+

Justin Bieber Perform: આજે Justin Bieber પોતાના અવાજથી મુંબઈ ગજવશે, પણ આના માટે અધધધ પૈસા લીધા

Justin Bieber Perform: Anant Ambani અને Rashika Merchant ના Wedding 12 જુલાઈના રોજ મુંબઈમાં રાખવામાં આવ્યા છે. તે લગ્ન પહેલા યોજવામાં આવેલા અનેક પ્રસંગોની પણ તૈયારીઓ શરુ થઈ ગઈ છે.…

Justin Bieber Perform: Anant Ambani અને Rashika Merchant ના Wedding 12 જુલાઈના રોજ મુંબઈમાં રાખવામાં આવ્યા છે. તે લગ્ન પહેલા યોજવામાં આવેલા અનેક પ્રસંગોની પણ તૈયારીઓ શરુ થઈ ગઈ છે. જોકે 3 જુલાઈના રોજ મામેરૂ રસમ રાખવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન સંપૂર્ણ Ambani Family જોવા મળી હતી. ત્યારે હવે આગામી દિવસોમાં Anant Ambani અને Rashika Merchant ના Wedding પહેલા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવશે.

  • Mukesh Ambani એ આંતરરાષ્ટ્રીય ગાયકોને બોલાવ્યા

  • Justin Bieber પોતાના અવાજથી ચાર ચાંદ લગાવશે

  • Drake અને Lana Del Rey પણ જોવા મળશે

તો Anant Ambani અને Rashika Merchant ની સંગીત સંધ્યામાં દેશ-વિદેશના તમામ દિગ્ગજ લોકો જોવા મળી શકે છે. તો આ વખતે પણ Mukesh Ambani એ આંતરરાષ્ટ્રીય સંગીત કલાકારોને બોલાવ્યા છે. ત્યારે આ વખતે Anant Ambani અને Rashika Merchant ની સંગીત સંધ્યાને Singer Justin Bieber પોતાના અવાજથી ચાર ચાંદ લગાવશે. જોકે
Singer Justin Bieber ભારત આવી ચૂક્યા છે.

Justin Bieber પોતાના અવાજથી ચાર ચાંદ લગાવશે

Anant Ambani અને Rashika Merchant ની સંગીત સંધ્યાનું આયોજન આજરોજ કરવામાં આવ્યું છે. જોકે Anant Ambani અને Rashika Merchant ના Wedding પહેલા થયેલા અનેક કાર્યક્રમોમાં આંતરરાષ્ટ્રીય કલાકારોએ રોશન કર્યા છે. ત્યારે વધુ એક જગવિખ્યાત કલાકાર આવીને Anant Ambani અને Rashika Merchant ની સંગીત સંધ્યાને પોતાના અવાજ અને કલાથી ચાર ચાંદ લગાવશે. તો Singer Justin Bieber એ આ માટે 80 કરોડ રુપિયાની ફી વસૂલ કરી છે.

Drake અને Lana Del Rey પણ જોવા મળશે

તે ઉપરાંત Anant Ambani અને Rashika Merchant ની સંગીત સંધ્યામાં drake અને Lana Del Rey જેવા આંતરરાષ્ટ્રીય ગાયક જોવા મળી શકે છે. જોકે આ પહેલા Anant Ambani અને Rashika Merchant ના Pre-Wedding કાર્યક્રમમાં Rihana, Pitbull, David Guetta, katy perry, Andrea Bocelli અને Backstreet Boyz જેવા જગવિખ્યાત લોકો આવ્યા હતાં.

આ પણ વાંચો: HINA KHAN સાથે લગ્ન અંગે BOYFRIEND ROCKY એ કહી આ મોટી વાત!

Whatsapp share
facebook twitter