+

ICC WTC માં રમશે અજિક્ય રહાણે, જાણો કોણે મુશ્કેલ સમયમાં આપ્યો સાથ

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની બીજી સિઝનની ફાઈનલ શરૂ થવામાં હવે માત્ર ચાર દિવસ બાકી છે. આ શાનદાર મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે 7 થી 11…

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની બીજી સિઝનની ફાઈનલ શરૂ થવામાં હવે માત્ર ચાર દિવસ બાકી છે. આ શાનદાર મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે 7 થી 11 જૂન દરમિયાન લંડનના ધ ઓવલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ જીતવા માટે બંને ટીમ પ્રેક્ટિસ સેશનમાં ઘણો પરસેવો પાડી રહી છે. લગભગ દોઢ વર્ષ બાદ ટીમ ઈન્ડિયા (Team India) માં વાપસી કરનાર અજિંક્ય રહાણે (Ajinkya Rahane) પણ ઘણી પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ મેચમાં રહાણેના પ્રદર્શન પર તમામની નજર રહેશે. રહાણેએ IPL 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માટે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. આ મેચમાં પણ તેની પાસેથી કેટલીક એવી જ અપેક્ષાઓ છે.

ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો Ajinkya Rahane

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 7 જૂન 2023થી ઈંગ્લેન્ડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે રમાવા જઈ રહી છે. અનુભવી ખેલાડી અજિંક્ય રહાણે ટાઈટલ મેચ માટે જાહેર કરાયેલી ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. રહાણેએ ટીમ માટે ઘણી મેચ રમી છે. આ કમબેક પર તે ખૂબ જ ખુશ છે. BCCIએ હાલમાં જ તેનો એક વીડિયો શેર કર્યો છે. જણાવી દઇએ કે, શ્રેયસ અય્યરને પીઠની ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો હતો. તેના સ્થાને અનુભવી અજિંક્ય રહાણેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. અજિંક્ય રહાણેએ ટીમ ઈન્ડિયામાં સામેલ થયા બાદ પરત ફરવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

મુશ્કેલ સમયમાં મારા પરિવારે મારો સાથ આપ્યો : Ajinkya Rahane

રહાણેએ કહ્યું કે લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરવી ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. લગભગ 19 મહિનાથી ટીમ ઈન્ડિયાની બહાર રહેલા રહાણેએ ઘરેલુ ક્રિકેટમાં જોરદાર રન બનાવ્યા હતા. તેમાં તેણે સદી પણ ફટકારી હતી. સ્થાનિક બાદ તેને IPL 2023માં CSK તરફથી રમવાની તક મળી. જેને તેણે બંને હાથે સ્વીકારી અને પોતાના દમદાર પ્રદર્શનથી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. આવી સ્થિતિમાં જ્યારે ઈજાગ્રસ્ત શ્રેયસ અય્યરના સ્થાને પસંદગીની વાત આવી ત્યારે પસંદગીકારોએ રહાણે પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હવે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં મિડલ ઓર્ડરમાં રમશે. અજિંક્ય રહાણેએ BCCI દ્વારા જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં કહ્યું કે, ‘ટીમ ઈન્ડિયામાં ફરી પાછા ફરવું મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. આ મુશ્કેલ સમયમાં મારા પરિવારે મારો સાથ આપ્યો. મારું સપનું આજે પણ ભારત માટે રમવાનું છે.

રોહિત શર્મા સારો કેપ્ટન છે – રહાણે

અજિંક્ય રહાણેએ આ વીડિયોમાં તેના મિત્ર અને ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની પ્રશંસા કરી છે. તેણે કહ્યું કે, ‘રોહિતે ટીમની કેપ્ટનશિપની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી છે. દરેક જણ યોગદાન આપી રહ્યું છે અને અમે દરેક ફોર્મેટમાં સતત પ્રદર્શન કરી રહ્યા છીએ. રોહિત અને રાહુલ ભાઈ ટીમને સારી રીતે સંભાળી રહ્યા છે.

આ પણ વાંચો – ધોનીના આ જબરા ફેને સ્ટેમ્પની મદદથી બનાવ્યો માહીનો સુંદર ફોટો, Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter