+

Kamala Harris :ડિમેન્શિયાથી પીડિત છે જો બાયડન, કમલા હેરિસ લઇ શકે છે તેમનું સ્થાન’: અમેરિકન પત્રકારનો મોટો દાવો

kamala harris : અમેરિકામાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજવા જઈ રહી છે તે પહેલા અમેરિકન રાજકીય વિવેચક અને લેખક ટકર કાર્લસને દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ જો બાયડનને ડિમેન્શિયા છે…

kamala harris : અમેરિકામાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજવા જઈ રહી છે તે પહેલા અમેરિકન રાજકીય વિવેચક અને લેખક ટકર કાર્લસને દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ જો બાયડનને ડિમેન્શિયા છે અને મુખ્ય પ્રવાહના મીડિયા પર આ હકીકત દેશથી છુપાવવાનો આરોપ લગાવ્યો છે. ભૂતપૂર્વ ફોક્સ ન્યૂઝ હોસ્ટે એવો પણ દાવો કર્યો હતો કે ડેમોક્રેટ્સ ટૂંક સમયમાં જ બાયડનની જગ્યાએ કમલા હેરિસને (kamala harris)પ્રમુખ બનાવી શકે છે. કાર્લસનનો દાવો 27 જૂનના રોજ એટલાન્ટામાં યોજાયેલી પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટના થોડા દિવસો બાદ આવ્યો છે. જેમાં જો બાયડનનું પ્રદર્શન મોટાભાગના ડેમોક્રેટ્સ માટે આઘાતજનક હતું.

 

બાયડનને ડિમેન્શિયા છે : કાર્લસન

રિપોર્ટ અનુસાર, સિડનીના ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે 4,000 ચાહકોની સામે બોલતા, ટકર કાર્લસને જણાવ્યું હતું કે, ‘સીએનએન પત્રકાર તરીકે આવેલા કેટલાક ડેમોક્રેટ કાર્યકરોએ એ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો કે જો બાયડનને ડિમેન્શિયા છે. કાર્લસને કહ્યું કે અમેરિકન મીડિયાનું એવું વર્તન જાણે કે તેમને આ વિશે હમણાં જ ખબર પડી હોય તે આઘાતજનક છે. તેમણે કહ્યું કે જો બાયડન ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની રેસમાં આગળ વધી શકશે નહીં.

સીએનએન સહિત અન્ય મીડિયા આઉટલેટ્સની ટીકા કરતા ટકર કાર્લસને કહ્યું, કે કાં તો તેઓ ખરેખર મૂર્ખ છે… અથવા તેઓ જૂઠા છે, તેઓ ખરેખર અપ્રમાણિક છે, તેઓ તમારાથી સ્પષ્ટ વસ્તુઓ છુપાવી રહ્યાં છે.’ તેમણે દાવો કર્યો હતો કે ઘણા અગ્રણી ડેમોક્રેટિક નેતાઓએ સૂચવ્યું છે કે રાષ્ટ્રપતિ જો બાયડન માનસિક રીતે અસ્થિર છે અને તેમને (kamala harris) રાષ્ટ્રપતિની રેસમાંથી દૂર કરી શકાય છે. કાર્લસન આને ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પક્ષો માટે એક મહત્ત્વપૂર્ણ ક્ષણ તરીકે જુએ છે, ખાસ કરીને 11 જુલાઈના રોજ હશ મની કેસમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર કોર્ટના નિર્ણયને જોતાં.

હું નિશ્ચિતપણે કહું છું કે બાયડનનું કામ થઈ ગયું છે: કાર્લસન

ટકર કાર્લસને X પર એક પોસ્ટમાં કહ્યું, ‘હું નિશ્ચિતપણે કહી શકું છું કે જો બાયડનનું કામ થઈ ગયું છે. ડેમોક્રેટિક પાર્ટીના ઘણા અગ્રણી નેતાઓએ સૂચવ્યું છે કે તેમનું માનસિક સંતુલન સારું નથી. તેમને દૂર કરવા પડશે, અને તેઓ આમ કરશે. એકમાત્ર પ્રશ્ન એ છે કે ક્યારે. જો તેઓ સમજદાર હશે તો તેઓ આ નિર્ણય બહુ જલ્દી લેશે. જો કમલા ઉમેદવાર બને છે તો તે પ્રથમ રાષ્ટ્રપતિ બની શકે છે. હવે ફોકસ ટ્રમ્પ અને 11મી જુલાઈના રોજ તેમની સજા અંગેના નિર્ણય પર રહેશે. X પરની તેમની પોસ્ટમાં, કાર્લસને એવો પણ દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની જો બાયડનને ટેકો આપતી પોસ્ટ કપટપૂર્ણ હતી.

ટ્રમ્પ માત્ર રિપબ્લિકન ઉમેદવાર નથી:કાર્લસન

કાર્લસને એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ટ્રમ્પને હવે માત્ર રિપબ્લિકન ઉમેદવાર તરીકે નહીં.પરંતુ સંભવિત પ્રમુખ તરીકે જોવામાં આવે છે.આ સમયે, ટ્રમ્પ માત્ર રિપબ્લિકન ઉમેદવાર નથી, પરંતુ અસરકારક રીતે સંભવિત પ્રમુખ છે. જો તમે તેમને જેલમાં ધકેલી દેવાના છો, તો તે ખૂબ જ ગંભીર અપરાધ માટે જ થવું જોઈએ અને દરેક વ્યક્તિ સંમત થાય છે કે તેઓએ આ ગુનો કર્યો છે. તેણે લખ્યું. નહિંતર, તમે સિસ્ટમને સંપૂર્ણપણે અને કાયમ માટે નાશ કરવાનું જોખમ લેશો. ‘ડેમોક્રેટ્સે પીછેહઠ કરવાની જરૂર છે.

ઓબામા લોકોને કહે છે કે બાયડન જીતી શકશે નહીં: કાર્લસન

ટકર કાર્લસને કહ્યું, ‘વ્યક્તિગત રીતે, ઓબામા લોકોને કહી રહ્યા છે કે બાયડન જીતી શકશે નહીં, અને તેથી તેઓ ખુલ્લા સંમેલનની તરફેણમાં છે. બરાક ઓબામા એ કહેશે નહીં કે તેઓ કોને ટેકો આપે છે. ઓબામા અને બાયડન વચ્ચેના સંબંધો ક્યારેય સૌહાર્દપૂર્ણ રહ્યા નથી. એક સમયે બંને એકબીજાની ટીકા કરતા રહ્યા છે. અમેરિકામાં આ વર્ષના અંતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવાર તરીકે માનવામાં આવી રહ્યા છે.

આ પણ  વાંચો  નહીં સાંભળી હોય આવી વાત; રોબોટે કર્યો આપઘાત!

આ પણ  વાંચો  Nepal Buddha Boy: નેપાળના બુદ્ધ બોયને યૌન શોષણ કરવા બદલ 10 વર્ષની સજા ફટકારવામાં આવી

આ પણ  વાંચો  – U.S.Presidential Election-ભારતીય મૂળના ડો.સંપતની મહત્વની ભૂમિકા

Whatsapp share
facebook twitter