- દક્ષિણ વિસ્તારમાં સમુત પ્રાકન વિસ્તારમાં આ ઘટના બની
- અરુણરોજને Python એ બે કલાક સુધી પોતાના ઝકડીને રાખી
- Python એ Arom Arunroj ને અનેક જગ્યાએ કરડી ગયો હતો
64-year-old woman survives Python attack : Thailand ગત દિવસોમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ ઘટનાની અંદર એક વૃદ્ધ મહિલા પોતાના રસોડામાં વાસણ ધોઈ રહી હતી. ત્યારે એક વિશાળ Python એ અચનાક તેની પર હુમલો કર્યો હતો. તેની અંદર સૌ પ્રથમ મહિલાને ચોતરફે અજગર વીંટળાઈ ગયો હતો. Python એ પોતના સકંજામાં વૃદ્ધને લઈને તેને કરડવાની કોશિસ કરી રહ્યો છે. પરંતુ ભારે જેહમત બાદ મહિલાને અજગરના સકંજામાંથી બહાર નીકાળવામાં આવી હતી.
દક્ષિણ વિસ્તારમાં સમુત પ્રાકન વિસ્તારમાં આ ઘટના બની
thailand માં આવેલા Bangkok ના દક્ષિણ વિસ્તારમાં સમુત પ્રાકન વિસ્તારમાં આ ઘટના બની હતી. આ ઘટનામાં મહાકાય Python એ 64 વર્ષની મહિલાને પોતાનો શિકાર બનાવી હતી. જોકે આ અજગરની લંબાઈ આશરે 13 ફૂટ હતી. તો આ વૃદ્ધ મહિલાનું નામ Arom Arunroj છે. Arom Arunroj એ જ્યારે પોતાના ઘરમાં રસોડાની અંદર હતી. ત્યારે જ આ અજગેર Arom Arunroj પર હુમલો કર્યો હતો. સૌ પ્રથમ અજગેર Arom Arunroj ની ચારેયકોર વીંટળાઈને તેના હાટકા તોડવાની કોશિશ કરી રહ્યો હતો.
આ પણ વાંચો: Telangana High Court પ્રમાણે નંબર પ્લેટ વિના વાહન ચલાવવું ગુનાપાત્ર નથી!
Astonishing moment 64 y/o woman is found being crushed by a 13ft PYTHON which bit her thigh and coiled around her torso as she washed dishes outside her home in Thailand. A neighbor heard her exhausted cries. She said she had been trying to escape its grasp for about 2 hours. pic.twitter.com/8fM2in0tFd
— Anti Commie (@NotCommie42951) September 19, 2024
અરુણરોજને Python એ બે કલાક સુધી પોતાના ઝકડીને રાખી
Arom Arunroj એ અજગરનું માથું પકડી લીધું હતું. જેના કારણે અજગરના કરડવાથી બચી શકી હતી. તે ઉપરાંત Arom Arunroj એ ચીસો પાડી હતી. તેના કારણે પાડોશીઓ તેના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતાં. ત્યારે આ નજરો જોઈને સૌ લોકો સ્તબ્ધ થઈ ગયા હતાં. તો પાડોશીઓએ તાત્કાલિક ધોરણે પોલીસને આ અંગે જાણ કરી હતી. જે બાદ પોલીસ અને વન વિભાગના સુરક્ષા કર્મચારીઓએ Arom Arunroj ને અજગરના સકંજામાંથી બચાવી હતી. જોકે પોલીસના આવ્યા પહેલા Arom Arunroj ને Python એ બે કલાક સુધી પોતાના ઝકડીને રાખી હતી.
Python એ Arom Arunroj ને અનેક જગ્યાએ કરડી ગયો હતો
જોકે અજગર ઝેરી હોતા નથી. પરંતુ તેમની પકડ મજબૂત હોવાથી માણસના હાટકા તૂટી જાય છે. તો Arom Arunroj ને હાલમાં સારવાર અર્થે હોસ્પિટલમાં રાખવામાં આવી છે. કારણ કે… Python એ Arom Arunroj ને અનેક જગ્યાએ કરડી ગયો હતો. ત્યારે સોશિયલ મીડિયા પર આ ઘટના સાથે જોડાયેલા વીડિયો પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે Arom Arunroj ને Python એ ઝકડી રાખી છે.
આ પણ વાંચો: કેનેડાની કૂટનીતિ! ગુગલમાં કામ કરી ચૂકેલો ભારતીય નોકરી માટે વલખા મારી રહ્યો