+

Ahmedabad Police : ફેરિયાની દીકરીનું હ્રદયનું ઓપરેશન કરાવનારા PSI ને CP એ શાબાશી આપી

Ahmedabad Police : અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ એ. એ. વાઘેલા (PSI A A Vaghela) એ ખાખીમાં છુપાયેલી માનવતા દર્શાવી સમગ્ર પોલીસ બેડાને એક અલગ જ સન્માન મળે તેવું…

Ahmedabad Police : અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ એ. એ. વાઘેલા (PSI A A Vaghela) એ ખાખીમાં છુપાયેલી માનવતા દર્શાવી સમગ્ર પોલીસ બેડાને એક અલગ જ સન્માન મળે તેવું કાર્ય કર્યું છે. એક ગરીબ ફેરિયાની દિકરીની હ્રદયની સારવાર (Heart Surgery) માટે તમામ પ્રકારની મદદ માટે આકાશ વાઘેલા તત્પર રહ્યાં. અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police) જ નહીં Gujarat Police ગર્વ લઈ શકે તેવા પીએસઆઈ વાઘેલાને અમદાવાદ પોલીસ કમિશનર (Ahmedabad Police Commissioner) જી. એસ. મલિકે (G S Malik IPS) સન્માનની સાથે શાબાશી આપી પ્રોત્સાહિત કર્યા છે.શહેરના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સન્માનઅમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police) માં છેલ્લાં 5 વર્ષથી ફરજ બજાવતા પીએસઆઈ એ. એ. વાઘેલાને બુધવારે બપોરે પોલીસ કમિશનર કચેરી ખાતે હાજર રહેવા આદેશ થયો હતો. આદેશ શા માટે કરાયો હતો તેની જાણ પીએસઆઈ એ. એ. વાઘેલાને હતી, પરંતુ તેમનું સન્માન શહેરના ઉચ્ચ IPS અધિકારીઓની ટી મીટિંગ (Tea Meeting) માં થશે તેની જાણ ન હતી. શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંઘ મલિકે (Gyanendra Singh Malik) પીએસઆઈ આકાશ વાઘેલાનું સન્માન કરવા ટી મીટિંગનો દિવસ પસંદ કર્યો હતો. મલિકનો હેતુ PSI વાઘેલાના સન્માનની સાથે સાથે તેમણે કરેલા માનવતાવાદી કાર્યની પ્રેરણા અન્ય અધિકારીઓને મળી રહે તેવો હતો.કમિશનરે PSI પાસે આખી ઘટના જાણીબુધવારે બપોરે પોલીસ કમિશનરની ટી મીટિંગ પૂર્ણ થાય તે પહેલાં અટકાવી દેવામાં આવી હતી. દરમિયાનમાં પીએસઆઈ એ. એ. વાઘેલાને પોલીસ કમિશનરની ઓફિસમાં બોલાવવામાં આવ્યા. તમામ સિનિયર પોલીસ અધિકારીઓ (Senior Police Officers) ની હાજરીમાં કમિશનર મલિકે તેમને આવકાર્ય અને સૌની હાજરીમાં PSI વાઘેલાએ કરેલા કાર્યની સમગ્ર હકિકત તેમના શબ્દોમાં સાંભળી હતી. પોલીસ કમિશનર મલિકે મદદ  કેવી રીતે અને કોના સહકારથી કરી તે પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. PSI આકાશ વાઘેલાને પ્રશંસાપત્રની સાથે શાબાશી આપી વિશેષ રીતે બિરદાવ્યા હતા.કોણ છે PSI આકાશ એ. વાઘેલા ?વર્ષ 2013ની બેચના પોલીસ સબ ઈન્સ્પેક્ટર આકાશ એ. વાઘેલા ગાંધીનગર જિલ્લા (Gandhinagar District) ના વાવોલ ગામના વતની છે. વાવોલ ખાતે માતા-પિતા, પત્ની અને 3 વર્ષીય પુત્ર સાથે આકાશ વાઘેલા રહે છે. ભાવનગર જિલ્લા પોલીસ (Bhavnagar Police) માં 4 વર્ષ ફરજ બજાવ્યા બાદ પાંચેક વર્ષથી અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police) માં તેઓ ફરજ બજાવે છે. અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ સ્ટેશન (Shahibaug Police Station) ખાતે સાડા ત્રણ વર્ષ ફરજ બજાવ્યા બાદ તેમની દોઢેક વર્ષ અગાઉ ઈસનપુર પોલીસ સ્ટેશન (Isanpur Police Station) ખાતે બદલી થઈ હતી. દોઢેક વર્ષથી ઈસનપુર પોલીસમાં  ફરજ બજાવતા એ. એ. વાઘેલા હાલ સર્વેલન્સ સ્કવૉડમાં કામ કરી રહ્યાં છે.બિમાર પુત્રીના પિતાની વ્યથા કેવી રીતે જાણી ?આજથી ત્રણેક મહિના અગાઉ ઈસનપુર પોલીસ સ્ટેશનની હદમાં પીએસઆઈ એ. એ. વાઘેલા સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલીંગ (Foot Patrolling) માટે નીકળ્યા હતા. ફેરિયાઓના કારણે રોડ પર થતા ભારે ટ્રાફિક જામને લઈને કેટલાંક લોકોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા. પોલીસની ભાષામાં તમામ ફેરિયાઓને અડચણરૂપ નહીં બનવા માટે આદેશ અપાયો ત્યારે  ફૂલ-છોડ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા મૂળ ઉત્તરપ્રદેશના મુકેશ કુશવાહ ભાવૂક થઈ ગયા હતા. “સાહેબ, જે કરવું હોય તે કરો. હું તો અહીંયા જ ધંધો કરીશ. ધંધો નહીં કરું તો મારી 7 વર્ષની દીકરી મરી જશે” મુકેશ કુશવાહના આ શબ્દો સાંભળીને PSI આકાશ વાઘેલા તુરંત ઉભા થઈ ગયા. મુકેશ કુશવાહને પાણી પીવડાવી વાત કરતા પીએસઆઈ વાઘેલાએ જરૂરી મદદની ખાતરી આપી વાતચીતનો દોર આરંભ્યો. 4 પુત્રી અને 1 પુત્રના પિતા મુકેશ કુશવાહે કહ્યું કે, મારી ચોથા નંબરની દિકરી મંજુને હ્રદયમાં કાણું છે અને તેની સારવાર કરાવવા મારી પાસે કોઈ બચત નથી.કોરોનાકાળમાં સેવા કરી ચૂકેલા PSI દેવદૂત બન્યાખાખીમાં પણ સંવેદના હોય છે. પીએસઆઈ આકાશ વાઘેલા અગાઉ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યા હોવાથી તેમને સિવિલ હોસ્પિટલ (Civil Hospital) તેમજ યુ. એન. મહેતા હોસ્પિટલ (U N Mehta Hospital) ના ડૉક્ટર્સ તેમજ સ્ટાફ સાથે સારો એવો ઘરોબો ધરાવે છે. કોરોનાકાળમાં PSI A A Vaghela એ પોલીસ પરિવાર સહિતના લોકોની સારવાર માટે ખડેપગે કરેલી સેવાને તત્કાલિન Gujarat DGP આશિષ ભાટિયા (Ashish Bhatia IPS) સહિતના IPS અધિકારી બિરદાવી ચૂક્યા છે.

આ  પણ  વાંચો  Oparetion અસુર : આ માખણ મારી નાખશે! ‘નકલી માખણ’ના ગોરખધંધાનો ગુજરાત ફર્સ્ટે કર્યો પર્દાફાશ

 

Whatsapp share
facebook twitter