+

Brij Bhushan Singh: બ્રિજભૂષણ સિંહને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો, 21 મેના રોજ થશે આગામી સુનાવણી

Brij Bhushan Singh: રેસલિંગ એસોસિએશનના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે, બ્રિજભૂષણ શરણ સિંહને મહિલા કુસ્તીબાજોના કથિત યૌન શોષણના કેસમાં…

Brij Bhushan Singh: રેસલિંગ એસોસિએશનના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે, બ્રિજભૂષણ શરણ સિંહને મહિલા કુસ્તીબાજોના કથિત યૌન શોષણના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, રાઉઝ કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહ સામે આરોપ નોંધવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં પરંતું બ્રિજભૂષણના સચિવ વિનોદ તોમર સામે આરોપો નોંધવાનો પણ કોર્ટે દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. રાઉઝ કોર્ટે કહ્યું કે, બ્રિજ ભૂષણ સામે આરોપ ઘડવા માટે પૂરતા પુરાવા છે.

રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો

તમને જણાવી દઇએ કે, કોર્ટે છઠ્ઠી મહિલા રેસલર પીડિતાના તમામ આરોપોમાંથી બ્રિજભૂષણ શરણ સિંહ (Brij Bhushan Singh)ને મુક્ત કર્યા છે. પરંતુ બાકીની પાંચ મહિલા કુસ્તીબાજોના આરોપો પર આરોપો ઘડવાનો આદેશ આપવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે બ્રિજભૂષણ સામે એક મહિલા પર તેની નમ્રતાનો આક્રોશ ઠાલવવાના ઈરાદાથી હુમલો અથવા ફોજદારી બળનો ઉપયોગ કરવા માટે કલમ 354, જાતીય સતામણી માટે કમલ 354-A અને ગુનાહિત ધમકી આપવા માટે કલમ 506 હેઠળ આરોપો ઘડવાનો આદેશ આપ્યો.

બ્રિજભૂષણ સામે આ કલમો હેઠળ આરોપ નોંધાશે

આ સાથે સાથે કોર્ટે એમ પણ કહ્યું કે, વિનોદ તોમર વિરુદ્ધ IPCની કલમ 506 (1) હેઠળ આરોપો ઘડવા માટે પૂરતા પુરાવા છે. હાલના કેસમાં, દિલ્હી પોલીસે બ્રિજભૂષણ સિંહ સામે 15 જૂન, 2023 ના રોજ કલમ 354 (એક મહિલા પર તેની નમ્રતા ભડકાવવાના ઈરાદાથી હુમલો અથવા ફોજદારી બળ), 354-A (જાતીય સતામણી) 354-D હેઠળ કેસ નોંધ્યો છે. અને કલમ 506 (ગુનાહિત ધમકી) હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસની આગામી સુનાવણી 21 મેના રોજ થશે. નોંધનીય છે કે, હવે આ કેસમાં ટ્રાયલ રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા આરોપો ઘડ્યા બાદ શરૂ થશે

બચાવ પક્ષે રજૂ કરેલા પુરાવાઓની ઉલટતપાસ કરવામાં આવશે

નોંધનીય છે કે, સૌથી પહેલા તપાસ એજન્સી એટલે કે દિલ્હી પોલીસ આરોપી બ્રિજભૂષણ શરણ સિંહ સામે જે ત્રણ કલમો હેઠળ આરોપો ઘડવામાં આવ્યા છે તેને સાબિત કરવા માટે તેના પૂરતા પુરાવાઓ રજૂ કરશે. બચાવ પક્ષે રજૂ કરેલા પુરાવાઓની ઉલટતપાસ પણ કરવામાં આવશે. આ પછી જ બ્રિજભૂષણ સિંહ પોતાના બચાવમાં પુરાવા રજૂ કરશે, જેના કારણે દિલ્હી પોલીસના વકીલ દ્વારા પ્રશ્નો અને જવાબો આપવામાં આવશે. ટ્રાયલ પૂર્ણ થયા બાદ કોર્ટ દોષિત ઠેરવવા અંગે પોતાનો ચુકાદો આપશે.

આ પણ વાંચો: સામ પિત્રોડા બાદ મણિશંકર ઐયરનો બફાટ, કોંગ્રેસની મુશ્કેલીમાં આ નેતાઓએ હંમેશા કર્યો છે વધારો

આ પણ વાંચો: MANI SHANKAR AIYAR CONTROVERSY પર BJP ના નેતાઓએ ઠાલવ્યો રોષ

આ પણ વાંચો: દિલ્હી CM ARVIND KEJRIWAL ને મળશે રાહત! આજે SC માં સુનાવણી

Whatsapp share
facebook twitter