+

રમતા રમતા બાળક ગળી ગયો 5 રૂપિયાનો સિક્કો અને પછી…

રમતા-રમતા બાળક સિક્કો ગળી ગયોપાંચ રૂપિયાનો સિક્કો ગળી ગયો બે વર્ષનો બાળકબાળકને અંકલેશ્વરથી સુરત સારવાર માટે ખસેડાયોસુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો બાળકENT વિભાગના તબીબોએ દૂરબીનની મદદથી કાઢ્યો સિક્કોબાળકના અન્નનળીમાં ફસાયેલો સિક્કો તબીબો દ્વારા બહાર કાઢવામાં આવ્યોબાળકના પરિવારે રાહતનો દમ લીધોસુરતમાં માતા પિતા માટે એક લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. શુક્રવારે સાંજે
  • રમતા-રમતા બાળક સિક્કો ગળી ગયો
  • પાંચ રૂપિયાનો સિક્કો ગળી ગયો બે વર્ષનો બાળક
  • બાળકને અંકલેશ્વરથી સુરત સારવાર માટે ખસેડાયો
  • સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો બાળક
  • ENT વિભાગના તબીબોએ દૂરબીનની મદદથી કાઢ્યો સિક્કો
  • બાળકના અન્નનળીમાં ફસાયેલો સિક્કો તબીબો દ્વારા બહાર કાઢવામાં આવ્યો
  • બાળકના પરિવારે રાહતનો દમ લીધો
સુરતમાં માતા પિતા માટે એક લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. શુક્રવારે સાંજે રમતા-રમતા પાંચ રૂપિયાનો સિક્કો ગળી જનારા બે વર્ષના બાળકને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા અહીંના ઇએનટી વિભાગના તબીબોએ દૂરબીનની મદદથી અન્નનળીના ઉપરના ભાગમાં ફસાયેલો સિક્કો કાઢી લેતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
સુરત અંક્લેશ્વર ખાતેની સપના સોસાયટીમાં રહેતા ઇરફાન મલીકના બે વર્ષીય પુત્રનું નામ ઉમર છે. શુક્રવારે સાંજે ઉમર ઘર પાસે રમી રહ્યો હતો. ત્યારે રમતા-રમતા તે પાંચ રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો. રડતા-રડતા ધરે આવેલા ઉમરે સિક્કો ગળાઈ ગયો હોવાનું કહેતા ગભરાયેલા માતા-પિતાએ તેને સારવાર માટે અંક્લેશ્વરની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં એક્સરે સહિતની તપાસ કરાવતા પાંચ રૂપિયાનો સિક્કો તેના ગળામાં ફસાયેલો દેખાયો હતો. ઉમરના ગળામાં ફસાયેલો સિક્કો કાઢવા પાછળ અંક્લેશ્વરની હૉસ્પિટલના તબીબોએ મોટો ખર્ચો કહેતા પરિજનો તેને લઈ સુરતની નવી સિવિલમાં આવી ગયા હતા.
બાળક અંગે વાત કરતા ઇએનટી વિભાગના વડા ડો. જૈમિન કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે, ડો. પ્રાચી ભાવસાર અને ડો. ખુશી રોયે દૂરબીનની મદદથી ઉમરની અન્નનળીના ઉપરના ભાગે ફસાયેલા પાંચ રૂપિયાના સિક્કાને સરળતાથી કાઢી લીધો હતો. ત્રીસેક મિનિટની પ્રોસિઝર બાદ ઉંમરની સાથે તેના પરિવારે પણ રાહત અનુભવી હતી. ઉમર હાલ સ્વસ્થ હોવાનું તેમણે વધુમાં કહ્યું હતું. આમ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બાળકો ના સિક્કા ગળી જવાના કેસ અવારનવાર આવતા સિવિલના તબીબો દ્વારા તેમને સારવાર આપી બાળકનો જીવ બચાવી નવું જીવન આપ્યા હોવાના અનેક કિસ્સા સિવિલ બન્યા છે.
તબીબોનું કહેવું છે જો કે બાળકના સિક્કા ગળવાના કેસ ખૂબ જ ગંભીર હોય ઘણી વાર સિક્કો અન્નનળીમાં ફસાવવાથી શ્વાસ લેવામાં ઓન તકલીફ પડતી હોય છે. બાળક ડરી જતું હોય છે. સાથે જ સિક્કો કાઢતી વખતે બાળકની અન્નનળીને કોઈ નુકસાન ન થાય તેની પણ પૂરી કાળજી કેવી જરૂરી હોય છે. જોકે બાળકોને નવું જીવન આપનાર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી અસંખ્ય સફળ સર્જરીઓ થઇ છે. તેમાંની એક સર્જરી ઉમરની જોવા મળી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter