+

અજય દેવગન અને સુર્યાને મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર, 68મો નેશનલ ફિલ્મ એવોર્ડ, જાણો કોને મળ્યો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો હંમેશા ભારતીય કલાકારો માટે ખાસ રહ્યાં છે, અને આજે દિલ્હીમાં 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી રહી છે, જેમાં દેશભરના કલાકારોનું સન્માન કરવામાં આવ્યું છે. દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટરમાં આયોજિત આ કાર્યક્રમમાં બેસ્ટ એક્ટરથી લઈને સિંગરને એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં સૌની નજર બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસના નામ પર રહેત
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો હંમેશા ભારતીય કલાકારો માટે ખાસ રહ્યાં છે, અને આજે દિલ્હીમાં 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી રહી છે, જેમાં દેશભરના કલાકારોનું સન્માન કરવામાં આવ્યું છે. દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટરમાં આયોજિત આ કાર્યક્રમમાં બેસ્ટ એક્ટરથી લઈને સિંગરને એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં સૌની નજર બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસના નામ પર રહેતી હોય છે, તો હવે આ નામ પણ સામે આવી ગયું છે. આ વર્ષે બે કલાકારોને આ એવોર્ડ મળ્યો છે. અજય દેવગન અને સાઉથ એક્ટર સુર્યાને બેસ્ટ એક્ટરનો 68મો નેશનલ એવોર્ડ મળ્યો છે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ઈજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે  28 એવોર્ડ ફિચર ફિલ્મ કેટેગરીમાં અપાયા છે જ્યારે  22 એવોર્ડ નોન ફિચર્સ કેટેગરીમાં અપાયા છે. જ્યારે એક ઓવોર્ડ બેસ્ટ ફિલ્મ રાઇટીંગ કેટેગરીમાં પણ અપાયો છે. આજે  68 નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરાઇ છે. આજે 68મા ફિલ્મ પુરસ્કારોની જાહેરાત  થઇ છે. અજય દેવગનને તેની ફિલ્મ ‘તાનાજી ધ અનસંગ’ વોરિયર માટે આ એવોર્ડ મળ્યો છે. અજય દેવગન માટે તેની આ ફિલ્મ ઘણી રીતે ખાસ છે. તે અભિનેતાની કારકિર્દીની 100મી ફિલ્મ હતી, જેમાં અજય દેવગણે મરાઠા અસ્મિતા બતાવી હતી. આ ફિલ્મમાં અજય દેવગણ બહાદુર સુબેદાર તાનાજી માલુસરેની ભૂમિકા ભજવે છે, જેઓ મરાઠા સામ્રાજ્ય પર ફરીથી કબજો કરવા માટે નિર્દય મુઘલ સરદાર ઉદયભાન સિંહ રાઠોડ (સૈફ અલી ખાન) સામે લડે છે. આ ફિલ્મે 250 કરોડથી વધુની કમાણી કરી હતી.
જેમાં શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ અભિનેત્રી સહિત સંપૂર્ણ વિજેતાઓ જાહેર કરાયા છે. જેમાં  વિશાલ ભારદ્વાજને શ્રેષ્ઠ સંગીત નિર્દેશનમાં એવોર્ડ મળ્યો છે. જ્યારે અજય દેવગનને તાન્હાજી માટે અને સુર્યાને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. મોસ્ટ ફિલ્મ-ફ્રેન્ડલી એવોર્ડ ઉત્તરાખંડ અને યુપીને આપવામાં આવ્યો છે. સાથે જ મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટનો એવોર્ડ મધ્યપ્રદેશને આપવામાં આવ્યો છે. 
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે સવારથી સોશિયલ મીડિયા પર નેશનલ ફિલ્મ એવોર્ડ માટે માત્ર બે જ નામની ચર્ચા થઈ રહી હતી. આમાં પહેલું નામ તમિલ ફિલ્મ ‘સૂરરાઈ પોટ્રુ’નું હતું અને બીજું નામ તમિલ અભિનેત્રી અપર્ણા બાલામુરલીનું હતું. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ચાહકોના દિલની વાત માની લાધી છે. મંત્રાલયે તમિલ અભિનેત્રી અપર્ણા બાલામુરલીને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપ્યો છે.

ફિલ્મ નિર્માતાઓ, અભિનેતાઓ, ટેકનિશિયનો, સંપાદકો અને ફિલ્મના નિર્માણ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. જો કે આ સમગ્ર  એવોર્ડ વિતરણ સમારોહ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરની હાજરીમાં કરવામાં આવશે. આ 68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત નેશનલ એવોર્ડ સેન્ટર, નવી દિલ્હી ખાતે યોજવામાં આવશે અને સાથે જ  સત્તાવાર યુટ્યુબ ચેનલ પર સમગ્ર કાર્યક્રમ લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે.
 જાણો કોને મળ્યાં એવોર્ડ 
શ્રેષ્ઠ અભિનેતાઃ સુર્યા માટે સૂરોરાય પોત્રુ અને તાનાજી માટે અજય દેવગન.
શ્રેષ્ઠ ફિલ્મઃ સોરોરાઈ પોત્રુ
શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ અયપ્પનમ કોશિયામને સાચી માટે 
શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ તાનાજીને હેલ્થી મનોરંજન પ્રદાન કરતી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
 
સર્વશ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ અપર્ણા બાલામુરલીને સૂરરાય પોત્રુ માટે મળ્યો
શ્રેષ્ઠ સહાયક અભિનેતા, બિજુ મેનનને અયપ્પનમ કોશિયામ માટે એવોર્ડ મળ્યો છે.
શ્રેષ્ઠ સંગીત: જીવી પ્રકાશ
સિનેમાના શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ ધ લોન્ગેસ્ટ કિસ કિશ્વર દેસાઈને આપવાની જાહેરાત 
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ
હીન્દી: તુલસીદાસ જુનિયર, મૃદુલ તુલસીદાસ
હરિયાણવી: દાદા લખમી, ડિરેક્ટર યશપાલ શર્મા
દિમાસા: સેમખોર, એમી બરુઆ, 
તુલુ: જીતગી  સંતોષ માડા
તેલુગુ: કલર ફોટો, અંગીરેકુલા સંદીપ રાજ
તમિલ: શિવરંજિનિયમ ઈન્મી સિલા પેંગલમ, વસંત એસ સાઈ
મલયાલમ: થિંકલાકઝા નિશ્યમ, પ્રસન્ન સત્યનાથ હેગડે
મરાઠી: ઘોષ્ટા એકા પેઠાનિચિ, શાંતનુ
બંગાળી: અવિજાત્રિકિ, શુભરાજિત મિત્ર
આસામી: બ્રિજ, કૃપાલ કલિતા.
બેસ્ટ લિરિક્સઃ સાઈના, મનોજ મુન્તશીર
શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગર, નચમ્મા, એકે અયપમ કોશિયામ
શ્રેષ્ઠ  મેલ ગાયક, રાહુલ દેશપાંડે, મીવસંતરાવ ફિલ્મ
શ્રેષ્ઠ સંગીત નિર્દેશન વિશાલ ભારદ્વાજને નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
નોન ફીચર ફિલ્મ
આરવી રામાણીને ફિલ્મ ઓહ ધેટસ ભાનુ માટે બેસ્ટ નોન ફીચર ફિલ્મમાં બેસ્ટ ડિરેક્શનનો એવોર્ડ મળ્યો છે.
કૌટુંબિક મૂલ્યો પર શ્રેષ્ઠ ફિલ્મ: કુમકુમારચન, અભિજીત અરવિંદ દલવિક
શ્રેષ્ઠ દિગ્દર્શન: ઓહ ધેટસ ભાનુ, આરવી રામાણી
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીઃ સબદીકુન્ના કલપ્પા, નિખિલ એસ પ્રવીણ
શ્રેષ્ઠ ઓડિયોગ્રાફીઃ પર્લ ઓફ ધ ડેઝર્ટ, અજીત સિંહ રાઠોડ
બેસ્ટ નરેશન વોઈસઓવર: રેપ્સોડી ઓફ રેન્સ – કેરળ મોનસૂન, શોભા થરૂર શ્રીનિવાસન
શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શન: 1232 કિમી – મરેંગે તો વહી જાર, વિશાલ ભારદ્વાજ
બેસ્ટ એડિટિંગઃ બોર્ડરલેન્ડ્સ, આડી અથાલી
લોકેશન સાઉન્ડ : જાદુઈ જંગલ, સંદીપ ભાટી અને પ્રદીપ લખવાર
સૌથી વધુ ફિલ્મ ફ્રેન્ડલી રાજ્ય: મધ્યપ્રદેશ
Whatsapp share
facebook twitter