+

દેશભરના દર્દીઓ માટે AIIMSમાં શરૂ થશે ટેલિમેડિસિન સુવિધા

AIIMSને ટેલિ મેડિસીન સાથે જોડાશેદેશભરના અન્ય રાજ્યોમાંથી AIIMSમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે સારા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ટેલિમેડિસિન મારફતે નજીકના રાજ્યોની જિલ્લા હોસ્પિટલોને AIIMS સાથે જોડવાનો નિર્ણય લીધો છે.સ્વાસ્થ્ય મંત્રીએ AIIMSના વડાઓ સાથે યોજી બેઠકકેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે AIIMS ખાતે તમામ વિભાગોના વડાઓની બેઠક બાદ આ નિર્ણય લીધો હàª
AIIMSને ટેલિ મેડિસીન સાથે જોડાશે
દેશભરના અન્ય રાજ્યોમાંથી AIIMSમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે સારા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ટેલિમેડિસિન મારફતે નજીકના રાજ્યોની જિલ્લા હોસ્પિટલોને AIIMS સાથે જોડવાનો નિર્ણય લીધો છે.
સ્વાસ્થ્ય મંત્રીએ AIIMSના વડાઓ સાથે યોજી બેઠક
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે AIIMS ખાતે તમામ વિભાગોના વડાઓની બેઠક બાદ આ નિર્ણય લીધો હતો. જેનો ઉદ્દેશ્ય દૂર-દૂરના વિસ્તારોમાંથી AIIMSની ભીડ દૂર કરવાનો છે, જેઓ અહીં સામાન્ય બિમારીઓની સારવાર માટે આવે છે, જ્યારે તેમની સારવાર જિલ્લા હોસ્પિટલોમાં થઈ શકે છે. આ સુવિધા હેઠળ હેલ્પલાઈન નંબર જાહેર  કરવામાં આવશે.

જો દર્દી સામાન્ય બિમારીઓથી પીડિત હોય તો, AIIMS તેમને જિલ્લા હોસ્પિટલોમાં જવા માટે કહેશે. જો કોઈ નિષ્ણાતનો અભિપ્રાય લેવાનો હોય તો એઈમ્સના નિષ્ણાતો પણ જિલ્લા હોસ્પિટલોના ડૉક્ટરોને સારવારની  પધ્ધતિ જણાવી શકશે અને જરૂર પડશે તો જ એઈમ્સને બોલાવવામાં આવશે.

બ્લડ ટેસ્ટના સેમ્પલ જમા કરાવનારને રાહત 

આરોગ્ય મંત્રીએ બ્લડ ટેસ્ટ માટે લાઈનોમાં ઉભા રહેલા દર્દીઓને રાહત આપી છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, સપ્ટેમ્બરથી એઈમ્સમાં બ્લડ ટેસ્ટ માટે સેમ્પલ આપવાનો સમય વધારીને સાડા પાંચ કલાક કરવામાં આવ્યો હતો. હવે તેને લગભગ ત્રણ કલાક લંબાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. જ્યારે નવી દરખાસ્ત લાગુ કરવામાં આવશે, ત્યારે દર્દીઓ સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી લોહીના નમૂના આપી શકશે.

ફોન પર સમસ્યા જાણીને સલાહ આપવામાં આવશે
AIIMSમાં ટેલિમેડિસિન સુવિધા શરૂ થવા જઈ રહી છે. જેમા નિષ્ણાતો તેમના વતી AIIMSમાં આવતા લોકોની સમસ્યાઓ જાણશે અને યોગ્ય સલાહ આપશે.

નંબર જાહેર કરવામાં આવશે
AIIMS હેલ્પલાઇન નંબર જાહેર કરશે. જેમા વીડિયો કોલની સુવિધા પણ હશે. તેને રાજ્યોની જિલ્લા હોસ્પિટલો સાથે જોડવામાં આવશે. AIIMSમાં આવતા પહેલા વ્યક્તિ તેના પર કોલ કરીને પોતાની સમસ્યા જણાવી શકશે.

સ્થિતિ તપાસવામાં આવશે

નિષ્ણાત દર્દીની સ્થિતિ જોઈને દર્દીને દિલ્હી બોલાવશે અથવા તેને જિલ્લા હોસ્પિટલમાં મોકલશે. જો જિલ્લા હોસ્પિટલમાં દર્દીની સારવાર કરવી શક્ય હોય તો તેને આટલા દૂર બોલાવવાને બદલે ત્યાં જ સારવાર કરાવવામાં આવશે.

સલાહ આપશે

એઈમ્સના નિષ્ણાતો દર્દીના કેસ પર જિલ્લા હોસ્પિટલના ડૉક્ટરોને સલાહ આપશે. જો દર્દી વધુ ગંભીર હોય અને ત્યાં તેનો ઈલાજ ન થઈ શકે, તો તેને એઈમ્સ અથવા અન્ય હોસ્પિટલમાં મોકલવામાં આવશે.
Whatsapp share
facebook twitter