+

અમદાવાદની પ્રતિષ્ઠિત એચ.બી.કાપડિયા સ્કૂલ નહીં થાય બંધ

અમદાવાદના શાહીબાગ વિસ્તારની 66 વર્ષ જૂની એચ.બી. કાપડિયા સ્કૂલ બંધ થવાનો મામલે ભારે વિવાદ સ્કૂલના સંચાલકોએ નિર્ણય બદલીને સ્કૂલ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.  અમદાવાદમાં અનેક શાળાઓને લાગ્યા તાળા વર્ષ 2005થી અત્યાર સુધીની વાત કરીએ તો 1500 જેટલી શાળાઓને તાળા વાગી ચુક્યા છે. એક સમય હતો કે સરકારી ગ્રાન્ટેડ શાળાઓનો સૂરજ મધ્યાહને તપતો હતો પણ હવે ધીરેધીરે આ સૂરજ અસ્ત થઈ રહ્યો છે. સરકાર તરફથી à
અમદાવાદના શાહીબાગ વિસ્તારની 66 વર્ષ જૂની એચ.બી. કાપડિયા સ્કૂલ બંધ થવાનો મામલે ભારે વિવાદ સ્કૂલના સંચાલકોએ નિર્ણય બદલીને સ્કૂલ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.  
અમદાવાદમાં અનેક શાળાઓને લાગ્યા તાળા
 વર્ષ 2005થી અત્યાર સુધીની વાત કરીએ તો 1500 જેટલી શાળાઓને તાળા વાગી ચુક્યા છે. એક સમય હતો કે સરકારી ગ્રાન્ટેડ શાળાઓનો સૂરજ મધ્યાહને તપતો હતો પણ હવે ધીરેધીરે આ સૂરજ અસ્ત થઈ રહ્યો છે. સરકાર તરફથી મળતી ગ્રાન્ટ અને તેની સામે શાળાનો વધતો ખર્ચ. 
આ મુદ્દાને વિસ્તૃત સમજીએ તો ધોરણ 9 અને ધોરણ 10 એમ શાળાને વર્ગ દીઠ ગ્રાન્ટ 2500 એમ બે વર્ગની 5 હજાર એમ વર્ષે 60 હજાર ગ્રાન્ટ સરકાર તરફથી મળે છે. જેની સામે શાળાઓનાં વાર્ષિક ખર્ચ જોવા જઈએ તો ઈન્ટરનેટ ખર્ચ 10હજાર રૂપિયા, વિધાર્થીનો પરીક્ષા ખર્ચ 20 હજાર રૂપિયા, કમ્પ્યુટર મેન્ટેનન્સ 10 હજાર, સફાઈ કામદાર પગાર 36 હજાર, ચોકીદાર પગાર 60 હજાર, CCTV કેમેરા મેન્ટેનન્સ 10 હજાર રૂપિયા આમ કુલ પ્રત્યક્ષ ખર્ચ 1.46 લાખ જેટલો થાય છે. આ ઉપરાંત શિક્ષકને સરકારી તાલીમમાં મોકલવાનો વાહન વ્યવહાર ખર્ચ, ટીએ, ડીએ ખર્ચ, શાળાઓમાં ઉત્સવોની ઉજવણી, રમત ગમત, વાલીઓની મીટીંગ જેવા પરોક્ષ ખર્ચ. આ ઉપરાંત આ તમામ માટે લાઈટ બિલ, કોર્પોરેશનના વેરા અને મકાન ભાડાના ખર્ચ મળી વર્ષે 4 લાખ જેટલો ખર્ચ થઈ જાય છે.
Whatsapp share
facebook twitter