+

Ahmedabad Crime Story: 3 સંતાનનો પિતા AMTS બસ કન્ડકટરે નિકાહ કરીને મહિલાને ગર્ભવતી કરી….

Ahmedabad Crime Story: અમદાવાદમાં એક ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં રિવરફ્રન્ટ પર એક મહિલા દ્વારા વીડિયો રેકોર્ડમાં આપવિતી જણાવી આપઘાત કરવામાં આવ્યો છે. ત્યારે આ વીડિયો જ્યારે સક્રિય થયો.…

Ahmedabad Crime Story: અમદાવાદમાં એક ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં રિવરફ્રન્ટ પર એક મહિલા દ્વારા વીડિયો રેકોર્ડમાં આપવિતી જણાવી આપઘાત કરવામાં આવ્યો છે. ત્યારે આ વીડિયો જ્યારે સક્રિય થયો. ત્યારે પોલીસે મહિલાએ જે માહિતી વીડિયોમાં દર્શાવી છે. તેના આધારે ફરિયાદ નોંધી છે.

  • શાહિબાગમાં મહિલા સાથે દુષ્કર્મ કર્યું
  • મહિલા સાથે નિકાહ કર્યા, અને ગર્ભવતી કરી રઝળી મૂકી
  • પોલીસે મહિલાની ફરિયાદને નજરઅંદાજ કરેલી

શાહિબાગ વિસ્તારમાં રહેતી હિન્દુ મહિલાને મુસ્લીમ યુવક દ્વારા પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે લગ્ન કર્યા હતા. જે પૈકી મહિલા અને મુસ્લિમ યુવક છેલ્લા 2.5 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. જોકે આ મુસ્લિમ યુવકે તેની ઓળખ સૌ પ્રથમ કૌશિક તરીકે આપી હતી. આ યુવક AMTS નો Driver હતો. તે મુસ્લિમ યુવક પહેલાથી વિવાહિત પણ હતો. પરંતુ હિન્દુ મહિલાને સમય જતા ખબર પડી કે તેનો પ્રેમી કૌશિક હિન્દુ નહીં પરંતુ, તે તૌસિફ છે.

મહિલાને વાતોમાં ભોળવી નિકાહ કર્યા

જોકે આ મહિલાને મુસ્લિમ યુવકે નિકાહ કર્યા હતા. જોકે નિકાહના થોડો સમય જતા તેને જાણ થઈ હતી કે, તૌસિફ પહેલાથી પરણિત હતો અને સંતાનો પણ હતા. નિકાહ બાદ તેની સાથે તે ભાડાના મકાનમાં રહેતો હતો. પરંતુ તે મહિલાને ભાડાના મકાનના પૈસા પણ આપતો ન હતો. તેને માનસિક રીતે હેરાન કરતો હતો.

પોલીસ મહિલાની ફરિયાદને નજરઅંદાજ કરેલી

મહિલાને ગર્ભવતી કરીને તેની સાથે સંબંધો તોડી ઘાડ્યા હતા. તે ઉપરાંત નિકાહ બાદ મહિલાના નામે ઘણી બધી લોન પણ લીધી હતી. જોકે મહિલા દ્વારા આ સમગ્ર બાબતને લઈને પોલીસ સ્ટેશનમાં જઈને વારંવાર ફરિયાદ કરવામાં આવતી હતી. પરંતુ તેની પરિસ્થિતિની નજરઅંદાજ કરી દેવામાં આવતી હતી. ત્યારે આજરોજ મહિલા દ્વારા કંટાળીને આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો.

તૌસિફના 3 દિવસના રિમાન્ડ કરાયા મંજૂર

જોકે આ મહિલાએ આપઘાત પહેલા રેકોર્ડ કરેલા વીડિયોના આધારે પોલીસે તૌસિફ અને તેના પરિવારજનો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. તેની સાથે પોલીસે આરોપીની અટકાયત કરી ૩ દિવસના આરોપીના રિમાન્ડ મંજૂર થયા છે.

આ પણ વાંચો: Singer Dr. Kamlesh Awasthi: ગુજરાત સહિત દેશમાં વૉઈસ ઓફ મુકેશ તરીકે પ્રખ્યાત ડૉ. કમલેશ અવસ્થીનું નિધન

આ પણ વાંચો: Bhavnagar Swine Flu Case: અમદાવાદ બાદ ભાવનગરમાં સ્વાઈન ફ્લૂએ મચાવ્યો કહેર

આ પણ વાંચો: Gujarat Football League: ગુજરાત સુપર લીગ ગુજરાત ફૂટબોલમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે

Whatsapp share
facebook twitter