+

Rajkot : પાણી, સારું ભોજન મળતું નથી, અસામાજિક તત્ત્વો હેરાન કરે છે : વિદ્યાર્થિનીઓ

સમરસ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ દ્વારા વિરોધ પ્રદર્શન (Rajkot) પ્રાથમિક સુવિધા, સુરક્ષા ન મળતા આક્રોશ વિદ્યાર્થીનીઓએ મહિલા રેક્ટરની દાદાગીરીનો આક્ષેપ કર્યો રાજકોટમાં (Rajkot) સમરસ હોસ્ટલમાં વિદ્યાર્થિનીઓ દ્વારા ઊગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી…
  1. સમરસ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ દ્વારા વિરોધ પ્રદર્શન (Rajkot)
  2. પ્રાથમિક સુવિધા, સુરક્ષા ન મળતા આક્રોશ
  3. વિદ્યાર્થીનીઓએ મહિલા રેક્ટરની દાદાગીરીનો આક્ષેપ કર્યો

રાજકોટમાં (Rajkot) સમરસ હોસ્ટલમાં વિદ્યાર્થિનીઓ દ્વારા ઊગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થિનીઓ દ્વારા પ્રાથમિક સુવિધા ન મળતા અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ન હોવાનાં આરોપ સાથે આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ સાથે વિદ્યાર્થીનીઓએ મહિલા રેક્ટરની દાદાગીરીનો આક્ષેપ પણ કર્યો છે.

આ પણ વાંચો –Vadodara : હરણી લેક ‘હત્યાકાંડ’ મામલે તત્કાલીન મ્યુનિ. કમિશનરને SC થી મોટો ઝટકો

પાણી, ગુણવત્તાયુક્ત ભોજન જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવનો આરોપ

રાજકોટની (Rajkot) સમરસ હોસ્ટેલ (Samaras Hostel) વિવાદમાં સપડાઈ છે. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ દ્વારા ગંભીર આરોપો સાથે વિરોધ દાખવવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે હોસ્ટેલમાં પાણી, ગુણવત્તાયુક્ત ભોજન જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. સાથે વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલમાં સુરક્ષા સામે પણ સવાલ ઊભા કર્યા છે. વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે, અહીં સેફ્ટી નથી, પોલીસની ગાડી અહીં પેટ્રોલિંગ કરતી નથી. અહીં, અસામાજિક તત્ત્વો દ્વારા વિદ્યાર્થિનીઓને હેરાન કરવામાં આવે છે, છેડતી કરવામાં આવે છે.

આ પણ વાંચો –Gondal : 14 વર્ષની સગીરાનું અપહરણ કરી વારંવાર દુષ્કર્મ ગુજારનાર નરાધમને 20 વર્ષની આકરી કેદ

હોસ્ટેલ બહાર છેડતીના બનાવો પ્રકાશમાં આવતા વિદ્યાર્થીનીઓમાં રોષ

વિદ્યાર્થિનીઓએ કહ્યું કે, હોસ્ટેલની ફરતી બાજું CCTV કેમેરા લગાડેલા છે પરંતુ એક પણ ચાલુ હાલતમાં નથી. વિદ્યાર્થિનીઓએ આરોપ કર્યો કે જ્યારે છેડતી કરતા છોકરાને પકડીને મેડમ સમક્ષ રજૂ કરીએ છીએ તો તેને કોઈ પણ કાર્યવાહી કર્યા વગર છોડી મૂકવામાં આવે છે. અમે ઘટનાનો વીડિયો બનાવીને પુરાવા તરીકે રજૂ કરીએ છીએ તો તેને ડિલિટ કરવામાં આવે છે અને વિરોધ કરવા પર એડમિશન રદ કરવાની ધમકી આપવામાં આવે છે. વિદ્યાર્થિનીઓ દ્વારા મહિલા રેક્ટર દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ પણ કરાયો છે.

આ પણ વાંચો –Gandhinahgar : IPS અધિકારી સામે દુષ્કર્મની ફરિયાદ થતાં ખળભળાટ, અપરિણીત હોવાનું કહી પ્રેમજાળમાં ફસાવી!

Whatsapp share
facebook twitter