+

Gujarat Police : મૌલાનાના ‘ભડકાઉ ભાષણ’થી ગુપ્તચર તંત્રની પોલ ખુલી

Gujarat Police : મૌલાના અલહાજ મુફતી સલમાન અઝહરી (Mufti Salman Azhari) ના ભડકાઉ ભાષણ મામલે ગુજરાત પોલીસે (Gujarat Police) કાર્યવાહીનો દોર આરંભી દીધો છે. જુનાગઢ પોલીસ (Junagadh Police) બાદ હવે…

Gujarat Police : મૌલાના અલહાજ મુફતી સલમાન અઝહરી (Mufti Salman Azhari) ના ભડકાઉ ભાષણ મામલે ગુજરાત પોલીસે (Gujarat Police) કાર્યવાહીનો દોર આરંભી દીધો છે. જુનાગઢ પોલીસ (Junagadh Police) બાદ હવે કચ્છ પોલીસે (Kutch Police) સલમાન અઝહરી સામે ગુનો નોંધી તેમનો કબજો મેળવ્યો છે. કાનૂની કાર્યવાહીના સમાચારની પાછળ નજર નાંખવામાં આવે તો અઝહરીના ભડકાઉ ભાષણ માટે સૌ પ્રથમ સ્થાનિક પોલીસ અને ગુપ્તચર તંત્ર જવાબદાર છે. 31 જાન્યુઆરીની રાતે જુનાગઢમાં ભડકાવનારૂં ભાષણ આપનારા મૌલાના મુંબઈ (Mumbai) પહોંચી ગયા બાદ પોલીસને ખબર પડે છે. જુનાગઢના મહા તોડકાંડની તપાસ કરી રહેલી Gujarat ATS ની મદદ લેવામાં આવે છે અને મૌલાનાની ગત રવિવારે 4 તારીખે ધરપકડ કરીને પ્રથમ અમદાવાદ એટીએસ ઓફિસ (ATS Office) અને ત્યારબાદ જુનાગઢ ખાતે લઈ જવાય છે. જુનાગઢમાં સભાને અપાયેલી મંજૂરીથી લઈને FIR નોંધવા દરમિયાન પોલીસ અને ગુપ્તચર તંત્ર કેવી રીતે ઉંઘતું રહ્યું તેનો સમગ્ર અહેવાલ….

ફરિયાદમાં જ પોલીસની બેદરકારી છતી થઈસોશિયલ મીડિયા (Social Media) માં અઝહરીના ભાષણની ક્લિપ વાયરલ (Viral Clip) થયા બાદ જુનાગઢ પોલીસ બીજા દિવસે ઘોર નિંદ્રામાંથી જાગી હતી. નશામુક્તિની જાગૃક્તા મામલે સભાની મંજૂરી લઈને ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હોવાની ફરિયાદ જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન (Junagadh Police Station) માં નોંધાઈ. પોલીસ દ્વારા આપવામાં આવેલી મંજૂરીના કલાકો બાદ પણ મધરાત્રિના સાડા બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર એક બાદ એક વક્તા આવતા ગયા. સભા સ્થળે પોલીસ બંદોબસ્ત હતો કે નહીં ? તેનો જવાબ આ ફરિયાદમાં જ મળે છે. મુફતી સલમાન અઝહરી સામે અગાઉ નવેક જેટલા ગુનાઓ નોંધાઈ ચૂકયાં છે તેમ છતાં જુનાગઢ પોલીસે આ બાબતની ખરાઈ કર્યા વિના સભાને મંજૂરી આપી દીધી.સ્થાનિક અને રાજ્ય ગુપ્તચર તંત્ર ખાડે ગયુંમૌલાના ઘરે પહોંચી જાય અને સોશિયલ મીડિયાથી ગુજરાત પોલીસ (Gujarat Police) ને ભડકાઉ ભાષણની ખબર પડે. Gujarat Police ના કેવા દિવસો આવી ગયા છે ? રાજ્યના શહેર અને જિલ્લામાં થતી નાની અમથી ગતિવિધિ કે કાર્યક્રમની જાણકારી મેળવવા માટે સ્થાનિક ગુપ્તચર તંત્ર (LIB) અને રાજ્ય ગુપ્તચર તંત્ર (State IB) કાર્યરત છે. જુનાગઢ અને કચ્છમાં મુફતી અઝહરી ભડકાઉ ભાષણ આપી ગયા તેની જાણકારી LIB કે State Intelligence Bureau કોઈની પાસે નથી. સ્થાનિક પોલીસની સાથે સાથે ગુપ્તચર તંત્ર (Intelligence Bureau) પણ સમગ્ર મામલે ઉંઘતું ઝડપાયું છે.21 સેકન્ડની ક્લિપ વાયરલ થઈમૌલાના સલમાન અઝહરી (Maulana Salman Azhari) ના ભાષણની 21 સેકન્ડની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કાર્યક્રમમાં તેમણે આપેલા ભાષણનો આખો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. કાર્યક્રમમાં તેઓ ઇરાક, પેલેસ્ટાઇન, અફઘાનિસ્તાન, આરબ દેશોમાં મુસ્લિમોની થઈ રહેલી હત્યાઓ વિશે બોલી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે આપણા માર્યા જવાથી ઇસ્લામ ખતમ નહીં થાય. તેઓ કહે છે, “ના ઘબરાઓ એ મુસલમાનો, અભી ખુદા કી શાન બાકી હૈ. અભી ઇસ્લામ જિંદા હૈ. અભી કુરાન બાકી હૈ. જો લોગ હમસે ઉલઝતે હૈ, અભી તો કરબલા કા આખિરી મેદાન બાકી હૈ. કુછ દેર કી ખામોશી હૈ. ફિર શોર આયેગા. આજ —- કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા.”કોણ છે મુફતી સલમાન અઝહરી ?પ્રાપ્ત માહિતી અનુસાર મુફતી સલમાન અલ-અઝહરી મુંબઈસ્થિત સુન્ની ઇસ્લામિક રિસર્ચ સ્કોલર છે. તેઓ ધાર્મિક ઉપદેશક અને મોટિવેશનલ સ્પીકર તરીકે ખ્યાતિ ધરાવે છે. ‘ઇસ્લામિક દાવા’ઓ પર જામિયા અલ-અઝહર ઇજિપ્તથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓ જામિયા રિયાઝુલ જન્નાહ, અલ-અમાન ઍજ્યુકેશન ઍન્ડ વેલફેર ટ્રસ્ટ અને દારૂલ અમાનના સ્થાપક છે અને મુખ્યત્વે સામાજિક-ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.

આ  પણ  વાંચો  – જુનાગઢમાં ભડકાઉ ભાષણ કરનારા મૌલાનાની વધી મુશ્કેલી

 

Whatsapp share
facebook twitter