+

સુરત : આટલું ના કહેવાય..? નાની વાતમાં યુવતીએ કરી લીધો આપઘાત 

અહેવાલ—ઉદય જાદવ, સુરત સુરત જિલ્લા ( Surat district )ના કીમ ગામ ખાતે માતાએ 18 વર્ષની દિકરીને મોબાઈલ ફોન જોવાનું બંધ કરી પોતાની સાથે ઘરકામ કરવાનું કહેતા તે વાતનું માઠું લાગી…
અહેવાલ—ઉદય જાદવ, સુરત
સુરત જિલ્લા ( Surat district )ના કીમ ગામ ખાતે માતાએ 18 વર્ષની દિકરીને મોબાઈલ ફોન જોવાનું બંધ કરી પોતાની સાથે ઘરકામ કરવાનું કહેતા તે વાતનું માઠું લાગી આવતા  દીકરીએ ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધું હતું. દિકરીએ નાની અમથી વાતમાં જીવન ટૂંકાવી લેતાં  પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો
સુરતના કીમનો ચોંકાવનારો બનાવ
આજના સમયમાં યુવક-યુવતીઓ નાની-નાની વાતોમાં આપઘાત કરવા સુધીનું પગલું ભરી લઇ રહ્યા છે ત્યારે આવો જ એક બનાવ સુરત જિલ્લાના કીમ ગામે સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ મૂળ યુપીના વતની અને હાલમાં કીમ ગામ સ્થિત આશિયાના નગર પાસે રહેતા સાબિર જુમ્માનઅલી કુરૈશીની છૂટક ડ્રાઈવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, તેઓની ૧૮ વર્ષીય દીકરી રુક્શારે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી,
માતાએ ફોન જોવાનું બંધ કરી ઘરકામ કરવા કહ્યું હતું
માતાએ મોબાઈલ ફોન જોવાનું બંધ કરીને પોતાની સાથે ઘરકામ કરવાનું કહેતા તે વાતનું તેણીને માઠું લાગી આવ્યું હતું અને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. દીકરીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો
Whatsapp share
facebook twitter