+

Rajkot Gamezone fire : પૂર્વ TPO સાગઠિયાની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ, વધુ એક અધિકારી સસ્પેન્ડ

રાજકોટ TRP ગેમઝોન આગ્નિકાંડમાં (Rajkot Gamezone fire) પૂર્વ સસ્પેન્ડેડ TPO અધિકારી મનસુખ સાગઠિયાની (TPO Mansukh Sagathia) ACB દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે મનસુખ સાગઠિયાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે.…

રાજકોટ TRP ગેમઝોન આગ્નિકાંડમાં (Rajkot Gamezone fire) પૂર્વ સસ્પેન્ડેડ TPO અધિકારી મનસુખ સાગઠિયાની (TPO Mansukh Sagathia) ACB દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે મનસુખ સાગઠિયાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ભ્રષ્ટ સરકારી અધિકારી અને આરોપી સાગઠિયાએ પોલીસ નિવેદનમાં કહ્યું કે, લાંચ આવતી ગઈ અને સોનાની ખરીદી કરતો ગયો. થોડા દિવસ પહેલા એસીબી દ્વારા સાગઠિયાની ઓફિસમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં કરોડો રૂપિયાની રોકડ અને સોનું મળી આવ્યું હતું.

ઓફિસમાંથી રૂ. 5 કરોડની રોકડ, 15 કિલો સોનું મળ્યું હતું

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Gamezone fire) આરોપી અને પૂર્વ ટીપીઓ અધિકારી મનસુખ સાગઠિયાની સીલ ઓફિસમાં થોડા દિવસ પહેલા ACB દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ઓફિસમાંથી રૂ. 5 કરોડની રોકડ અને 15 કિલો સોનું મળી આવ્યું હતું. ત્યારે હવે પૂછપરછમાં આરોપી સાગઠિયાએ જણાવ્યુ કે, ‘લાંચ આવતી ગઈ અને સોનાની ખરીદી કરતો ગયો.’ આરોપી સાગઠિયાએ તિજોરીમાંથી મળેલું સોનું રોકડથી ખરીદ્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.

અગ્નિકાંડમાં વધુ એક અધિકારી સસ્પેન્ડ

પ્રાપ્ત માહિતી મુજબ, પૂર્વ સસ્પેન્ડેડ TPO અધિકારી સાગઠિયાએ કોના-કોના કામ કર્યાં અને કોણે-કોણે નાણાં ચુકવતાના સવાલ પર મૌન ધારણ કર્યું હતું. જણાવી દઈએ કે, રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પૂર્વ TPO અધિકારી સાગઠિયાને બચાવવા માટે રેકર્ડમાં છેડછાડ કરવાના આરોપ હેઠળ ATPO રાજેશ મકવાણને (ATPO Rajesh Makwan) સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ સાથે અત્યાર સુધી RMC ના 8 અધિકારીઓ આ કેસમાં સસ્પેન્ડ કરાયાં છે.

 

આ પણ વાંચો – Kunvarji Bavaliya : કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ડે. CM બનશે ? દિલ્હી સુધી રજૂઆત!

આ પણ વાંચો – Live: વાંચો…Rahul Gandhiની મુલાકાતની પળેપળની માહિતી

આ પણ વાંચો – VADODARA : હરણી બોટકાંડમાં મૃતકના પરિજનો રાહુલ ગાંધીને મળવા જવા રવાના

Whatsapp share
facebook twitter