+

Bharuch Police : જૈન સાધ્વીઓ પર હુમલો કરનારની ધરપકડ જ ના કરાઈ

Bharuch Police : વિહાર કરતા જૈન સાધુ-સાધ્વીઓ અવારનવાર અકસ્માતનો ભોગ બનતા રહે છે. ભરૂચ જિલ્લા (Bharuch District) માં પણ કંઇક આવું જ થયું. ભરૂચ તાલુકાના દેરોલ ગામ નજીક એક હુમલાખોરે…

Bharuch Police : વિહાર કરતા જૈન સાધુ-સાધ્વીઓ અવારનવાર અકસ્માતનો ભોગ બનતા રહે છે. ભરૂચ જિલ્લા (Bharuch District) માં પણ કંઇક આવું જ થયું. ભરૂચ તાલુકાના દેરોલ ગામ નજીક એક હુમલાખોરે જૈન સાધ્વીઓ પર પટ્ટા વડે હુમલો કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. હુમલાખોરને પકડેલાં ટોળા ભરૂચ પોલીસને હવાલે કરતા આ મામલે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી દેવાયો છે. જો કે, હજી સુધી હુમલાખોરની વિધિવત ધરપકડ Bharuch Police દ્વારા કરવામાં આવી નથી. કેમ પોલીસે હાથમાં આવેલા આરોપીને જવા દીધો ? વાંચો આ અહેવાલ…

 

પીછો કરતાં ઝનૂની શખ્સનો સાધ્વીઓ પર હુમલો

ભરૂચ ખાતેના જૈન ઉપાશ્રય (Jain Upashray) ખાતેથી વહેલી પરોઢ પહેલાં ચારેક વાગે 6 જૈન સાધ્વીઓ દેરોલ ગામે પગપાળા વિહાર કરવા નીકળ્યા હતા. વિહાર સેવા ગૃપના સભ્ય સાધ્વીઓ સાથે પગપાળા દેરોલ ગામજઈ રહ્યાં હતા. દરમિયાનમાં સવારે 6.30 કલાકે એક અજાણ્યા શખ્સે જૈન સાધ્વીજીઓનો પીછો કરી તેમને રસ્તામાં રોક્યા હતા. 6 પૈકી એક સાધ્વીએ અજાણ્યા શખ્સને દૂર રહેવાનું કહેતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને કમર પટ્ટો કાઢીને સાધ્વીજીઓ પર તૂટી પડ્યો હતો. ઝનૂની શખ્સે કરેલા હુમલામાં ચાર સાધ્વી ઘાયલ થયા હતા. હુમલાખોરને જોઈને ટેમ્પો લઈને જઈ રહેલા સતિષભાઇ રાઠોડ સાધ્વીજીઓની મદદે આવ્યા હતા અને અન્ય લોકોની મદદથી હુમલાખોરને પકડી લીધો હતો.

 

હુમલાખોર અલ્તાફ શેખને પોલીસે અટકમાં લીધો

જૈન સાધ્વીઓ પર ઝનૂનપૂર્વક હુમલો કરનારા અજાણ્યા શખ્સને ટોળાએ પકડી લઈ Bharuch Police ને જાણ કરવામાં આવતા કાફલો દોડી આવ્યો હતો. મૂળ ખંભાતનો અને હાલ ભરૂચ ખાતે ભાઇ સાથે રહેતા અલ્તાફ શેખને પોલીસે અટકમાં લીધો હતો. આ મામલે વિહાર સેવા ગ્રુપના સભ્યએ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને (Bharuch Taluka Police Station) આપેલી ફરિયાદ આધારે IPC 354, 354D, 295A, 341, 323, 504 અને 506(2) હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

અલ્તાફનો ભાઇ આવતાં ધરપકડ ટાળી દેવાઈ

અલ્તાફ શેખને હુમલાના કેસમાં પોલીસે પકડ્યો છે તેની જાણકારી મળતાં જ આરોપીનો ભાઇ પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો. અલ્તાફના ભાઇએ પોલીસને જણાવ્યું હતું કે, વીસેક વર્ષથી અલ્તાફને માનસિક બિમારી (Mental llness) છે અને તેની આણંદ તથા વડોદરા ખાતે સારવાર પણ કરાવવામાં આવી છે. છેલ્લાં કેટલાંક મહિનાથી અલ્તાફ છૂટક મજૂરીએ લાગ્યો હતો અને ત્યારબાદ રખડતો ભટકતો હતો. આ ઉપરાંત દેરોલ ગામના લોકોએ પણ અલ્તાફ ક્યારેક ક્યારેક છૂટા પથ્થરો ફેંકીને એકલદોકલ રાહદારી પર હુમલો કરતો હોવાનું કહ્યું હતું. અલ્તાફ શેખ માનસિક બિમાર હોવાના આધારભૂત પૂરાવાઓ મળતા Bharuch Police એ અદાલતમાં રિપોર્ટ કર્યો છે અને અલ્તાફને સારવાર માટે હૉસ્પિટલમાં મોકલી આપ્યો છે.

ભરૂચ પોલીસે સુરક્ષાની જવાબદારી ઉપાડી

પગપાળા વિહાર કરતા જૈન સાધ્વીજીઓ સાથે બનેલી ઘટના બાદ Bharuch Police એ ફરી આવી ઘટના ના બને તેની કાળજી લેવાનો નિર્ણય કર્યો છે. વિહાર કરતા સાધુ-સાધ્વીઓનો નિયત કાર્યક્રમ અગાઉથી ધ્યાને મુકવામાં આવશે તો પોલીસ સુરક્ષા પૂરી પાડશે. આ ખાતરી આપી છે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડા (Mayur Chavda IPS) એ. અત્રે નોંધનીય છે કે, વર્ષ 2012 માં ભરૂચ જિલ્લામાં જૈન સાધુઓને નડેલા અકસ્માત વખતે વિરોધીઓ દ્વારા હુમલા કરાયા હોવાના આક્ષેપ થયા હતા.

 

મહારાજ સાહેબો સામે રૂપાણીએ કરી હતી જાહેરાત

ભૂતકાળમાં જૈન સાધુ-સાધ્વીઓ પગપાળા વિહાર દરમિયાન માર્ગ અકસ્માત (Road Accident) નો ભોગ બની ચૂક્યાં છે. બે દસક પહેલાં માર્ગ અકસ્માતની ઉપરાછાપરી ઘટનાઓ બની ત્યારે જૈન સમાજે અવાજ ઉઠાવતા ગુજરાત સરકારે (Gujarat Government) સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ની રચના કરી હતી. જૈન સંતોને અકસ્માતથી બચાવવા 250 કરોડ રૂપિયાના ખર્ચે સરકાર પગદંડીઓ બનાવી રહી હોવાની વર્ષ 2018માં તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ જૈન મહારાજ સાહેબોની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે જાહેરાત કરી હતી. ત્યારબાદ કેટલાંક જૈન તિર્થ સ્થાનોની આસપાસ પગદંડીઓ બનાવવામાં આવી છે.

આ પણ  વાંચો- IPS ના કહેવાતા “વહીવટદાર”ને DGP એ માફ કર્યો, મૂળ મહેકમમાં પરત

આ પણ  વાંચો- Gujarat Government : બદલી કરી કથિત આરોપી IAS IPS અધિકારીઓને બચાવી લીધાં ?

આ પણ  વાંચો- Rajkot CP ની અગ્નિકાંડના તથ્યો છુપાવવા, આરોપીઓને બચાવવા જહેમત

Whatsapp share
facebook twitter