+

AMARNATH YATRA શરૂ થતાના અઠવાડિયામાં જ અંતર્ધ્યાન થયા બાબા બર્ફાની!

દર વર્ષે AMARNATH YATRA માં બાબા બર્ફાનીના દર્શનાર્થે લાખો ભક્તો આવતા હોય છે. કઠિન અને મુશ્કેલીભરી યાત્રાને પાર કરીને માત્ર બાબા બર્ફાનીને એક વખત પોતાની નજરો સમક્ષ માણવા માટે ભક્તો…

દર વર્ષે AMARNATH YATRA માં બાબા બર્ફાનીના દર્શનાર્થે લાખો ભક્તો આવતા હોય છે. કઠિન અને મુશ્કેલીભરી યાત્રાને પાર કરીને માત્ર બાબા બર્ફાનીને એક વખત પોતાની નજરો સમક્ષ માણવા માટે ભક્તો આવતા હોય છે. પરંતુ આ વર્ષે AMARNATH YATRA માં હવે બાબા બર્ફાનીના દર્શન કરવા આવેલા ભક્તોમાં નિરાશા જોવા મળી રહી છે. તેના પાછળનું કારણ એ છે કે અમરનાથ યાત્રા શરૂ થયાને માત્ર થોડા જ દિવસ થયા છે પરંતુ આ દરમિયાન બાબા બર્ફાની ગાયબ થઈ ગયા છે. બાબા બર્ફાની ગાયબ થયા હોવા છતાં પણ ભક્તોના ઉત્સાહમાં સહેજ પણ ઘટાડો આવ્યો નથી. હજી પણ હજારોની સંખ્યામાં ભક્તો જમ્મુ બેઝ કેમ્પમાં પહોંચી રહ્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

પવિત્ર ગુફામાં હવે હિમ શિવલિંગ દેખાતું નથી

અમરનાથની યાત્રામાં તીર્થયાત્રીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પવિત્ર ગુફામાં હવે હિમ શિવલિંગ દેખાતું નથી. 29 જૂને અમરનાથ યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 1 લાખ 80 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં સ્વયં નિર્મિત શિવલિંગના દર્શન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ખરાબ હવામાનને કારણે થોડા સમય માટે યાત્રા રોકી દેવામાં આવી હતી.

આગળ જતા હવામાનમાં સુધારો આવતા પહલગામ અને બાલતાલથી શ્રદ્ધાળુઓનું એક જૂથ રવાના થયું હતું. ઉલ્લેખનીય છે કે, યાત્રાને લઈને શિવભક્તોમાં હજીપણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે જ સમયે, મુસાફરોનો ઇ-રિક્ષા ચાલકો સાથે ભાડા અંગે થોડો વિવાદ થયો હતો. જે વાહન વ્યવહાર વિભાગની દરમિયાનગીરી બાદ ઉકેલાયો હતો. વાહનચાલકો હવે 10 રૂપિયા પ્રતિ કિલોમીટર ભાડું વસૂલ કરી શકશે. અગાઉ 5 કિલોમીટરની મુસાફરી માટે 200 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવતો હતો.

આ પણ વાંચો : Agriculture: ‘ખેતી છે તો જગતનું સંચાલન છે’ દેશમાં ખરીફ પાકના વાવેતરમાં 14.10 ટકાનો વધારો

Whatsapp share
facebook twitter