+

સુરતમાં 108ની સરાહનીય કામગીરી, બ્રિજ પર રિક્ષામાં મહિલાની ડિલિવરી કરાવી

સુરતમાં (Surat)108 ઈમરજન્સી સેવાની ફરી સરાહનીય કામગીરી સામે આવી છે. સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ (Chandrasekhar Azad Bridge )પર મહિલાની ડિલિવરી કરાવાઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર, યુવક પોતાની પત્નીને ચેક અપ માટે હોસ્પિટલ લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર પહોંચતા જ મહિલાને લેબર પેઈન ઉપડ્યું હતું. જે બાદ 108ની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. સગર્ભા મહિલાને ત્યાંથી ખસેડવી જીવન

સુરતમાં (Surat)108 ઈમરજન્સી સેવાની ફરી સરાહનીય કામગીરી સામે આવી છે. સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ (Chandrasekhar Azad Bridge )પર મહિલાની ડિલિવરી કરાવાઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર, યુવક પોતાની પત્નીને ચેક અપ માટે હોસ્પિટલ લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર પહોંચતા જ મહિલાને લેબર પેઈન ઉપડ્યું હતું. જે બાદ 108ની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. 

સગર્ભા મહિલાને ત્યાંથી ખસેડવી જીવના જોખમ સમાન હતી. તેથી 108ની ટીમના સભ્યો દ્વારા બ્રિજ પાસે જ રિક્ષામાં ડિલિવરી કરાવાઈ હતી. મહિલા અને બાળક બંને હાલ સ્વસ્થ હાલતમાં છે. 108ની આ કામગીરીને લોકો પ્રશંસનીય ગણાવી હતી.



આજ રોજ રાંદેર લોકેશનની 108 ની ટીમને ડિલિવરીના દુઃખાવાનું કૉલ મળેલ હતો અડાજન ખાતે રહેતા અરવિંદભાઈ દેવીપૂજકના પત્નીને આજ રોજ રીક્ષા માં ડિલિવરીના ચેક-અપ માટે લઈ જતા હતા અને અચાનક જ રસ્તામાં પ્રસુતિનું દુઃખાવો ચાલુ થઈ ગયેલ તાત્કાલિક રીક્ષા ચાલક એ 108માં કોલ કરી 108ની મદદ માંગી રાંદેર લોકેશનની108ને કૉલ મળતા EMT- Sabbir belim અને PILOT- Tejashbhai ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી  હતી  
ગયેલ ઇએમટી શબ્બીર એ ઘટના સ્થળે તપાસ કરતા બેનને પ્રસૂતિ પહેલાનું લોહી ખૂબ જ વહી ગયેલ અને બાળકનું માથું દેખાતું હતું એટલે 108 માં રહેલ ડીલેવરી કીટનું ઉપયોગ કરી ઇએમટી શબ્બીરએ પોતાની સુજબૂજ થી રીક્ષાની આડે ચાદર મૂકી રીક્ષામાં જ ડિલિવરી કરાવી મળતી માહિતું મુજબ માતા અને બાળક બને સુરક્ષિત છે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter