Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

AHMEDABAD : શહેરમાં મોટાપાયે 1740 પોલીસ કર્મચારીઓની કરાઈ બદલી, વાંચો અહેવાલ

07:55 PM Jul 20, 2024 | Harsh Bhatt
  • શહેરમા મોટાપાયે કોન્સ્ટેબલની થઈ બદલી
  • શહેરમા 1740 બિન હથિયારી પોલીસ કર્મચારીઓની બદલી
  • જાહેર હિતમા તમામ 1740 પોલીસ કર્મચારીઓની બદલી કરવામા આવી
  • છેલ્લા 3 દિવસથી બદલીને લઈ ચાલતી હતી બેઠકો

અમદાવાદ પોલીસમાંથી હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસમાં મોટા પાયે બદલીનો દોર શરૂ થયો છે. અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે. શહેરમાં 1740 બિન હથિયારી પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત.

કુલ 1740 બિન હથિયારી પોલીસ કર્મચારીઓની બદલી કરાઇ

અમદાવાદ શહેરમાં 1700 થી પણ વધુ કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે . અમદાવાદ શહેરમાં કુલ 1740 બિન હથિયારી પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 દિવસથી બદલીને લઈને બેઠકો ચાલી રહી હતી. આખરે હવે બિન હથિયારી પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. જાહેર હિતમા તમામ 1740 પોલીસ કર્મચારીઓની બદલી કરવામા આવી છે.

અગાઉ શહેરમાંથી 27 PI ની બદલી કરાઇ હતી

અગાઉ અમદાવાદ ગ્રામ્યમાંથી 27 PI ની બદલી કરવામાં આવી હતી. ઉપરાંત, PSI ની પણ એક સાથે બદલીઓ કરવામાં આવી હતી. આ બદલીઓમાં મુખ્ય 3 બદલીઓમાં PI ને પોલીસ સ્ટેશનની વધારાની જવાબદારી સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો : Gandhinagar : મંત્રી રૂપિયા લઈને આપતા સરકારી નોકરી ? PA સામે ઠાકોર સમાજનાં ગંભીર આક્ષેપ