનીએ અત્યાર સુધીનું સૌથી વધુ માસિક કાર્ગો વોલ્યુમ 420 MMT સંભાળ્યું હતું, જે વાર્ષિક ધોરણે 24 %નો વધારો દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે માર્ચ 2024માં 38 MMT કરતાં વધુ માસિક વોલ્યુમ જોવા મળ્યું હતું.

APSEZ નું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે $37 બિલિયન

એક અહેવાલ પ્રમાણે આ મહિનાની શરૂઆતમાં APSEZ નું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે $37 બિલિયન સુધી પહોંચ્યું હતું. તે બેઇજિંગ-શાંઘાઈ હાઇ સ્પીડ રેલ્વે કંપનીને પણ વટાવી ગયું હતું. વધતા કાર્ગો વોલ્યુમના આ સીમાચિહ્નરૂપ આંક કંપનીના S&P BSE સેન્સેક્સ ઇન્ડેક્સમાં ઉપરની દિશા સૂચવે છે. APSEZ એ 31 માર્ચ, 2024 (FY24) ના વર્ષમાં ભારતના કુલ કાર્ગોના 27% અને કન્ટેનર કાર્ગોના 44 %નું સંચાલન કર્યું હતું. Adani Ports એ નાણાકીય વર્ષ 2024 માં ભારતના તમામ કાર્ગો વોલ્યુમના ચોથા ભાગ કરતાં વધુનું સંચાલન કર્યું હતું. કંપનીના ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સને જોતા જાણીતા બ્રોકીંગ ફર્મ્સે અદાણી પોર્ટ્સના શેરોના ભાવમાં ઉછાળો થવાની સંભાવનાઓ જોઈ રહ્યા છે.

અહેવાલ.કૌશિક છાંયા

આ પણ વાંચો: Ahmedabad : વસ્ત્રાલ RTO બહાર જ RTO ના ચલણની બોગસ રસીદ બનાવનાર એજન્ટ ઝડપાયો

Whatsapp share
facebook twitter