+

સોનાલી ફોગાટનું જે રેસ્ટોરન્ટમાં થયું ત્યાં આ કારણે પહોંચ્યું બુલડોઝર

ભાજપ (BJP) નેતા સોનાલી ફોગાટ (Sonali Phogat) કેસમાં NGTએ મોટો આદેશ આપ્યો છે. ગોવાની રેસ્ટોરન્ટ જ્યાં તેને કર્લીઝમાં ડ્રગ્સ આપવામાં આવ્યું હતું, હવે આ જ રેસ્ટોરન્ટને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ભૂતકાળમાં રેસ્ટોરન્ટના માલિક એડવિન નુન્સે ડિમોલિશન વિરુદ્ધ NGTમાં અરજી કરી હતી, પરંતુ હવે અરજી ફગાવી દેવામાં આવી છે અને ડિમોલિશનનો માર્ગ મોકળો થઈ ગયો છે.  તાજેતરમાં મળી રહેલી માહિતી
ભાજપ (BJP) નેતા સોનાલી ફોગાટ (Sonali Phogat) કેસમાં NGTએ મોટો આદેશ આપ્યો છે. ગોવાની રેસ્ટોરન્ટ જ્યાં તેને કર્લીઝમાં ડ્રગ્સ આપવામાં આવ્યું હતું, હવે આ જ રેસ્ટોરન્ટને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ભૂતકાળમાં રેસ્ટોરન્ટના માલિક એડવિન નુન્સે ડિમોલિશન વિરુદ્ધ NGTમાં અરજી કરી હતી, પરંતુ હવે અરજી ફગાવી દેવામાં આવી છે અને ડિમોલિશનનો માર્ગ મોકળો થઈ ગયો છે.  
તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ગોવાના અંજુના બીચ પર સ્થિત કર્લીઝ ક્લબને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે કર્લીઝ રેસ્ટોરન્ટ અને નાઈટ ક્લબને તોડી પાડવા પર રોક લગાવી છે. આ એ જ કર્લીઝ ક્લબ છે, જેમાં બીજેપી નેતા સોનાલી ફોગાટને તેમના મૃત્યુ પહેલા પાર્ટી દરમિયાન ડ્રગ્સ આપવામાં આવ્યું હતું.
ભાજપ નેતા સોનાલી ફોગાટના મૃત્યુ સાથે જોડાયેલી ઉત્તર ગોવામાં વિવાદાસ્પદ રેસ્ટોરન્ટ ટૂંક સમયમાં બુલડોઝ કરવામાં આવે તેવી શક્યતા છે. રેસ્ટોરન્ટને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ)ના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યું છે. આ માહિતી એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી. ગોવાની પ્રખ્યાત અંજુના બીચ પર બનેલી રેસ્ટોરન્ટ, ‘Curly’s’ તાજેતરમાં હેડલાઇન્સમાં ત્યારે આવી જ્યારે સોનાલી ફોગાટ તેના મૃત્યુના થોડા કલાકો પહેલા આઉટલેટ પર પાર્ટી કરતી જોવા મળી હતી. મળી રહેલી માહિતી અનુસાર, ગોવાના કર્લી ક્લબ પર કાર્યવાહી શરૂ થઈ છે. વહીવટીતંત્ર તરફથી કર્લી ક્લબને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ક્લબની બહાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગોવાના ‘રેસ્ટોરન્ટ કર્લી’ના ડિમોલિશન પર સ્ટે માંગતી અરજીને ફગાવી દીધી હતી, જેનાથી કર્લી ક્લબને તોડી પાડવાનો માર્ગ મોકળો થયો હતો.

ફોગાટના મૃત્યુના સંબંધમાં તેના માલિક એડવિન નુન્સની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા ચાર લોકોમાં તે પણ હતો, જોકે બાદમાં તેને જામીન મળી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ભાજપના નેતા, ભૂતપૂર્વ ટિકટોક સ્ટાર અને રિયાલિટી શો ‘બિગ બોસ’ના સ્પર્ધકને, 23 ઓગસ્ટના રોજ તેમના મૃત્યુ પહેલા રેસ્ટોરન્ટમાં કથિત રીતે ડ્રગ પીવડાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભાજપ નેતા અને વિડીયો આર્ટિસ્ટ સોનાલી ફોગાટનું 23 ઓગસ્ટના રોજ શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. પ્રાથમિક માહિતીમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવી રહ્યું હતું, પરંતુ બાદમાં પરિવારજનોએ તેને હત્યા ગણાવી હતી. સોનાલી ફોગટના ભાઈ રિંકુ ઢાકા અને જીજા અમન પુનિયાએ સોનાલીના અંગત સહાયક સુધીર સાંગવાન અને હરિયાણા લોકભાલી પાર્ટીના વડા ગોપાલ કાંડાના નજીકના સાથી સુખવિંદર સિંહ પર સોનાલીની હત્યાનો આરોપ લગાવ્યો હતો. રિંકુએ જાતીય સતામણી અને બ્લેકમેલિંગનો આરોપ લગાવ્યો હતો. સાથે જ રિંકુ અને અમને ફરિયાદમાં જણાવ્યું હતું કે, જો હત્યા જ નથી થઈ તો સુધીર શા માટે વારંવાર અલગ-અલગ માહિતી આપતો હતો. તે લગભગ 2 કલાક સુધી લેડીઝ ટોયલેટમાં શું કરી રહ્યો હતો. તે તેને સમયસર હોસ્પિટલ કેમ ન લઈ ગયો? મોતના 12 કલાક પછી સોનાલીએ મોબાઈલ ફોનનો ઉપયોગ કેમ કર્યો?
Whatsapp share
facebook twitter