+

Tharad : વિવાદ સવા બસ્સો કિમી દૂરનો, ફરિયાદ અમદાવાદમાં નોંધાઈ

Tharad : સમાજ કોઈપણ હોય પ્રસંગે વાદ વિવાદ, હરિફાઈ અને વર્ચસ્વ માટેની લડાઈ સામાન્ય બની ગઈ છે. આવી જ સ્થિતિ બનાસકાંઠાના થરાદ (Tharad) પાસે આવેલા જેતડા ગામે સર્જાઈ છે. જેતડા…

Tharad : સમાજ કોઈપણ હોય પ્રસંગે વાદ વિવાદ, હરિફાઈ અને વર્ચસ્વ માટેની લડાઈ સામાન્ય બની ગઈ છે. આવી જ સ્થિતિ બનાસકાંઠાના થરાદ (Tharad) પાસે આવેલા જેતડા ગામે સર્જાઈ છે. જેતડા ગામ (Jetda) હાલ જૈન સમાજના બે જૂથ વચ્ચે ચાલી રહેલા વિવાદ-હરિફાઈના કારણે સમાચારોમાં ચમક્યું છે.  આ વિવાદમાં આસોપાલવ (Asopalav) ના માલિક અને જૈન સમાજના અગ્રણી વાઘજીભાઈ વોરા (Vaghjibhai Vora) ને બદનામ કરવાનો ખેલ રચાયો છે. સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ વાયરલ (Viral Post) કરનારા અજાણ્યા તત્વો સામે નવરંગપુરા પોલીસે (Navrangpura Police) કોઈના ઈશારે ફરિયાદ નોંધી છે. બીજી તરફ જેતડા ગામે થરાદ પોલીસે (Tharad Police) દેરાસરના જીર્ણોદ્ધાર કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યથાવત રાખવા બંદોબસ્ત ખડકી દીધો છે.જૈન સમાજમાં વર્ચસ્વની લડાઈથરાદ તાલુકા (Tharad) ના જેતડા ગામે જૈન સમાજના 160 જેટલા ઘર આવેલા છે. જે પૈકીના 90 ટકા પરિવાર અમદાવાદ (Ahmedabad) મુંબઈ (Mumbai) સુરત (Surat) સહિતના શહેરોમાં વસવાટ-ધંધો કરી રહ્યાં છે. જેતડા ગામે આવેલા જૂના દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો છે. દેરાસરના જીર્ણોદ્ધારને લઈને જૈન સમાજના બે જૂથ સામ-સામે આવી ગયા છે. છેલ્લાં કેટલાંક દિવસોથી આ મામલે થરાદ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ દરમિયાનગીરી કરી રહ્યાં છે.અંજનશલાકા કોણ કરશે ?સૂત્રોના જણાવ્યાનુસાર થરાદ જૈન સમાજ (Tharad Jain Samaj) માં બે ફાંટા પડી ગયા છે. જેતડા ગામે 160 પરિવારમાં એક તરફ 120 પરિવાર અને બીજી તરફ 40 પરિવાર એમ બે જૂથ બન્યા છે. છેલ્લાં કેટલાંક સપ્તાહથી એક જ ગામ અને સમાજના લોકો વિખવાદ અને હરિફાઈ ચાલી રહી છે. તારીખ 22 ફેબ્રુઆરીના રોજ જીર્ણોદ્ધારનો કાર્યક્રમ છે અને આ દિવસે ભગવાન મહાવીર સ્વામી (Bhagwan Mahavir Swami) ની પ્રતિમાને અંજનશલાકા કયા મહારાજ સાહેબ કરશે તેને લઈને મોટો ઝઘડો છે. બંને જૂથ વચ્ચે સમાધાન કરાવવાના પણ પ્રયાસો થઈ રહ્યાં છે.જેતડાની ઘટના, ફરિયાદ અમદાવાદમાંTharad ના જેતડા ગામે જૈન સમાજના બે જૂથ વચ્ચે ચાલતા વિવાદમાં આસોપાલવ (Asopalav) ના વાઘજીભાઈ વોરાનું નામ ઉછાળવામાં આવ્યું છે. જેતડા ગામના કેટલાંક જૈન અગ્રણીઓએ જીર્ણોદ્ધાર કાર્યક્રમને લઈને શ્રી જેતડા શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘના નામનો ઉપયોગ કરતા આખો વિવાદ શરૂ થયો હતો. અખિલ ભારતીય ત્રિસ્તુતિક જૈન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા 78 વર્ષીય વાઘજીભાઈ બબલદાસ વોરા (Vaghji B Vora) સહિતના આગેવાનો અને સામા જૂથના અગ્રણીઓ વચ્ચે વાટાઘાટો ચાલી રહી હતી. આ દરમિયાનમાં ગત 15 ફેબ્રુઆરીના રોજ એક પોસ્ટર વાયરલ થયું હતું. જેમાં મહારાજ સાહેબ પર હુમલો કરવાની, દેરાસર જમીન દોસ્ત કરવાની,  દેરાસરની પ્રતિષ્ઠા અટકાવવાની તેમજ જૈન અગ્રણીના પરિવાર પર હુમલાની ધમકી આપનાર વાઘજીભાઈ અને તેમના સાથી શશીભાઈ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ બાબત ધ્યાને આવતા વાઘજીભાઈ અને અન્ય અગ્રણીઓએ થરાદ પોલીસને જાણ કરી હતી. આ ઉપરાંત અખબારોમાં જાહેરખબર પણ આપી હતી. મામલો બનાસકાંઠાના Tharad તાલુકાના જેતડા ગામનો હોવા છતાં અમદાવાદ પોલીસે (Ahmedabad Police) અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી છે. વોટ્સએપ (Whatsapp) પર વાયરલ થયેલા પોસ્ટર (Viral Poster) ની ફરિયાદમાં ક્યાંય ઈન્ફોર્મેશન ટેક્નૉલૉજી એક્ટ (IT Act) નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

આ  પણ  વાંચો PM Modi Gujarat visit : PM મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે,જાણો સમગ્ર કાર્યક્રમ

 

Whatsapp share
facebook twitter