+

Rajkot Rural Police ની કૃપાથી IPS નિર્લિપ્ત રાયની ટીમને લોટરી લાગી

Team SMC ને દરોડામાં શું મળ્યું ? મહેન્દ્ર જાડેજા સામે બે ગુના નોંધાયા SMC ની દસકામાં સૌથી મોટી રેડ Rajkot Police ની સંડોવણી Rajkot Rural Police : ગુજરાતમાં ફેલાયેલી દારૂ-જુગારની…
  • Team SMC ને દરોડામાં શું મળ્યું ?
  • મહેન્દ્ર જાડેજા સામે બે ગુના નોંધાયા
  • SMC ની દસકામાં સૌથી મોટી રેડ
  • Rajkot Police ની સંડોવણી

Rajkot Rural Police : ગુજરાતમાં ફેલાયેલી દારૂ-જુગારની બદી માટે જો કોઈ જવાબદાર હોય તો તે ભ્રષ્ટ આઈપીએસ અધિકારીઓ (Corrupt IPS) છે. DGP Gujarat વિકાસ સહાય (Vikas Sahay IPS) ના તાબામાં રહેલી સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) રાજકોટ જિલ્લામાં પાંચ દિવસની રેકી કર્યા બાદ જુગારધામ પર દરોડો પાડ્યો છે. છેલ્લાં કેટલાંક સપ્તાહથી Rajkot Rural Police ની કૃપા દ્રષ્ટીના કારણે બેવડી હત્યાનો આરોપી મહેન્દ્ર જાડેજા પોતાના ફાર્મ હાઉસ પર જુગારીઓને દાવ લગાવવા એકઠાં કરતો હતો. IPS Nirlipt Rai ની Team SMC ને દરોડોમાં 18 ખેલીઓ લાખો રૂપિયાની રોકડ અને મોંઘીદાટ વિદેશી દારૂ (Foreign Liquor) ની બોટલો સાથે મળી આવ્યાં છે. રાજકોટ ગ્રામ્ય પોલીસની મીલીભગતથી ચાલતા અડ્ડા પર દરોડો પડતા હાલ સૌરાષ્ટ્રમાં સોંપો પડી ગયો છે.

Team SMC ને દરોડામાં શું મળ્યું ?

State Monitoring Cell ને બાતમી મળી હતી કે, રાજકોટ જિલ્લા (Rajkot District) માં એક મોટો જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે. બાતમીના આધારે પીઆઈ આર. જી. ખાંટ (PI R G Khant) અને તેમની ટીમે છેલ્લાં કેટલાંક દિવસોથી દરોડો પાડવા રેકી શરૂ કરી હતી. બુધવારે Team SMC એ કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન (Kotda Sangani Police Station) ની હદમાં આવેલા માણેકવાડા ગામે આવેલા એક ફાર્મ હાઉસ પર રેડ પાડી હતી. દરોડા દરમિયાન પોલીસને ફાર્મ હાઉસના માલિક  મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા (Mahendrasinh Jadeja) સહિત રાજકોટ (Rajkot) જુનાગઢ (Junagadh) અને ગીર સોમનાથ (Gir Somnath) થી લાખોનો દાવ લગાવવા આવેલા 18 ખેલીઓ રંગે હાથ મળ્યા હતા. Team SMC એ 15 લાખથી વધુ રોકડ, 23 મોબાઈલ ફોન, 6 વાહનો, પાનાપત્તાની 12 કેટ અને વિદેશી દારૂની બોટલ-ટીન સહિત 94 લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો છે. કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ નોંધાયેલા ગુનામાં બે ફોર વ્હીલરના ચાલકોને ફરાર દર્શાવાયા છે.

Rajkot Rural Police Involved in Gambling Racket

Rajkot Rural Police Involved in Gambling Racket

મહેન્દ્ર જાડેજા સામે બે ગુના નોંધાયા

Rajkot Rural Police સાથે સાંઠગાંઠ ધરાવતા તેમજ પોલીસ ચોપડે ચઢેલા મહેન્દ્રસિંહ જાડેજા સામે એક નહીં બબ્બે ગુના નોંધવામાં આવ્યા છે. મહેન્દ્ર જાડેજાના ફાર્મ હાઉસ ખાતેથી વિદેશી દારૂની બે બોટલ અને બીયરના બે ટીન મળી આવતા જુગારધારા ઉપરાંત પ્રોહિબિશનનો એક કેસ અલગથી નોંધવામાં આવ્યો છે.

SMC ની દસકામાં સૌથી મોટી રેડ

છેલ્લાં એક દસકાની વાત કરીએ તો, SMC ની ટીમને જુગારધામમાં રોકડ રૂપિયા 15 લાખની રકમ પ્રથમ વખત મળી છે. અમદાવાદના મનપસંદ જીમખાના (Manpasand Gymkhana) ની વાત કરી કે, અમરેલી જિલ્લા (Amreli District) માં SMC એ ભૂતકાળમાં પાડેલા દરોડામાં 11-11 લાખ જેટલી જ રોકડ હાથ લાગી હતી.

Rajkot Police ની સંડોવણી

SMC ના દરોડાથી Rajkot Rural Police અને IPS અધિકારીની ઉંઘ હરામ થઈ ગઈ છે. પોલીસની મંજૂરીથી ચાલતા જુગારના અડ્ડાઓમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી કોઈન સિસ્ટમ (Gambling Coins) લાગુ થઈ ગઈ છે. રોકડના બદલામાં જુગારના કોઈન આપ્યા બાદ ખેલીઓ દાવ લગાવતા હોય છે. સ્થાનિક એજન્સી કે સ્ટેટ એજન્સી દરોડો પાડે તો મોટી રોકડ રકમ હાથ ના લાગે તે હેતુથી કોઈન સિસ્ટમ અમલમાં લવાઈ છે. મહેન્દ્ર જાડેજાના ફાર્મ હાઉસ પર ખેલીઓ રોકડ રકમથી જુગાર રમતા હાથ લાગ્યા છે. જેથી સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની મંજૂરીથી આ અડ્ડો ચાલતો હોવાની ચર્ચાને સમર્થન મળી રહ્યું છે.

આ પણ વાંચો: IMFL Theft : પોલીસ સ્ટેશનના મુદ્દામાલમાંથી ગાયબ થયેલો દારૂ પાછો આવી ગયો ?

Whatsapp share
facebook twitter