+

આ ગામમાં ભૂસ્ખલનથી સર્જાયા ભયાનક દ્રશ્યો, 100 થી વધુ લોકોના મોત

Papua New Guinea Massive Landslide : પાપુઆ ન્યુ ગિનીના એક દૂરના ગામમાં (remote village in Papua New Guinea) એક મોટો અકસ્માત થયો છે. અહીં ભૂસ્ખલન (Landslide) ને કારણે ઓછામાં ઓછા…

Papua New Guinea Massive Landslide : પાપુઆ ન્યુ ગિનીના એક દૂરના ગામમાં (remote village in Papua New Guinea) એક મોટો અકસ્માત થયો છે. અહીં ભૂસ્ખલન (Landslide) ને કારણે ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઓસ્ટ્રેલિયન મીડિયા (Australian media) અનુસાર, સ્થાનિક સમય અનુસાર સવારે 3 વાગે એન્ગા પ્રાંતના કાઓકાલમ ગામ (Kaokalam Village) પાસે થયેલા ભૂસ્ખલનથી ઘણા મકાનો ધરાશાયી થયા હતા. જેમાં 100થી વધુ લોકોના મોત (Death of more than 100 People) ના સમાચાર છે. રાહતકર્મીઓ અહીંથી લોકોને બહાર કાઢવાનું કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં અનેક મૃતદેહો (dead bodies) ને પણ બહાર કાઢવામાં આવ્યા છે.

આખું ગામ કાટમાળ નીચે દબાયું

ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પ (ABC) એ જણાવ્યું હતું કે, શુક્રવારે દૂરના પાપુઆ ન્યુ ગિની (Papua New Guinea) માં ભૂસ્ખલન (Landslide) માં 100 થી વધુ લોકોના મોત થયા છે. જોકે અધિકારીઓએ આ આંકડાની પુષ્ટિ કરી નથી. મળતી માહિતી અનુસાર, અચાનક લેન્ડ સ્લાઈડ (Landslide) થઇ અને આખું ગામ કાટમાળ નીચે દબાઈ ગયું. કાટમાળ નીચે દટાયેલા લોકોના મૃતદેહ (Deadbodies) મળી આવ્યા છે. બચી ગયેલા લોકોને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ABC ના અહેવાલ મુજબ, આ દુર્ઘટના આજે ભારતીય સમય અનુસાર લગભગ 3 વાગ્યે એન્ગા પ્રાંતના કાઓકાલમ ગામ (Kaokalam Village) માં થઈ હતી, જે દક્ષિણમાં સ્થિત દેશ પાપુઆ ન્યુ ગિનીની (Papua New Guinea) રાજધાની મોરેસ્બીથી લગભગ 600 કિલોમીટર (370 માઈલ) ઉત્તર-પશ્ચિમમાં છે. જે પેસિફિક ટાપુ તળેટીમાં આવેલું છે. આપને જાણીને નવાઈ લાગશે કે, ભૂસ્ખલનને કારણે ઘણા ગામડાઓમાં ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. રાહત અને બચાવ કાર્યકર્તાઓ અહીંથી લોકોને બહાર કાઢવાનું કામ કરી રહ્યા છે. ઘણા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. ભૂસ્ખલન બાદ દટાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્યકરોની મદદ કરી રહ્યા છે.

પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપ

ભૂસ્ખલન પહેલા પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપના આંચકા પણ અનુભવાયા હતા. આ ધરતીકંપ ફિન્શચાફેનથી 39 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં આવ્યો હતો અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી. ભારતીય સમય અનુસાર, આ ભૂકંપ પાપુઆ ન્યુ ગિનીમાં ગુરુવારે સવારે 9.49 કલાકે આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ પણ પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપની પુષ્ટિ કરી છે. પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપથી નુકસાનના કોઈ અહેવાલ નથી.

લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા હતા

અહેવાલ મુજબ, સ્થાનિક વહીવટી અધિકારીઓએ કાટમાળ નીચે દટાયેલા મૃતકોની સંખ્યા વિશે માહિતી આપી નથી, પરંતુ સંભવિત સંખ્યા 100 થી વધુ હોવાનું કહેવાય છે. ભૂસ્ખલનથી બચી ગયેલા ગામના લોકોને સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. દુર્ઘટના પછી જે વીડિયો સામે આવ્યો છે તેમાં ભૂસ્ખલનથી બરબાદ થયેલું ગામ દેખાય છે. સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે મૃતદેહો શોધવાનું મુશ્કેલ બની રહ્યું છે.

કેવી રીતે થયો અકસ્માત?

રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે લોકો પોતાના ઘરમાં સૂઈ રહ્યા હતા. ત્યારપછી સતત વરસાદને કારણે પહાડનો એક હિસ્સો તૂટી પડ્યો હતો. પહાડ પરથી નીચે વહી ગયેલા કાટમાળએ આખા ગામને ઘેરી લીધું. લોકોને બચવાની તક પણ ન મળી. ભૂસ્ખલન દરમિયાન કાટમાળની સાથે મોટા પથ્થરો અને વૃક્ષો પણ ધોવાઈ ગયા હતા. ગામ તરફ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો – Kyrgyzstan : ” પ્લીઝ અમને હેલ્પ કરો, અમે અહીં સુરક્ષીત નથી….”

આ પણ વાંચો – UK Policeman Viral Video: સરા-જાહેર દિવ્યાંગ વ્યક્તિને પોલીસે ઢોર માર માર્યો, સ્થાનિકોએ કરી નિંદા પોલીસની

Whatsapp share
facebook twitter