+

Dwarka : પોલીસ જીપ ચોરી કરનાર કહે છે, ઉપરથી કીધું હતું…

ગુજરાત (Gujarat) માં આજે પોલીસ આંગણેથી થયેલી ચોરીની ઘટના સોશિયલ મીડીયા (Social Media) માં ખૂબ ગાજી. દ્વારકા પોલીસ સ્ટેશન (Dwarka Police Station) ના પ્રાંગણમાંથી સરકારી જીપની ચોરી (Stolen Police Jeep)…

ગુજરાત (Gujarat) માં આજે પોલીસ આંગણેથી થયેલી ચોરીની ઘટના સોશિયલ મીડીયા (Social Media) માં ખૂબ ગાજી. દ્વારકા પોલીસ સ્ટેશન (Dwarka Police Station) ના પ્રાંગણમાંથી સરકારી જીપની ચોરી (Stolen Police Jeep) થતાં આસપાસના જિલ્લાઓની પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસના ઘરમાં ચોરીની ઘટનાએ સમાચારમાં એક અલગ જ સ્થાન બનાવી લીધું. જો કે, જામનગર પોલીસે (Jamnagar Police) સરકારી જીપ ચોરી કરનારને પકડી લઈ દ્વારકા પોલીસને હવાલે કર્યો છે.સવારે જીપ ચોરાઈ : દ્વારકા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પાર્ક કરાયેલી સરકારી જીપ આજે સવારે ગુમ થઈ હતી. ડ્રાઈવર પાર્કિંગ સ્થળે આવ્યો ત્યારે તેને પાર્ક કરેલી સરકારી બોલેરો (Government Bolero) મળી આવી ન હતી. થોડોક સમય આસપાસમાં તપાસ કરી સાથી કર્મચારી મિત્રોની મદદથી જીપ શોધવા પ્રયાસ પણ કર્યો, પરંતુ જીપ નહીં મળી આવતા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને મામલાની જાણ કરી. સમગ્ર મામલો દ્વારકા જિલ્લા પોલીસ વડા (Dwarka DSP) નિતિશ પાંડેય (Nitesh Pandey IPS) પાસે પહોંચતા તેમણે તુરંત આસપાસની જિલ્લા પોલીસને ઘટનાની જાણ કરી. સાથે સાથે ઉચ્ચ IPS અધિકારીઓને પણ પોલીસની સરકારી જીપ ગુમ થઈ હોવાની જાણ કરી હતી.130 કિમી દૂરથી જીપ મળી : દ્વારકા પોલીસના પાડોશી જામનગર પોલીસને જાણ થતાં LCB સહિતનો સ્ટાફ કામે લાગી ગયો. પોલીસે નેત્રમ (NETRAM) ની મદદથી જામનગર જિલ્લામાં પ્રવેશતા અને બહાર જતાં વાહનોમાં પોલીસના વાહનો શોધવાની મહેનત શરૂ કરી દીધી. નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (Command and Control Centre) માં મળેલા કેટલાંક સીસીટીવી ફૂટેજને આધારે દ્વારકા પોલીસની ચોરાયેલી જીપ અંબર ચોકડી પાસે હોવાની માહિતી મળી હતી. જામનગર પોલીસે તુરંત સ્થળ પર પહોંચી જઈ એક શખ્સને ચોરી કરેલી પોલીસ બોલેરો (Police Bolero) સાથે ઝડપી લીધો હતો.ચોરના મોબાઈલમાં જીપ સાથેની સેલ્ફી મળી : જામનગર પોલીસને બોલેરો સાથે ચોર વિરપાલસિંહ ભૂપતસિંહ જાડેજા (રહે. ખંઢેરા, કાલાવાડ)ને ઝડપી લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર વિરપાલસિંહના મોબાઈલ ફોનમાંથી દ્વારકા જિલ્લા પોલીસની બોલેરો જીપ સાથેની રાત અને સવારના પાડેલી બે સેલ્ફી ફોટો (Selfie Photo) મળી આવ્યા છે. આરોપી નશાની આદતવાળો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. પોલીસે તેની પૂછપરછ કરી ચોરી કરવાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરી મામલે કહ્યું કે, ઉપરથી કીધું હતું…દ્વારકા પોલીસે તપાસ આરંભી : સરકારી બોલેરો ચોરી થવાના ગંભીર મામલામાં પોલીસ જરા સરખું પણ કાચુ ના કપાય તેનું ધ્યાન રાખી રહી છે. પોલીસ જીપનો હવાલો સંભાળતા કર્મચારી સામે ગંભીર બેદરકારી બદલ પગલાં લેવાની પણ તૈયારીઓ થઈ ગઈ છે. આ ઉપરાંત સરકારી વાહન ચોરીનો ગુનો નોંધી આરોપી વિરપાલસિંહ જાડેજાનો ભૂતકાળ તપાસવા તેમજ ચોરી પાછળનું વાસ્તવિક કારણ જાણવા પોલીસ પ્રયત્નશીલ બની છે.

 

આ  પણ  વાંચો –બદઈરાદાથી પોલીસને વગોવતા સમાચાર માધ્યમો સાવધાન, તંત્રીની ધરપકડ

 

Whatsapp share
facebook twitter