+

વિદેશમાં વસતા વાલીઓ માટે ચેતવણીરુપ કિસ્સો,અમદાવાદની બાળકીને જર્મનીથી પાછી લાવવા જહેમત

‘અરીહા બચાવો’ ઝૂંબેશ હેઠળ અમદાવાદની બાળકીને જર્મનીથી પરત લાવવા જૈન સમાજના સાધુ સંતોની આગેવાનીમાં  આજે રેલી યોજાઇ હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.શું છે સમગ્ર મામલો હાલમાં યુરોપીયન દેશ જર્મનીમાંથી એક પેચીદો મામલો સામે આવ્યો છે. દોઢ વર્ષની અરિહાને જર્મન સરકારના કબ્જામાંથી બહાર કાઢવા બાળકીના પરિવારજનોનું વિરોધના માર્ગે વળ્યાં છે. જર્મનીમાં ગુજરાતી જૈન પરિવારàª
‘અરીહા બચાવો’ ઝૂંબેશ હેઠળ અમદાવાદની બાળકીને જર્મનીથી પરત લાવવા જૈન સમાજના સાધુ સંતોની આગેવાનીમાં  આજે રેલી યોજાઇ હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.

શું છે સમગ્ર મામલો 
હાલમાં યુરોપીયન દેશ જર્મનીમાંથી એક પેચીદો મામલો સામે આવ્યો છે. દોઢ વર્ષની અરિહાને જર્મન સરકારના કબ્જામાંથી બહાર કાઢવા બાળકીના પરિવારજનોનું વિરોધના માર્ગે વળ્યાં છે. જર્મનીમાં ગુજરાતી જૈન પરિવારની બાળકી અરિહા કાનુની રીતે ફસાયેલી છે, તેના વાલી અમદાવાદના ભાવેશ શાહ અને ધારા શાહ છએ. આ કપલની દીકરી અરીહા હાલમાં જર્મની સરકારની કસ્ટડીમાં છે. આ બાળકીને ભારત પરત લાવવા તેના માતા-પિતાની મદદે હવે સમગ્ર જૈન સમાજના સાધુ સંતો અને લોકો પણ આગળ આવ્યાં  છે.

વિવિધ બેનરો અને પોસ્ટરો દર્શાવી નારા લગાવ્યા
​​​​​​​આજે સવારે અમદાવદ જૈન સમાજ દ્વારા આચાર્ય રત્નસુરીશ્વરજી મહારાજની આગેવાનીમાં  સાબરમતી વિસ્તારમાં “અરીહા બચાવો યાત્રા”ના નામે એક વિરોધપ્રદર્શન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સામાજીક આગેવાનો વ્હાઇટ કપડાં પહેરી  આ વિરોધ રેલીમાં જોડાયા હતા જેમાં જૈન મુનિઓ, વેપારીઓ અને સમાજના પ્રતિષ્ઠિત લોકો પણ જોડાયા હતા. લોકોએ અરીહાને પરત લાવવા માટેના વિવિધ બેનરો અને પોસ્ટરો દર્શાવી નારે બાજી કરી હતી. આ આ રેલી ભારત અને જર્મન સરકાર સુધી પોહચડવા માટે યોજાઈ છે. 
અરીહા પરત ન આવે ત્યાં સુધી વિરોધ ચાલુ 
સાધુ સંતોએ જણાવ્યું હતું કે આજે એક આંદોલન માતાના આંસુ લુછવા ભેગા થયા છીએ. અરીહા પરત ન આવે ત્યાં સુધી વિરોધ ચાલુ જ રહેવી જોઈએ. જે દીકરી નિર્દોષ છે તેને પરત લાવવા માટે ભારત લાવવા માટે યુવાનો ભેગા થયા છે તો આ રેલી શાંત ન થવી જોઈએ. સોશિયલ મીડિયામાં મોબાઈલમાં એક જ ટ્યુન લાના હે, લાના હે અરીહા કો વાપસ લાના હે હોવી જોઈએ. 

વિશ્વ ગુજરાતી સમાજ સંસ્થામાં હલચલ
આ અંગે વિશ્વ ગુજરાતી સમાજ સંસ્થાના યૂથ વિંગના કન્વીનર પૌરસ પટેલે કહ્યું હતું કે અમે જર્મનીમાં ભારતના એમ્બેસેડરને પત્ર લખીને યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે અને હવે સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે અભિયાન ચલાવી રહ્યાં છીએ. આ અભિયાનને વિદેશમાં વસતા ભારતીયોનું પણ સમર્થન મળી રહ્યું છે. જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ડેન્માર્ક, ન્યૂઝીલેન્ડ, લેસ્ટર અને લંડનથી પણ સમર્થન મળી રહ્યું છે. આગામી સમયમાં વધુ નક્કર પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

માતા પિતા મહિનામાં માત્ર  એક કલાક જ દીકરીને મળી શકે છે
બાળકીના માતા ધારા શાહે  મિયા સાથે પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આ ખૂબ જ કપરી પરિસ્થિતિ છે,  ‘પહેલાં અમે મહિનામાં 4 વખત મળી શકતાં હતાં, પણ હવે ફક્ત 1 જ વખત 1 કલાક માટે મળવા દેવામાં આવે છે. ા તો કેલી ક્રૂરતા અમારી જ દીકરીનું મોં પણ મહિને એકવાર જોવા દેવાય.. જ્યારે મળીએ ત્યારે દીકરી ખૂબ ગભરાયેલી જ લાગે છે.  એને અમારા બંન્ને પાસે જ રહેવું છે. તેને પાછું જવું ગમતું નથી. તેને ફોસ્ટર મધર પાસે જવું હોતું જ નથી. અમારા પગ પકડીને ઊભી રહી જાય છે. આ મૂક દીકરીની વેદના અમારાથી ઝીરવાતી નથી. 
શું છે આ કેસ 
સોફ્ટવેર એન્જિનિયર ભાવેશ શાહ તેમની પત્ની ધારા બંન્ને ઓગસ્ટ 2018માં જર્મનીના બર્લિનમાં રહે છે. આ દરમિયાન ફેબ્રુઆરી 2021માં તેમના પરિવારમાં દીકરી અરિહાનો જન્મ થયો હતો. વર્ષ 2021ના સપ્ટેમ્બર મહિનામાં એક દિવસ  બાળકીના નેપીમાં લોહી દેખાતાં તેમણે આ બાબતે ડૉક્ટરને ચેકઅપ કરાવ્યું હતું, પરંતું થોડા દિવસો બાદ તેઓ અરિહાને ફરી ડૉક્ટર પાસે લઈ ગયા ત્યારે ડોક્ટરે  માતાપિતા કંઇ સમજે તે પહેલાં જ ચાઇલ્ડ સર્વિસને બોલાવી અરિહાને તેમને સોંપી દીધી હતી. અધિકારીઓએ બાળકને પોતાની કસ્ટડીમાં લીધા બાદ દંપતી પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. ગુજરાતી જૈન દંપતીએ તેમની સાથે દલીલ કરવાનો પ્રયાસ કર્યો. જો કે, તેઓ જર્મન બોલી શકતા ન હતા અને એકમાત્ર ટ્રાન્સલેટર કે જે પાકિસ્તાન મૂળનો ઉર્દૂ ભાષી વ્યક્તિ હતો જે હિન્દીનું જર્મનીમાં સારી રીતે ભાષાંતર કરી શકતો  ન હતો. 
 
માસૂમ બાળકીની કસ્ટડી મેળવવા કપલ આકશપાતાળ એક કરી રહ્યું છે
ત્યારથી આ માતાપિતા પારકા દેશની ધરતી પર  માસૂમ બાળકીની કસ્ટડી મેળવવા આકશપાતાળ એક કરી રહ્યું છે. માતાપિતા છેલ્લા 12 મહિનાથી આ મુદ્દે લડત આવી રહ્યું છે. બાળકીની કસ્ટડી બેટલ ફાઇટ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં કોર્ટમાં ત્રણવાર આ મુદ્દે હિયરિંગ થયું છે.શાહે તેમના બાળકની કસ્ટડી માટે કાનૂની લડાઈ શરૂ કરી. એકવાર આરોપો સાફ થઈ ગયા પછી, અધિકારીઓએ માતાપિતાને પૂછ્યું કે બાળકની કસ્ટડી મેળવવા માટે, તેઓએ ‘ફીટ-ટુ-બી-પેરેન્ટ્સ’ ટેસ્ટ પાસ કરવાની જરૂર છે. દંપતીએ બે સેશનમાંથી પણ પસાર થઇ ચૂક્યાં છે, પરંતુ જર્મનીના કાયદા મુજબ કાયદાકીય કાર્યવાહીમાં લાંબો સમય લાગી શકે છે.
ક્યાં કાયદા હેઠળ બાળકી માતાપિતાથી દૂર 
ચિલ્ડ્રન એન્ડ યુથ સર્વિસીસ રિવ્યુ (વોલ્યુમ 119) માં પ્રકાશિત 2020 ના પેપરમાં, જર્મનીના ઇન્સ્ટિટ્યુટ ફેમિલીના હેન્ડ્રિક રોન્સે, કુટુંબ શિક્ષણ અને ઉછેર અભ્યાસ માટે એક ખાનગી સંશોધન સંસ્થા, “પરમિશનિવ પેરેન્ટિંગ” ના જર્મન મોડેલ વિશે લખે છે. 2000 થી, જર્મન કાનૂની પ્રણાલી મુજબ, ગંભીર શારીરિક હિંસાથી “હળવા રૂઢિગત શારીરિક, બિન-અપમાનજનક શિસ્ત” વચ્ચે તફાવત કરતી નથી. રોન્સચ લખે છે: “જર્મન કાયદો માતાપિતાને ગુનાહિત કરી શકે છે અને યુરોપિયન સંસદ અનુસાર, (તે) મૂળભૂત માનવ અને માતાપિતા તરીકેના અધિકારોનો ભંગ કરે છે.”
બાળકને યોગ્ય વાતાવરણ મળી રહે તે સુનિશ્ચિત કરવા પરિવારની અધિકારીઓને વિનંતી 
હાલમાં માતા પિતાની માંગણીના બદલે બાળકને યોગ્ય શાકાહારી ખોરાક અને યોગ્ય વાતાવરણ મળી રહે તે સુનિશ્ચિત કરવા પરિવાર અધિકારીઓને વિનંતી કરી રહ્યો છે. માતા-પિતાએ અધિકારીઓને એવી પણ અપીલ કરી છે કે જ્યાં સુધી તેઓ બાળકને સંભાળવા માટે યોગ્ય ન ગણાય ત્યાં સુધી તેને ભારતમાં જૈન ગુજરાતી પરિવાર સાથે રાખવામાં આવે, કારણ કે તેના પોતાના ધર્મ, સંસ્કૃતિની વચ્ચે ઉછેર મેળવે તે બાળકનો અધિકાર છે.  જો કે આ મામલે ગૂંચવણ થતાં ભારતના સમાજ કલ્યાણ વિભાગને વિનંતી પણ કરી છે.

કાનૂની લડાઈ લંબાય તો તેમની પુત્રી તેના ભારતીય સંસ્કૃતિથી દૂર થઇ શકે 
હાલમાં બાળકનો પાસપોર્ટ અધિકારીઓની કસ્ટડીમાં હોવાથી, દંપતીને ડર છે કે જો કાનૂની લડાઈ લંબાય તો તેમની પુત્રી તેના ભારતીય સંસ્કૃતિથી દૂર થઇ શકે છે. તેમને ડર છે કે તે માતૃભાષા તરીકે વિદેશી ભાષા બોલતા મોટી થઈ શકે છે અને સંસ્કૃતિ અને આહારમાં ફેરફાર થશે તો તે આ માસૂમ છોકરી માટે અયોગ્ય ન હોઈ શકે.

બાળકની કસ્ટડી ભારતમાં તેના વિસ્તૃત પરિવારને ટ્રાન્સફર કરવા વિનંતી
આ દંપતીએ ભારતના વિદેશ મંત્રાલયને JITO, Prasadham, JEET અને સંસ્કારશક્તિ જેવી સંસ્થાઓ દ્વારા પત્રો મોકલ્યા છે, જેથી બાળકની કસ્ટડી ભારતમાં તેના વિસ્તૃત પરિવારને ટ્રાન્સફર કરવામાં મદદ મળે, આ પહેલાં આવા કેસાં વિદેશી સરકારે જેમ કે સરકારે આવા કેસોમાં બાળકની કસ્ટડી બીજા વાલીને આપી છે. જો કે, અરિહા 17 મહિનાની થઈ ગઈ છે.
 

Whatsapp share
facebook twitter