+

Rule Change : દેશમાં આજથી આ 5 મોટા ફેરફારો લાગુ, દરેકના ખિસ્સાને થશે અસર!

Rule Change: જૂન મહિનો પૂરો થઈ ગયો છે અને જુલાઈ 2024 આજથી શરૂ થઈ ગયો છે. દર મહિનાની જેમ આ નવો મહિનો પણ ઘણા ફેરફારો લઈને આવ્યો છે. જેમાં ઘરના…

Rule Change: જૂન મહિનો પૂરો થઈ ગયો છે અને જુલાઈ 2024 આજથી શરૂ થઈ ગયો છે. દર મહિનાની જેમ આ નવો મહિનો પણ ઘણા ફેરફારો લઈને આવ્યો છે. જેમાં ઘરના રસોડાના બજેટથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમો સુધી બધું જ સામેલ છે. પહેલી તારીખથી દેશમાં ફરી એકવાર LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થયો છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરીને રાહત આપી છે. રાજધાની દિલ્હીમાં, 19 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં 31 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ આવા 5 મોટા ફેરફારો વિશે.

LPGના ભાવમાં ઘટાડો

દેશમાં ફરીથી LPGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં આજથી સિલિન્ડર 30 રૂપિયા સસ્તું થઈ ગયું છે. દિલ્હી LPGની કિંમતની વાત કરીએ તો તેની કિંમત 1676 રૂપિયાથી ઘટાડીને 1646 રૂપિયા કરવામાં આવી છે. આ સિવાય કોલકાતામાં તે 1787 રૂપિયાના બદલે 1756 રૂપિયામાં મળશે. ચેન્નાઈમાં આજથી કોમર્શિયલ સિલિન્ડર 1840.50 રૂપિયાના બદલે 1809.50 રૂપિયામાં મળશે જો મુંબઈની વાત કરીએ તો તેની કિંમત 1598 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 1629 રૂપિયામાં મળતી હતી.

ક્રેડિટ કાર્ડની ચુકવણી

જો તમે ક્રેડિટ કાર્ડ વાપરતા હોવ તો આજથી આ નિયમમાં પણ ફેરફાર કરાયો છે. મહિનાના પ્રથમ દિવસે ક્રેડિટ કાર્ડ પેમેન્ટ સાથે સંકળાયેલ ફેરફાર લાગુ થવા જઈ રહ્યા છે. આ માટે થોડું પેમેન્ટ પ્લેટફોર્મથી બિલ પેમેન્ટની સમસ્યા આવી શકે છે. આ પ્લેટફોર્મમાં ક્રેડ, ફોન-પે જેવા સામેલ છે. આરબીઆઈના નવા નિયમ પ્રમાણે પહેલી જુલાઈ એટલે કે આજથી તમામ ક્રેડિટ કાર્ડ બિલ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે બીબીપીએસથી કરાશે. ત્યારબાદ તમામ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમના માધ્યમથી બિલિંગ કરાશે.

 સીમકાર્ડ પોર્ટ નિયમ

ટ્રાય તરફથી સુરક્ષાને ધ્યાનમાં જોતા ઘણા ફેરફાર કરાયા છે. અત્યાર સુધી એકવાર ફરી સિમકાર્ડ સાથે સંકળાયેલ નિયમ બદલાયો છે. આજથી આ નવો નિયમ લાગુ થયો છે. ટ્રાયે મોાઈલ પોર્ટેબિલિટી નિયમમાં ફેરફાર કર્યા છે. સિમ સ્વેપ ફ્રોડથી બચવા આ નિયમને અમલમાં મૂક્યો છે. આ નિયમ પ્રમાણે સિમકાર્ડ ચોરી અથવા ડેમેજ થવાની સ્થિતિમાં થોડી વાટ જોવી જોઈે. પહેલા સિમકાર્ડ ચોરી કે નુકસાન થાય તો તરત સ્ટોરથી તરત નવું સિમ મળી જતું પરંતુ નવા નિયમ પ્રમાણે હવે આનો લોકિંગ પીરિયડ વધારી દેવાયો છે. હવે યુઝર્સને સાત દિવસ સુધી વાટ જોવી પડશે.

મોબાઈલ પર વાત કરવી મોંઘી પડશે

જુલાઈ મહિનામાં લાગુ થતા ફેરફારમાં મોબાઈલ ફોન સાથે સંકળાયેલી છે. રિલાયન્સ જિયોથી લઈ એરટેલ અને વોડાફોન સુધીએ પોતાના ટેરિફ પ્લાન મોંઘાં કરી દીધા છે. આ નવા પ્લાન ત્રીજી-ચોથી જુલાઈથી લાગુ થઈ જશે.

બેંકો 12 દિવસ નહિ ખુલે

Bank Holiday

જુલાઈ મહિલામાં બેંક હોલિ-ડેની યાદી આરબીઆઈએ બહાર પાડી છે. જેથી આ મહિનામાં 12 દિવસ બેંક બંધ રહેશે. આ જુદાજુદા રાજ્યોમાં થતા આયોજનના આધારે અલગ-અલગ રજાની ગણતરી થશે.

આ પણ  વાંચો  – LPG cylinder price: મોદી સરકારની ગૃહિણીઓ માટે મોટી ભેટ

આ પણ  વાંચો  Global Market: વૈશ્વિક બજારમાં ભારતની સ્થિતિ બદલાઈ,જાણો કયા સ્થાન પર

આ પણ  વાંચો  – JIO બાદ હવે Airtel યુઝર્સને લાગ્યો મોટો ઝટકો, તમામ રિચાર્જ પ્લાન કર્યા મોંઘા

Whatsapp share
facebook twitter