+

શેર બજારમાં મોટો કડાકો, રોકાણકારોના રૂ.7.35 લાખ કરોડ ધોવાયા

stock market down : આજરોજ ગુરુવારે 9 મી મેના રોજ શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં ભારે ઘટાડાનો સામનો કરવો પડી રહ્યો છે. તમને જણાવી દઈએ…

stock market down : આજરોજ ગુરુવારે 9 મી મેના રોજ શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં ભારે ઘટાડાનો સામનો કરવો પડી રહ્યો છે. તમને જણાવી દઈએ કે BSE સેન્સેક્સ 1062 અંક ઘટીને 72404 ના સ્તર પર બંધ થયો છે. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી પણ 2 મેથી અત્યાર સુધીમાં 650 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. ગુરુવારે નિફ્ટી 50 પણ 345 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. આ ઘટાડાથી રોકાણકારોને રૂ.7.35 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.

stock market down

stock market down

સેન્સેક્સ લિસ્ટેડ શેરોમાં માર્ચ ક્વાર્ટરના પરિણામો પછી લાર્સન એન્ડ ટુબ્રો 3 ટકાથી વધુ ઘટ્યો હતો. તે જ સમયે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ટેક મહિન્દ્રા, આઈટીસી, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઘટનારાઓમાં હતા, જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઈટન, મારુતિ અને ટાટા મોટર્સ ટોચના ગેનર્સમાં હતા.

આ કારણોને લીધે બજાર તૂટયું

હવે કેટલાક પ્રમુખ કારણો આવું થવા પાછળના સામે આવી રહ્યા છે. પહેલું કારણ તો એ છે કે. બુધવારે વિદેશી રોકાણકારો દ્વારા મોટી સંખ્યામાં ઇક્વિટી વેચવાને કારણે શેરબજારમાં આજે સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત સ્થાનિક અને છૂટક રોકાણકારોએ પણ ઘટાડાને કારણે શેર તેમના શેર વેચ્યા હતા, જેના કારણે બજારને વધુ ઘટવા માટે મદદ મળી હતી.

આ સિવાય અન્ય કારણ જે સામે આવી રહ્યું છે તે એ છે કે, આરબીઆઈના નિર્દેશોને કારણે એનબીએફસીના શેરમાં ઘટાડો થયો છે.  વધુમાં કેટલીક કંપનીઓના નબળા પરિણામોને કારણે, તે કંપનીઓના શેરમાં પણ ઘટાડો થયો છે. વધુમાં શેરબજારમાં ભારે ઘટાડા પણ આ પણ કારણો છે, જે હાલ સામે આવી રહ્યા છે.

લોકસભાની ચૂંટણી

ભારતમાં અત્યારે ઠેર ઠેર ચૂંટણીનો માહોલ છે. હાલમાં જ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે.  ત્યારે ભારતીય શેરબજાર પહેલાથી જ લોકસભા ચૂંટણીમાં બીજેપીની આગેવાની હેઠળની એનડીએની જીતનું અનુમાન લગાવી ચુક્યું છે. જેના કારણે શેરબજારમાં સમય પહેલા પ્રોફિટ બુકિંગ શરૂ થઈ ગયું છે. વધુ પ્રાપ્ત અહેવાલ અનુસાર, શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે ભાજપના નેતૃત્વમાં એનડીએને બહુમતી ન મળવાની સંભાવના છે, જેના કારણે બજારના કામકાજને અસર થઈ રહી છે.

વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, FII આ મહિને ભારે વેચવાલી કરી રહ્યા છે. મે 2024 માં ગુરુવાર સુધીમાં, FII એ રોકડ સેગમેન્ટમાંથી રૂ. 15863 કરોડનું વેચાણ કર્યું છે. જ્યારે ફ્યુચર એન્ડ ઓપ્શન (F&O) સેગમેન્ટમાં FIIએ રૂ. 5,292 કરોડ પાછા ખેંચ્યા છે.

કંપનીઓના નબળા પરિણામો

મળતી માહિતી અનુસાર, છેલ્લા નાણાકીય વર્ષ માટે કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામોએ બજારના સેન્ટિમેન્ટને નુકસાન પહોંચાડ્યું છે. SBI અને કેનેરા બેંકે ઉત્તમ પરિણામો દર્શાવ્યા છે પરંતુ એશિયન પેઇન્ટ્સની કમાણી સારી રહી નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમના ગત નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરના પરિણામો સારા રહ્યા નથી.

આ પણ વાંચો : Air India Express નું મોટું એક્શન, એક ઝાટકે 25 ક્રૂ-મેમ્બર્સને નોકરીમાંથી હાંકી કાઢ્યા…

Whatsapp share
facebook twitter