+

કોંગ્રેસ બાદ “આપ” માં રાજીનામાનો દોર શરૂ, આપના પ્રદેશ હોદ્દેદાર બિપીન ચૌધરીએ આપ્યું રાજીનામું

બિપીન ચૌધરી રાજીનામું : લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. દરેક રાજનૈતિક પાર્ટી હાલ લોકોનો વિશ્વાસ જીતવા અને પોતાના પક્ષને વધુ મજબૂત બનાવવામાં લાગી છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં…

બિપીન ચૌધરી રાજીનામું : લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. દરેક રાજનૈતિક પાર્ટી હાલ લોકોનો વિશ્વાસ જીતવા અને પોતાના પક્ષને વધુ મજબૂત બનાવવામાં લાગી છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. ગુજરાતમાં ભાજપના વિરોધી પક્ષોમાંથી એક બાદ એક મોટા નેતાઓ પક્ષ છોડી રહ્યા છે. એક બાદ એક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મોભા સમાન નેતાઓ કાં તો પક્ષમાંથી રાજીનામા આપી રહ્યા છે કાં તો ભાજપ સાથે જોડાઈ કેસરિયા ધારણ કરી રહ્યા છે. હાલમાં જ અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીના નેતાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.

દક્ષિણ ગુજરાના તાપીમાં કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીમાં રાજીનામાનો દોર શૂરું થયો છે. તાપીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ હોદ્દેદાર બિનીત ચૌધરીએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. બિનીત ચૌધરીના પક્ષ છોડ્યા બાદ તાપી આમ આદમી પાર્ટીમાં હડકંપ મચી જવા પામ્યો છે. વિસ્તારમાં હવે રાજકીય ગરમાવો વધ્યો છે. બિનીત ચૌધરીએ આમ આદમી પાર્ટીની તમામ જવાબદારીથી રાજીનામું  આપ્યું છે.

બિપીન ચૌધરી ગુજરાત પ્રદેશ AAPમાં જોઇન્ટ સેક્રેટરીની જવાબદારી નિભવતા હતા. બિપીન ચૌધરી વ્યારા વિધાનસભા બેઠક પરથી આપ પક્ષમાંથી ચૂંટણી પણ લડ્યાં હતા. એટલું જ નહીં તેઓ પહેલા જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા હજી ગુજરાતમાં કેટલી રાજનૈતિક ઉથલ પાથલ થશે એ તો જોવું જ રહ્યું.

આ પણ વાંચો — Gujarat News : અર્જુન મોઢવાડિયાએ આપ્યું ધારાસભ્ય પદેથી રાજીનામું

Whatsapp share
facebook twitter