+

UAE લઈ જવાતાં સિમ કાર્ડનો જથ્થો પોલીસે પકડ્યો પણ કેસ ના કર્યો

UAE : ક્રિકેટ સટ્ટા બજાર આમ તો આખું વર્ષ ધમધમતું રહે છે, પરંતુ IPL માં સટ્ટોડીયાઓની સંખ્યામાં ભારે ઉછાળો આવે છે. ભારતમાંથી નાસી છૂટેલા લગભગ તમામ બુકીઓ દુબઈ જઈને પોતાનો…

UAE : ક્રિકેટ સટ્ટા બજાર આમ તો આખું વર્ષ ધમધમતું રહે છે, પરંતુ IPL માં સટ્ટોડીયાઓની સંખ્યામાં ભારે ઉછાળો આવે છે. ભારતમાંથી નાસી છૂટેલા લગભગ તમામ બુકીઓ દુબઈ જઈને પોતાનો ધંધો બિન્દાસ ચલાવી રહ્યાં છે. UAE માં વૉટ્સએપ કોલિંગ (Whatsapp Calling) તેમજ સટ્ટા પર પ્રતિબંધ હોવાથી બુકીઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી એક્ટિવેટેડ ભારતીય સિમ કાર્ડ (Activated SIM Card) નો ઉપયોગ કરે છે. આણંદ પોલીસે (Anand Police) થોડાંક દિવસો પહેલાં અન્ય વ્યક્તિના દસ્તાવેજો પર કઢાયેલા અને Dubai મોકલવા માટે તૈયાર સિમ કાર્ડનો જથ્થો પકડી પાડી ગુનો નોંધ્યો છે. જ્યારે તેનાથી વિપરિત અમદાવાદ શહેર (Ahmedabad City) ની એક પોલીસ એજન્સીએ IPL 2024 ની શરૂઆત ટાણે જ એક્ટિવેટેડ ભારતીય સિમ કાર્ડનો જથ્થો પકડ્યો હતો, પરંતુ તેમાં પોલીસ અધિકારીએ વ્યવહાર-તોડ કરીને મામલો રફેદફે કરી દીધો છે. જાણો શું છે સમગ્ર મામલો…

અમદાવાદ એરપોર્ટ પાસેથી આરોપી પકડ્યો-છોડ્યો

આણંદ પોલીસે એક્ટિવેટેડ સિમ કાર્ડનો કેસ કર્યાના ત્રણેક સપ્તાહ અગાઉ અમદાવાદ શહેરમાંથી એક પોલીસ એજન્સી (Police Agency) એ મોટા જથ્થામાં સિમ કાર્ડ પકડ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદની પોલીસ એજન્સીને સિમ કાર્ડ રેકેટ (SIM Card Racket) ની બાતમી મળે છે. જેના આધારે 200થી વધુ એક્ટિવેટેડ ભારતીય સિમ કાર્ડ લઈને UAE (United Arab Emiates) ની ફલાઈટ પકડવા નીકળેલા એક શખ્સને એજન્સીના કર્મચારીઓ રસ્તામાં આંતરે છે. ઢગલાબંધ સિમ કાર્ડ અને અન્ય મુદ્દામાલ મળી આવતાં પોલીસે આરોપીની પૂછપરછ કરી હતી. જેમાં મુખ્ય સૂત્રધાર સન્નીનું નામ સામે આવ્યું હતું. પોલીસ ટીમે PI ને ફોન કરી સમગ્ર હક્કિતથી વાકેફ કર્યા. દરમિયાનમાં પીઆઈ સાથે આરોપીને ગોઠવાઈ જતાં પકડાયેલા શખ્સને છોડી દેવામાં આવ્યો અને “સાહેબ”ની સૂચના અનુસાર આરોપી પાસેથી લાખો રૂપિયાનો વ્યવહાર મેળવી લીધો.

કેસમાં બુકીનું નામ નહીં ખોલવાની શરતે તોડ

ઢગલાબંધ સિમ કાર્ડ સહિતનો UAE જઈ રહેલો મુદ્દામાલ પકડ્યા બાદ મામલા પર પડદો નાંખવાનો પ્રયાસ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર સિમ કાર્ડનો જથ્થો દુબઈમાં બેસેલા બુકીઓ (Bookies) માટે પહોંચવાનો હતો. પોલીસ એજન્સીના અધિકારીએ આ મામલામાં બુકીનું નામ નહીં ખોલવાની શરતે મસમોટી રકમનો તોડ કર્યો છે. અગાઉ પણ ચોપડે નહીં નોંધાયેલા આરોપીએ ભારતીય લોકોના દસ્તાવેજ-પૂરાવાનો તેમની જાણ બહાર ઉપયોગ કરી સિમ કાર્ડના ઢગલાં કેરિયર થકી UAE પહોંચાડ્યા છે. આ બદનામ પોલીસ એજન્સી અગાઉ પણ અનેક તોડકાંડ-ભ્રષ્ટાચારને લઈને બદનામ થઈ ચૂકી છે. આ એજન્સીમાં ફરજ બજાવતાં પોલીસ ઈન્સ્પેક્ટરની પાસે રહેલા કેસ અને તપાસનો ભૂતકાળ તપાસવામાં આવે તો અનેક કાંડ સામે આવી શકે તેમ છે.

ક્રિકેટ IDના કેસ પાછળનો ઈરાદો માત્ર તોડનો

અમદાવાદ શહેરની ચોક્ક્સ પોલીસ એજન્સી અને પોલીસ સ્ટેશનમાં છેલ્લાં એકાદ મહિનામાં ક્રિકેટ આઈડી (Cricket ID) ના નોંધપાત્ર કેસ નોંધાયા છે. અખબારોમાં IPL પર સટ્ટો રમતો બુકી-સટ્ટોડીયો ઝડપાયો, ટોળકી ઝડપાઈ તેવાં સમાચારો જોવા મળે છે, પરંતુ કેસ-ફરિયાદ બાદ પોલીસ તેમાં તપાસનો દોર કેટલો લંબાવે છે તે તો ભગવાન અને પોલીસ જ જાણે. IPL ની સિઝન પોલીસ માટે હંમેશા દિવાળી સાબિત થાય છે. બુકી-સટ્ટોડીયાને પકડ્યા બાદ પોલીસ આરોપીના નિવેદનમાં દુબઈ અને ગુજરાત-ભારતમાં બેસેલા બુકીઓના નામે ખોલવાની ધમકી આપી લાખો-કરોડોના તોડ કરતી હોવાની વાત જગ જાહેર છે.

આ  પણ  વાંચો Loksabha Election : ચકચારી કેસમાં પોલીસ ચોપડે ફરાર પૂર્વ સાંસદે ઉમેદવારી નોંધાવી

આ  પણ  વાંચો – PMJAY : પ્રધાનમંત્રીની નિઃશુલ્ક યોજનામાં પણ ભ્રષ્ટાચાર, લાંચીયો ઝડપાયો

આ  પણ  વાંચો – GUJARAT LOKSABHA : આ બેઠક પર સૌથી વધુ અને આ બેઠક પર ઓછા ઉમેદવારો…

Whatsapp share
facebook twitter