+

Gujarat Police : મહા તોડકાંડમાં CM ની સૂચના બાદ તરલ ભટ્ટ સામે ગુનો નોંધાયો

Gujarat Police : ગુજરાત પોલીસ બેડામાં છેલ્લાં કેટલાંક સમયથી જુનાગઢ જુદાજુદા કાંડને લઈને ચર્ચામાં છે. આ તમામ કાંડને ભૂલાવી દે તેવા મહાકાંડને જુનાગઢ પોલીસે (Junagadh Police) અંજામ આપ્યો છે. Gujarat…

Gujarat Police : ગુજરાત પોલીસ બેડામાં છેલ્લાં કેટલાંક સમયથી જુનાગઢ જુદાજુદા કાંડને લઈને ચર્ચામાં છે. આ તમામ કાંડને ભૂલાવી દે તેવા મહાકાંડને જુનાગઢ પોલીસે (Junagadh Police) અંજામ આપ્યો છે. Gujarat Police ના ચોપડે ચઢેલા મહા તોડકાંડમાં જુનાગઢ પોલીસે ઈતિહાસ સર્જ્યો છે. એથી વિશેષ આ તોડકાંડના મુખ્ય કાવતરાખોર પીઆઈ તરલ ભટ્ટ (PI Taral Bhatt) ને બચાવવામાં કોને રસ હતો તેની ચર્ચાએ વેગ પકડ્યો છે. કરોડો રૂપિયાના મહા તોડકાંડમાં ફરિયાદ નહીં નોંધવા ખેલાયા ખેલની હકિકત DGP વિકાસ સહાયને કેમ CM ભુપેન્દ્રભાઈને જણાવવાની ફરજ પડી. વાંચો સમગ્ર હકિકત…

પ્રાથમિક તપાસમાં મહા તોડકાંડ પૂરવાર થઈ ગયો

19 જાન્યુઆરીના રોજ જુનાગઢ રેન્જ ડીઆઈજી (Junagadh Range DIG) નિલેશ જાજડીયા (Nilesh Jajadia IPS) એ પોલીસ અધિકારીઓ સામે થયેલા આક્ષેપોની તપાસ તેમના ઈન્ચાર્જ રીડર પીઆઈ એસ. એન. ગોહિલ (PSI S N Gohil) ને સોંપી હતી. આ તપાસ દરમિયાન આક્ષેપિત ASI દિપક જાની (ASI Dipak Jani) નું પીએસઆઈ શક્તિસિંહ ગોહિલે (PSI Shaktisinh Gohil) નિવેદન લેતાં મહા તોડકાંડનો ભાંડો ફૂટી ગયો હતો. કેરલના કાર્તિક ભંડારીએ જુનાગઢ સાયબર સેલના પીઆઈ એ. એમ. ગોહીલ અને એએસઆઈ દિપક જાની સામે કરેલા આક્ષેપોને પ્રાથમિક તપાસમાં જ સમર્થન મળી ગયું હતું. સાથે સાથે આ મહા તોડકાંડનો સૂત્રધાર માણવદર સીપીઆઈ (Manavadar CPI) તરલ ભટ્ટ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પીઆઈ તરલ આર. ભટ્ટે (PI T R Bhatt) પોતાના કાર્યક્ષેત્ર બહાર જઈને જુનાગઢ સાયબર સેલ અને જુનાગઢ SOG પીઆઈ એ. એમ. ગોહીલ સાથે સાંઠગાંઠ કરી બેનંબરી વ્યવહારોવાળા સંખ્યાબંધ બેંક એકાઉન્ટની માહિતી આપી હતી. જે માહિતીના આધારે જુનાગઢ સાયબર સેલે તમામ બેંક એકાઉન્ટ ગેરકાયદેસર રીતે સ્થગિત (Bank Account Freeze) કરાવી દીધા હતા.

રેન્જ DIG એ ગુનો નોંધવા આપ્યો હતો આદેશ ?

સમગ્ર મહા તોડકાંડની પ્રાથમિક તપાસ અને ચર્ચાઓ IPS અધિકારીની સંડોવણી તરફ ઈશારો કરે છે. 335 જેટલાં બેંક એકાઉન્ટ અને પ્રત્યેક ખાતા દીઠ 20-20 લાખ રૂપિયા જેટલી રકમ પડાવવામાં આવી હોય તો ઉચ્ચ અધિકારીના આર્શીવાદ વિના આ શક્ય ના બની શકે. પાંચેક દિવસ અગાઉ જુનાગઢ રેન્જ ડીઆઈજી નિલેશ જાજડીયાએ સમગ્ર મામલામાં પીઆઈ એ. એમ. ગોહીલા, પીઆઈ તરલ ભટ્ટ અને એએસઆઈ દિપક જાની સામે ગુનો નોંધવા આદેશ આપી દીધા હોવાની વાત સામે આવે છે.

ગાંધીનગરથી કોની ભલામણ આવી ?

જુનાગઢ રેન્જ ડીઆઈજીના આદેશ બાદ ગાંધીનગરથી ભલામણ આવી હોવાનું કહીને એક ઉચ્ચ પોલીસ અધિકારીએ ફરિયાદ નોંધવાનું ટાળ્યું હોવાની એક ચર્ચા સામે આવી છે. ગાંધીનગર ખાતેથી આવેલી ભલામણ કોણે કરાવી ? અને પીઆઈ તરલ ભટ્ટ સામે થતી ફરિયાદ કોણે અટકાવી ? આ ચર્ચા Gujarat Police બેડામાં જોરશોરથી ચાલી રહી છે. ગાંધીનગરથી આવેલી ભલામણને લઈને જુનાગઢ રેન્જ ડીઆઈજીએ પાછીપાની કરી હતી અને પીઆઈ એ. એમ. ગોહીલ તથા એએસઆઈ દિપક જાનીને સસ્પેન્ડ કરીને સંતોષ માની લીધો હતો.

તપાસ ATS ને સોંપી દેવાઈ

26 જાન્યુઆરી ગણતંત્ર દિવસે તોડબાજ પોલીસ અધિકારીઓ સામે નોંધાયેલી ફરિયાદ બાદ જુનાગઢ રેન્જ DIG નિલેશ જાજડીયાએ કેસની તપાસ પોરબંદર ડીવાયએસપી ઋતુ રાબા (Ritu Raba DySP) ને સોંપવા આદેશ કર્યો હતો. જો કે, ગણતરીના સમયમાં જ મહા તોડકાંડની તપાસ DGP વિકાસ સહાયે ગુજરાત એટીએસ (Gujarat ATS) ને સોંપી દીધી.

CM ની સૂચનાથી ગુનો નોંધવા ફરજ પડી

ગાંધીનગરની ભલામણના નામે કૌભાંડી પીઆઈ તરલ ભટ્ટને બચાવવા માંગતા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓએ પીછેહઠ કરવી પડી. કારણ કે, તમામ દોષિતો સામે કાર્યવાહી કરવા ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આદેશ આપ્યા હતા. 26 જાન્યુઆરીના રોજ CM ભુપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) જુનાગઢ ખાતે રાજકીય કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમ દરમિયાન DGP વિકાસ સહાયે (Vikas Sahay IPS) મહા તોડકાંડ અંગેની સંપૂર્ણ હકિકત મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી. કાર્યક્રમ પૂરો થયાંની ગણતરીની મિનિટોમાં જ જુનાગઢ જિલ્લા પોલીસ વડા (Junagadh SP) હર્ષદ મહેતા (Harshad Maheta IPS) ને ફરિયાદ નોંધવાનો આદેશ મળતા ગુનો નોંધી દેવાયો. Gujarat Police ના તમામ તોડકાંડને ભૂલાવી દે તેવા આ મહા તોડકાંડની તપાસ એટીએસે સંભાળી લીધી છે.

 

આ  પણ  વાંચો – Gujarat Police : 20 કરોડનો તોડ કરનારી ટોળકીનો સૂત્રધાર કોણ ? જાણો

Whatsapp share
facebook twitter