Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

એક સાથે દુશ્મનોના અનેક ટાર્ગેટને કરી શકે છે તબાહ, જાણો અગ્નિ પ્રાઈમની ખાસિયતો

07:30 AM Apr 23, 2023 | Vipul Pandya

ભારતે આજે શુક્રવારે 21 ઓક્ટોબરના રોજ ઓડિશાના દરિયાકાંઠે સ્વદેશી રીતે વિકસિત ન્યૂ જનરેશનની મધ્યમ-અંતરની બેલિસ્ટિક મિસાઇલ ‘અગ્નિ પ્રાઇમ’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના સૂત્રોએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે, APJ અબ્દુલ કલામ દ્વીપ સ્થિત મોબાઈલ લોન્ચરથી સવારે 9:45 કલાકે મિસાઈલ છોડવામાં આવી હતી. મિસાઈલે પરીક્ષણ દરમિયાન નિર્ધારિત તમામ માપદંડો પ્રાપ્ત કરી લીધાં છે.
અધિકારીઓએ જણાવ્યું કે, મિસાઈલનું સમગ્ર રૂટમાં મોનિટરિંગ રડારથી કરવામાં આવી અને ટેલીમીટર અનેક સ્થાનો પર લગાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, આ મિસાઈલ એક હજારથી બે હજાર કિમી સુધી લક્ષ્ય ભેદી શકે છે.

અનેક ટાર્ગેટ પર થઈ શકશે હુમલો
અગ્નિ પ્રાઈમ મિસાઈલ અગ્નિ સિરીઝની જ નવી જનરેશન મિસાઈલ છે. 11 હજાર કિલોગ્રામ વજન ધરાવતી આ મિસાઈલની રેન્જ 1 થી 2 હજાર કિમી વચ્ચે છે. 34.5 ફુટ લાંબી આ મિસાઈલ પર એક કે મલ્ટી ઈડેપેન્ડટલી ટાર્ગેટેબલ રિએન્ટ્રી વ્હીકલ (MIRV) વોરહેડ એટલે કે હથિયાર લગાવી શકાય છે. MIRV એટલે કે એક જ મિસાઈલથી  અનેક ટાર્ગેટ્સ પર હુમલો આ ઉચ્ચ તિવ્રતાવાળા વિસ્ફોટક, થર્મોબેરિક કે પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ છે.
ચોક્કસાઈથી હુમલો કરી શકાશે, છેલ્લા વર્ઝનથી છે હળવું
તેના પર 1500 કિલોગ્રામથી 3000 કિલોગ્રામ વજનના હથિયાર લગાવવામાં આવી શકે છે. આ બે સ્ટેજના રોકેટ મોટર પર ચાલતી મિસાઈલ છે. ત્રીજુ સ્ટેજ MaRV છે એટલે કે, મેન્યૂવરેબલ રીએન્ટ્રી વ્હીકલ. એટલે કે ત્રીજા સ્ટેજને દુરથી કંટ્રોલ કરી દુશ્મનના ટાર્ગેટ પર ચોક્કસાઈથી હુમલો કરી શકાય છે. તેને BEML-ટટ્રા ટ્રાન્સપોર્ટર ઈરેક્ટર લોન્ચરથી ફાયર કરવામાં આવે છે. તેને ત્યારે બનાવવામાં આવ્યું જ્યારે ચીને DF-12D અને DF26B મિસાઈલો બનાવી. આ માટે ભારતે એરિયા ડિનાયલ વેપન તરીકે આ મિસાઈલને બનાવી. અગ્નિ પ્રાઈમનું વજન તેના છેલ્લા વર્ઝનથી હળવું પણ છે. 4 હજાર કિલોમીટરની રેન્જવાળી અગ્નિ-IV અને પાંચ હજાર કિલોમીટરની રેન્જવાળી અગ્નિ-Vની સરખામણીએ તે હળવું છે.