+

Ahmedabad : વટવામાં પ્રજાનાં કરોડો રૂપિયા વેડફાઈ ગયા અને મેયરને ખબર જ નથી ? વિપક્ષનો વિરોધ

અમદાવાદનાં વટવામાં આવાસ તોડવા મુદ્દે મેયર અજાણ! મેયર પ્રતિભા જૈન જવાબદારી સ્વીકારવાને બદલે ભાગ્યા દાણાપીઠમાં AMC કચેરી ખાતે વિપક્ષ દ્વારા ઊગ્ર વિરોધ અમદાવાદનાં (Ahmedabad) વટવા વિસ્તારમાં 15 વર્ષ પહેલા રૂ.180…
  1. અમદાવાદનાં વટવામાં આવાસ તોડવા મુદ્દે મેયર અજાણ!
  2. મેયર પ્રતિભા જૈન જવાબદારી સ્વીકારવાને બદલે ભાગ્યા
  3. દાણાપીઠમાં AMC કચેરી ખાતે વિપક્ષ દ્વારા ઊગ્ર વિરોધ

અમદાવાદનાં (Ahmedabad) વટવા વિસ્તારમાં 15 વર્ષ પહેલા રૂ.180 કરોડનાં ખર્ચે EWS આવાસ બનાવવામાં આવ્યા હતા. પરંતુ, વર્ષો સુધી તેની ફાળવણી ના થતાં આવાસ જર્જરિત બન્યા હતા. આવાસોને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તોડવામાં આવ્યા છે. આ મામલે વિપક્ષ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જ્યારે, શહેરનાં પ્રથમ નાગરિક એવા મેયરને આ અંગે કોઈ માહિતી ના હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો – Ahmedabad : આખરે કોના પાપે પ્રજાનાં રૂ.180 કરોડ ધૂળધાણી થયાં ? 15 વર્ષ પહેલા બનેલા ગરીબ આવાસ તોડી પડાશે!

વટવામાં આવાસ તોડવા મુદ્દે મેયર બિલુકલ અજાણ !

અમદાવાદનાં વટવા (Vatva) વિસ્તારમાં પ્રજાનાં રૂ. 180 કરોડ ત્યારે ધૂળધાણી થઈ ગયા જ્યારે 15 વર્ષ પહેલા બનાવેલા ગરીબ આવાસ (EWS Yojana) ફાળવણી વગર જ જર્જરિત થતાં તોડી પાડવામાં આવ્યા. આ મામલે જ્યારે શહેરનાં મેયર (Ahmedabad Mayor) પ્રતિભા જૈનને પૂછવામાં આવ્યું તો તેઓ આ મુદ્દે અજાણ હોવાનું સામે આવ્યું. નવાઈની વાત તો એ છે કે મીડિયામાં આવ્યા બાદ મેયરને (Pratibha Jain) આ સમગ્ર ઘટના અંગે જાણ થઈ. મેયરની જ કેબિનમાં ચર્ચાયેલા એજન્ડાથી મેયર અજાણ હોય તેવી ચર્ચાઓ વહેતી થઈ છે. આ સાથે લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે, મેયર પ્રતિભા જૈન પોતાની જવાબદારી સ્વીકારતાં ભાગી રહ્યા છે.

આ પણ વાંચો – ‘Ekta’ Sammelan : પદ્મિનીબા અને અર્જુનસિંહે એકબીજાને માર્યાં શબ્દોના બાણ! સંમેલનમાં જ હોબાળો

દાણાપીઠમાં AMC કચેરી ખાતે વિપક્ષનો ભારે વિરોધ

બીજી તરફ વટવામાં EWS આવાસ ડિમોલેશન મામલે વિપક્ષ (Gujarat Congress) દ્વારા આજે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો. દાણાપીઠમાં AMC કચેરી ખાતે કોંગ્રેસનાં કાઉન્સિલરો, નેતાઓ અને કાર્યકર્તાઓ ભેગા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષે આરોપ લગાવ્યો કે, વર્ષ 2011 માં બનીને તૈયાર થયેલા ગરીબ આવાસ નાગરિકોને ફાળવાયા નહીં. ફાળવાયા વિના જ આવાસ તોડવામાં આવ્યા છે. આ વિરોધમાં ધારાસભ્ય શૈલેષ પરમાર (MLA Shailesh Parmar) પણ જોડાયા હતા. AMC માં DYMC રિધ્ધેશ રાવલે કહ્યું કે, 8960 મકાન બનાવાયા આવ્યા હતા. 6 ફેઝમાં બાંધકામ કરવામાં આવ્યું હતું. ફેઝ 5 માં બનેલ 1888 મકાનો જર્જરિત હતા, આથી તોડવામાં આવ્યા છે. રૂ. 55.20 કરોડનાં ખર્ચે ફેઝ 5 તૈયાર કરાયો હતો. માહિતી મુજબ, MV એમની pvt ltd દ્વારા બનાવવાં આવ્યા હતા. વર્ષ 2014 માં બાંધકામ પૂર્ણ થયું, જેની DLP 2017 માં જે 3 વર્ષની હતી તે પૂર્ણ થઈ હતી. કુલ 59 બ્લોક બાંધવામાં આવ્યા હતા, જેમાં 52 બ્લોક તોડવામાં આવ્યા છે.

આ પણ વાંચો – Rain in Gujarat : મેહુલિયો નવરાત્રિ બગાડશે ? યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી

Whatsapp share
facebook twitter