+

તમામ ભારતીયો કીવમાંથી નિકળી ગયા, આગામી 3 દિવસમાં 26 ફ્લાઇટ વિદ્યાર્થીઓને લેવા જશે

જે રીતે રશિયા દ્વારા યુક્રેન પર હુમલાઓ વધરે ઝડપી અને ઘાતક બનાવ્યા છે. તે જોતા આખી દુનિયા ચિંતિત છે. દુનિયાના અનેક દેશોને યુકરેનમાં ફસાયેલા પોતાના નાગરિકોની ચિંતા છે. જેમાં ભારતનો સમાવેશ પણ થાય છે. ભારત દ્વારા યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બચાવવા માટે ઓપરેશન ગંગા શરુ કરાયું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં સેંકડો વદ્યાર્થીઓને ભારત પરત લાવવામાં આવ્યા છે. જો કે હજ
જે રીતે રશિયા દ્વારા યુક્રેન પર હુમલાઓ વધરે ઝડપી અને ઘાતક બનાવ્યા છે. તે જોતા આખી દુનિયા ચિંતિત છે. દુનિયાના અનેક દેશોને યુકરેનમાં ફસાયેલા પોતાના નાગરિકોની ચિંતા છે. જેમાં ભારતનો સમાવેશ પણ થાય છે. ભારત દ્વારા યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બચાવવા માટે ઓપરેશન ગંગા શરુ કરાયું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં સેંકડો વદ્યાર્થીઓને ભારત પરત લાવવામાં આવ્યા છે. જો કે હજુ પણ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે.  તેમાં પણ મંગળવારે ખારકીવમાં એક ભારતીય નાગરિકના મોત બાદ ચિંતામાં વધરો થયો છે. 
તેવામાં મંગળવારે સાંજે વડાપ્રધાન નરન્દ્ર મોદી દ્વારા આ અંગે  ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિદેશ સચિચવ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં યુક્રેન સંકટ તથા ભારતના ઓપરેશન ગંગા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જે અનુંસાર ઓપરેશન ગંગાને વધારે ઝડપી બનાવવામાં આવ્યું છે. સાથે જ ભાારતીય વાયુસેનાને પણ તેમાં જોડવામાં આવી છે.
યુક્રેનની રાજધાની કીવમાં હવે કોઇ ભાારતીય નહીં
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃગલાએ કહ્યું કે આપણા તમામ નાગરિકો કીવ છોડી દીધું છે. અમારી પાસે જે જાાણકારી છે તે પ્રમાણે કીવમાં હવે એક પણ આપણો નાગરિક નથી. ત્યાંથી કોઇએ અમારો સંપર્ક નથી કર્યો.  તેમણે આગળ કહ્યું કે અમે જ્યારે પહેલી એડ્વાઇઝરી જાહેર કરી હતી તે સમયે યુક્રેનમાં લગભગ 20,000 ભારતીય વિદ્યાર્થી હતા. ત્યારથી લઇને અત્યાર સુધીમાં લગભગ 12,000 વિદ્યાર્થીઓ યુક્રેન છોડી ચુક્યા છે. બાકી બચ્યા 40% વિદ્યાર્થીઓ, જેમાંથી અડધા સંઘર્ષ ક્ષેત્રમાં છે અને બાકીના અડધા યુક્રેનની પશ્ચિમી સરહદ પર છે અથવા તો આગળ વધી રહ્યા છે.
આગામી ત્રણ દિવસમાં 26 ફ્લાઇટ વિદ્યાર્થીઓને લેવા જશે
વિદેશ સચિવે કહ્યું કે યુક્રેનના ખારકીવ, સુમી અને અન્ય સંઘર્ષ ક્ષેત્રોની સ્થિતિના કારણે અમે ખૂબ ચિંતિત છીએ. આગામી ત્રણ દિવસોમાં ભારતીય નાગરિકોને પરત લાવવા માટે 26 ફ્લાઇટ ઉડાન ભરશે.  આ સિવાય 28 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધીમાં યુક્રેનમાં ફસાાયેલા લોકોને પરત લાવવા માટે કુલ 48 ફ્લાાિટનું શિડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે. 
બુખારેસ્ટમાં કુલ 29 ફ્લાઈટ્સ જશે. જેમાં 13 એર ઇન્ડિયાની, 8 એર ઇન્ડિયા એક્સપ્રેસની, 5 ઇન્ડિગોની, 2 સ્પાઇસજેટની અને એક ભારતીય એરફોર્સનું એરક્રાફ્ટ હશે. તો બુડાપસ્ટમાં 10 ફ્લાઇટ્સ જશે. જમાં 7 ઇન્ડિગોની, 2 એરઇન્ડિયા અને એક સ્પાઇસ જેટની ફ્લાઈટ થશે. જ્યારે પોલેન્ડમાં ઈન્ડિગોની 6 ફ્લાઈટ અને કોસીસમાં સ્પાઈસ જેટની એક ફ્લાઈટ જશે. 
વાયુસેનાનું વમાન સવાારે ચાર વગે ઉડાન ભરશે
ઓપરેશન ગંગા અંતરગ્ત ભારતીયોને પરત લાવવાના અભિયાનમાં હવે ભાારતીય વાયુસેનાને પણ સામેલ કરવામાં આવી છે. જે અંતર્ગત વાયુસેનાનું સી-17 એરક્રાફ્ટ રોમાનિયા જશે અને ત્યાંથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવશે. જેના માટે આજે વહેલી સવારે ચાર વાગે આ વિમાન ઉડાન ભરશે તેવી માહિતિ મળી રહી છે.
Whatsapp share
facebook twitter