Harsh Sanghvi : નવસારીમાં યોજાયેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના ભવ્ય રોડ શોમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghvi) એ કહ્યું કે આ ચૂંટણી સામાન્ય નથી. મોદીજી અને દેશના નાગરીકો વચ્ચેના સંબંધની ચૂંટણી છે અને સામે કોંગ્રેસના જૂઠ્ઠાણાંની ચૂંટણી છે.
સી.આર.પાટીલે વર્ષોથી આ વિસ્તારમાં કામ કર્યું છે
નવસારીમાં આજે સી.આર.પાટીલની ભવ્ય અને વિશાળ રેલી યોજાઇ હતી જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા. રેલીમાં હાજર ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સાથે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડો.વિવેક કુમાર ભટ્ટે એક્સકલ્યુઝિવ ઇન્ટરવ્યું લીધો હતો. ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં હર્ષ સંઘવીએ કહ્યું કે આ માહોલ તમે જોઇ શકો છો. અમારા ઉમેદવાર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વર્ષોથી આ વિસ્તારમાં કામ કર્યું છે. ગરીબો અને મહિલાઓ બધા જ માટે નાની મોટી સમસ્યામાં સાથે ઉભા છે. આ પ્રેમ ભાજપ માટે, મોદીજી માટે અને સીઆરપાટીલજી માટે છે. તમે જોઇ શકો છો કે આ વિસ્તારના લોકો અને વડીલો હજારોની સંખ્યામાં અહી હાજર રહ્યા છે. તેમને આવકાર મળી રહ્યો છે.
સૌથી વધુ લાભાર્થી નવસારી લોકસભા વિસ્તારમાં
તેમણે કહ્યું કે આ વિસ્તારમાં બધી જ યોજના લોકો સુધી પહોંચાડવા સાંસદ સી.આર.પાટીલ દ્વારા સતત પ્રયાસ રહ્યા છે. સૌથી વધુ લાભાર્થી નવસારી લોકસભા વિસ્તારમાં છે.
કોંગ્રેસ માત્ર સવાર અને સાંજે નીકળે છે
રેલી વિશે જણાવતાં તેમણે કહ્યું કે આ રેલી નહી પણ રેલો છે. કોંગ્રેસ આરામમાં છે. કોંગ્રેસ માત્ર સવાર અને સાંજે અડધો કલાક જ બહાર પ્રચાર માટે નીકળે છે. અમે તડકામાં પણ નીકળીએ છે. અમે ગરમીમાં તપનારા માણસો છીએ.
નાગરીકો અને મોદીજી વચ્ચેના સંબંધની ચૂંટણી
રામ મંદિરના નામે મત માગવા નિકળ્યા છો તેવો આરોપ છે, તેવા સવાલનો જવાબ આપતાં હર્ષ સંઘવીએ કહ્યું કે રામ મંદિર એ મારી તમારી પ્રત્યેક ભારતવાસીની આસ્થા છે. કોંગ્રેસીઓએ આ આસ્થાને ઠેસ પહોંચાડવાનો એક પણ મોકો છોડ્યો નથી. પ્રાણ પ્રતિષ્ઠાને નકારી હતી. અમે ભગવાન રામચન્દ્રજીના ચરણોમાં જે સપનું જોયું હતું તે આજે પુરુ થયું છે. મોદીજીએ આ સપનું પુરુ કર્યું છે. આપે દેશના કરોડો લોકોની ઇચ્છા પૂરી કરી છે. મોદીજી માટે દેશના લોકોએ સંકલ્પ કર્યો છે કે દેશહિતમાં મોદીજીનું 3.0 શાસન આવી રહ્યું છે. ગામે ગામ દેશભક્તો ચૂંટણી લડી રહ્યા છે. આ સામાન્ય ચૂંટણી નથી. નાગરીકો અને મોદીજી વચ્ચેના સંબંધની ચૂંટણી અને કોંગ્રેસના જૂઠ્ઠાંણાની ચૂંટણી છે.
કોંગ્રેસના જૂઠ્ઠાણાને જોવું જોઇએ
400 પારના નારા વિશે હર્ષ સંઘવીએ કહ્યું કે આ નારો લોકોએ આપ્યો છે. દેશના ખુણે ખુણે આ નારો પહોંચ્યો છે. બધા જ આ નારો લઇને નિકળી રહ્યા છે. પહેલીવાર મત આપનારાને સંદેશો આપતાં તેમણે કહ્યું કે પ્રત્યેકે મત આપવો જોઇએ અને 10 વર્ષના મોદીજીના શાસનને જોવું જોઇએ અને કોંગ્રેસના જૂઠ્ઠાણાને જોવું જોઇએ.
આ પણ વાંચો—– Amit Shah EXCLUSIVE Conversation: ક્ષત્રિય આંદોલન પર પહેલીવાર અમિત શાહે તોડ્યુ મૌન
આ પણ વાંચો—-– Daman : દમણની જાહેરસભામાં અમિત શાહે કર્યો હૂંકાર….