+

DGP Gujarat : પીઆઈ તરલ ભટ્ટ ફરી સસ્પેન્ડ, 3 પોલીસવાળા પણ ફરજમોકૂફ

DGP Gujarat : તત્કાલિન અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ (Sanjay Srivastava) ની નિવૃત્તિના મહિના અગાઉ સર્જાયેલા તોડકાંડના મામલામાં પીઆઈ તરલ ભટ્ટ (PI Taral Bhatt) અને તેમની ટોળકી સામે આખરે…

DGP Gujarat : તત્કાલિન અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ (Sanjay Srivastava) ની નિવૃત્તિના મહિના અગાઉ સર્જાયેલા તોડકાંડના મામલામાં પીઆઈ તરલ ભટ્ટ (PI Taral Bhatt) અને તેમની ટોળકી સામે આખરે પગલા લેવાયા છે. લાખો રૂપિયાના તોડકાંડમાં પીઆઈ ભટ્ટ અને ત્રણ પોલીસવાળાને જવાબદાર ઠેરવી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વર્ષ 2023ના માર્ચ મહિનાના અંતમાં અમદાવાદના માધવપુરામાંથી પકડાયેલા 2 હજાર કરોડના સટ્ટાકાંડમાં Taral Bhatt ની ટોળકીની ગંદી ભૂમિકા સામે આવતા DGP Gujarat વિકાસ સહાયે (Vikas Sahay) તપાસ અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police) પાસેથી આંચકી લઈ સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) ને સોંપી હતી. તપાસમાં થયેલા ઘટસ્ફોટ બાદ નિર્લિપ્ત રાયે (Nirlipt Rai) એક રિપોર્ટ વર્ષ અગાઉ DGP સહાયને સોંપ્યો હતો. આ રિપોર્ટના આધારે DGP Sahay એ કોને-કોને સસ્પેન્ડ કર્યા જાણો આ અહેવાલમાં…

 

તોડબાજ તરલ ભટ્ટ ફરી સસ્પેન્ડ

રાજ્યના સૌથી મોટા મનાતા 2 હજાર કરોડના કિક્રેટ સટ્ટા બેટિંગ (Cricket Betting) અને હવાલાકાંડ (Hawala Racket) ની તપાસમાં તરલ ભટ્ટ ભેરવાઈ ગયા છે. માધવપુરા સટ્ટાકાંડ મામલાની તપાસ માટે રચાયેલી SIT ના અધ્યક્ષ ભારતી પંડ્યા (Bharti Pandya) ને અંધારામાં રાખી તરલ ભટ્ટ અને તેમની ટોળકીએ કથિત આક્ષેપિતોને ED ના નામે ડરાવી લાખો રૂપિયાનો તોડ કર્યો હતો. આ વાતની ગંધ આવી જતાં તત્કાલિન EOW DCP ભારતી પંડ્યાએ DGP Gujarat ને મળીને સમગ્ર હક્કિતથી વાકેફ કર્યા હતા. માધવપુરા સટ્ટાકાંડ કેસની તપાસ કરી રહેલી SMC ને તોડકાંડના પૂરાવા-નિવેદન હાથ લાગતા તોડબાજ ગેંગનો રિપોર્ટ DGP Gujarat વિકાસ સહાયને કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના પગલે વિકાસ સહાયે તરલ ભટ્ટને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. સવા ત્રણ મહિનામાં બે જુદાજુદા જૂનાગઢ અને અમદાવાદ તોડકાંડમાં તરલ ભટ્ટ બે વખત સસ્પેન્ડ થયા છે.

સસ્પેન્ડેડ ભટ્ટ તોડકાંડમાં ભોગવે છે જેલવાસ

335 બેંક એકાઉન્ટ ગેરકાયદે ફ્રિઝ (Bank Account Freeze) કરી લોકો પાસેથી લાખો રૂપિયા લૂંટતી જૂનાગઢ પોલીસ (Junagadh Police) ની ટોળકી સામે ગુનો નોંધાયો હતો. તોડકાંડની ફરિયાદ નોંધાઈ તે અગાઉ પીઆઈ અરવિંદ ગોહિલ (PI A M Gohil) અને એએસઆઈ દિપક જાની (ASI Dipak Jani) ને સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે ફરિયાદ બાદ ફરાર તરલ ભટ્ટને ફરજમોકૂફ કરાયા હતા. મહા તોડકાંડની તપાસ કરી રહેલી Gujarat ATS એ ફરાર તરલ ભટ્ટની પ્રથમ ધરપકડ કરી હતી. ત્યારબાદ ASI દિપક જાનીને પકડ્યા હતા. અત્રે નોંધનીય છે કે, તોડકાંડમાં સસ્પેન્ડેડ પી.આઈ. એ.એમ. ગોહિલને ક્લીનચીટ આપવાના મામલે અદાલતે  ATS ના તપાસ અધિકારીને સવાલ કરી ઉધડો લીધો હતો.

ભટ્ટનો વહીવટ કરતા 3 પોલીસવાળા સસ્પેન્ડ

માધવપુરા સટ્ટા-હવાલાકાંડમાં Taral Bhatt એન્ડ કંપનીની ભૂંડી ભૂમિકાના પૂરાવા-નિવેદન SMC ને હાથ લાગ્યા હતા. આ મામલે SMC એ કરેલી તપાસનો રિપોર્ટ  DGP Gujarat વિકાસ સહાયને સોંપી દેવાયો હતો. બેંક એકાઉન્ટની માહિતી પરથી તરલ ભટ્ટે Taral Bhatt વહીવટદારોની મદદથી અનેક કથિત આક્ષેપિતોનો તોડ કર્યો હતો. જે પૈકી 3 લોકોની હકિકત SMC ને હાથ લાગી હતી. બે લોકો પાસેથી 20-20 લાખ રૂપિયા અને અન્ય એક પાસેથી 15 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. SMC તોડકાંડ મામલે તપાસ કરી રહી હોવાની ગંધ આવતા એક વ્યકિતને તોડના 15 લાખ રૂપિયા પરત કરી દેવાયા હતા.  DGP Gujarat એ આ મામલે પીઆઈ તરલ ભટ્ટની જુનાગઢ અને ભટ્ટના સાગરીતો HC તુષારદાન ગઢવી (અમરેલી), હિંમતસિંહ વાઘેલા (નર્મદા) અને નૌશાદઅલી (પોરબંદર) ની જિલ્લા બદલી કરી દીધી હતી. તોડના આક્ષેપના પગલે એક વર્ષ અગાઉ પીઆઈ ભટ્ટની જુનાગઢ અને ત્રણેય પોલીસવાળાની જિલ્લા બદલી (District Transfer) કરવામાં આવી હતી. એસીબી ગુજરાત () ને સમગ્ર મામલાની તપાસ સોંપ્યા બાદ  DGP Gujarat વિકાસ સહાયે  એ પીઆઈ ભટ્ટ અને ત્રણેય પોલીસવાળાને સસ્પેન્ડ કર્યા છે.

આ પણ  વાંચો  CID Crime : આંગડીયા પેઢીના દરોડામાં સોનાની લગડી કોણે ગુમ કરી ?

આ પણ  વાંચો  Ahmedabad : જાપ્તા પાર્ટી મજા કરતી રહી અને ભાજપ કાર્યકરનો હત્યારો ફરાર

આ પણ  વાંચો  – જે ઘટના બની નથી તેની FIR, ધરપકડ અને આરોપીઓ જેલમુક્ત

Whatsapp share
facebook twitter