+

Ahmedabad, Crime Branch : ક્રાઈમ બ્રાંચના ગેટ પાસે મહિલા તબીબનું રહસ્યમય મોત

Crime Branch : અમદાવાદ ક્રાઈમ બ્રાંચના (Crime Branch ) ગેટ પાસે મહિલા તબીબનું રહસ્યમય મોતની ઘટના સામે આવી છે. મળતી જાણકારી અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાંચના (Ahmedabad Crime Branch) ગેટ પાસે…

Crime Branch : અમદાવાદ ક્રાઈમ બ્રાંચના (Crime Branch ) ગેટ પાસે મહિલા તબીબનું રહસ્યમય મોતની ઘટના સામે આવી છે. મળતી જાણકારી અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાંચના (Ahmedabad Crime Branch) ગેટ પાસે મહિલા ડોક્ટરના (Female doctor) મોતના કેસમાં નવો વળાંક આવ્યો હતો. મૃતક વૈશાલી જોશીની ડાયરીમાં 15 પેજનું લખાણ મળી આવ્યું છે અને તેમા PI ખાચર (PI Khachar) સાથે પ્રેમ સંબંધ હોવાની હકીકત સામે આવી છે

 

 

 

આ અંગેની માહિતી અનુસાર ડૉ.વૈશાલી જોશી અને PI ખાચર સાથે ગણ સમયથી  પ્રેમમાં હતા. એટલું જ નહીં તબીબ યુવતી PI ખાચરને મળવા આવી હતી. આ માટે પ્રાથમિક તપાસ દરમિયાન તબીબ યુવતીના પર્સમાંથી 15 પાનાની નોટ મળી છે. જેના આધારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

 

મૃતક પાસેથી 15 પેજની સ્યુસાઇડ નોટ મળી

એટલું જ નહીં મૃતક પાસેથી 15 પેજની સ્યુસાઇડ નોટ મળી છે. જેમાં મારા અંતિમ સંસ્કાર PI  ખાચર કરે તેવો ઉલ્લેખ સ્યુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે. તેમજ PI  ખાચરે ચાર વર્ષથી મહિલા તબીબ સાથે પ્રેમ સંબંધમાં હતા. પરંતુ એક મહિનાથી પીઆઇએ બ્રેકઅપ કરી દેતા મહિલાએ આપઘાત કર્યાનું સામે આવ્યુ છે.

 

કોણ છે યુવતી

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં ગયા હતા. તે દરમિયાન ડૉ.વૈશાલીબેનનું મોત થયું છે. ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં જ મહિલાનું મોત થયું છે. વૈશાલીબેને આપઘાત કર્યો કે કુદરતી રીતે મોત થયું તે અંગે હજુ સુધી કોઇ વિગત મળી રહી નથી. આ અંગે પોલીસને જાણ થતાં ગાયકવાડ હવેલી પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. ડૉ.વૈશાલી જોશી મૂળ મહિસાગર જિલ્લાના વીરપુર પાસેના ડભેડીની રહેવાસી હતી.

 

આ  પણ  વાંચો  – Surat : ‘હું સફળ થવા માટે ઘરેથી જાઉં છું. 10 વર્ષ બાદ પરત આવીશ…’, ધો.9ના ગુમ થયેલ બે વિદ્યાર્થી મુંબઈથી મળ્યા

આ પણ  વાંચો Dwarka : સિરપકાંડના સૂત્રધાર સામે વધુ એક કેસ, નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો]

આ પણ  વાંચો- Rajkot : વડોદરા બાદ રાજકોટમાં Heart Attack થી મોત, 40 વર્ષીય કાપડના વેપારીને હ્રદય રોગનો હુમલો

 

 

 

Whatsapp share
facebook twitter