+

ભરૂચ ગ્રામ્ય વિસ્તારમાં શાળાએ જતી આદિવાસી વિદ્યાર્થીનીની વિધર્મી યુવક દ્વારા છેડતી

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ જિલ્લાના એક ગામની આદિવાસી સગીર વિદ્યાર્થીની સ્કૂલે જઈ રહી હતી તે દરમિયાન એક વીધર્મી યુવકે વિદ્યાર્થીનીની છેડતી કરી લાફા વાળી કરી હતી…દરમ્યાન 181ની અભયમ ટીમે…

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

ભરૂચ જિલ્લાના એક ગામની આદિવાસી સગીર વિદ્યાર્થીની સ્કૂલે જઈ રહી હતી તે દરમિયાન એક વીધર્મી યુવકે વિદ્યાર્થીનીની છેડતી કરી લાફા વાળી કરી હતી…દરમ્યાન 181ની અભયમ ટીમે સ્થળ ઉપર દોડી જઈ વીધર્મી યુવકને તાલુકા પોલીસને હવાલે કરતાં ગુનો દાખલ કરાયો હતો

 

ભરૂચ તાલુકા પોલીસ મથકમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે હું ખેતરમાં ખેત મજૂરી કરી રહ્યો હતો તે દરમિયાન તેની પત્નીનો તેની ઉપર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે બસમાં કોઈ યુવકે આપણી દીકરીની છેડતી કરી છે અને તેને તમાચા માર્યા છે..જેને લઇ ખેતરમાં મજૂરી કામ કરી રહેલા દીકરીના પિતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને શાળાએ અભ્યાસ અર્થે જતી પોતાની દીકરીને પૂછપરછ કરતા બસમાં બેસીને જતી હતી તે દરમિયાન એક યુવક સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો જેમાં તેણે વિદ્યાર્થીનીને ધક્કો મારી ફેંકી દીધેલ અને તેણીની સાથે અડપલા કરવા લાગ્યો હોય અને તેણીને લાફા વાળી કરી હોવાનું કહ્યું હતું.. આ ઘટનામાં ભોગ બનનારની સાથે અન્ય વિદ્યાર્થીનીઓ પણ હાજર હોય અને 181ની ટીમને જાણ કરતા 181ની ટીમ ઘટના સ્થળે પહોંચી ભોગ બનનાર પીડિતા અને યુવકને ભરૂચ તાલુકા પોલીસ મથકે લઈ આવતા પોલીસે આખરે ફરિયાદ દાખલ કરવાની કવાયત કરી હતી

 

181ની ટીમ ઝડપી લાવેલા યુવકની પૂછપરછ કરતાં તેનું નામ અશરફ ઇનાયત કપડવંજવાલા હોવાનું  અને તે આમોદ તાલુકાના કુરચન ગામનો હોવાનું સામે આવ્યું હતુ..  પોલીસે તેની ધરપકડ કરી તેની સામે છેડતી મારામારી અને પોક્સો એકટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.

Whatsapp share
facebook twitter