+

ઇડર તાલુકાના સસ્પેન્ડ કરાયેલા ૮ કાર્યકર્તાઓનો પુન: ભાજપમાં પ્રવેશ

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, તે વચ્ચે હવે બીજેપીમાં ભરતીમેળો જામ્યો હોય તેમ હવે પાર્ટી છોડી ગયેલા કાર્યકર્તાઓ ફરી ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે.  ત્યારે ભાજપ દ્વારા અગાઉ સસ્પેન્ડ…

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, તે વચ્ચે હવે બીજેપીમાં ભરતીમેળો જામ્યો હોય તેમ હવે પાર્ટી છોડી ગયેલા કાર્યકર્તાઓ ફરી ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે.  ત્યારે ભાજપ દ્વારા અગાઉ સસ્પેન્ડ કરાયેલા ઇડર તાલુકાના ૮ વરિષ્ઠ કાર્યકર્તાઓને પુન: ભાજપમાં પ્રવેશ ગાંધીનગરના કમલમ ખાતે મહામંત્રીના વરદહસ્તે ભાજપનો ખેસ પહેરાવીને આપવામાં આવ્યો છે. ત્યારે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મડી રહ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા બેન્કની ચૂંટણી દરમિયાન મેનડેડની અવગણના કરીને ડિરેકટર તરીકેનુ અપક્ષ ફોર્મ ભરી ઉમેદવારી કરનાર તેમજ પાર્ટી બદલી નાખેલ સતિષ પટેલ તથા તેમની સાથે તેમના ટેકેદારોને પણ ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે તેમ છતા પાર્ટી ને અવગની ચૂંટણી લડી સાબરકાંઠા બેન્કના ડિરેકટર તરીકે સતીષ પટેલે જીત મેળવી હતી. જોકે ભાજપના સ્થાનિક આગેવાનોએ મોવડી મંડળ સમક્ષ ફરિયાદ કરીને સતિષ પટેલ તથા તેમના ટેકેદારોને ભાજપમાંથી સસ્પેન્ડ કરાવી દીધા હતા. જોકે હવે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ ભાજપ દ્વારા માઇક્રો પ્લાનીંગ કરીને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જ્યારે આજે પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડેલા આજે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના આદેશથી સસ્પેન્ડ કરાયેલા સતીષ પટેલ સહિત તેમના ટેકેદારોને પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલે ભાજપનો ખેસ પહેરાવી પુન: પ્રવેશ અપાવ્યો છે. આ પ્રસંગે સતિષ પટેલે જણાવ્યુ હતુ કે, અમે ભાજપના પાયાના કાર્યકર્તા હતા અને છીએ, અમે હર હંમેશા ભાજપના સમર્થનમાં વિધાનસભા, લોકસભા હોય કે સ્થાનિક ચૂંટણીઓમાં પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસ કરીએ છીએ. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીઓમાં પણ ભાજપના ઉમેદવારને બહુમતીથી વિજય બનાવવાનો સંકલ્પ કરીએ છીએ.

જ્યારે હવે લોકો પણ ચર્ચા કરી રહ્યા છે કે જે લોકો પોતાના સ્વાર્થ ખાતર અને મેન્ડેટ વિરુદ્ધ જઈને ચૂંટણી લડયા હતા તે હવે આગામી લોકસભા ચૂંટણી માં પાર્ટીને કેટલાં વફાદાર રહે છે કે કેમ તે હવે જોવું રહ્યું.

ભાજપમાં પુન: પ્રવેશ કોને અપાયો

સતીષભાઇ પટેલ, મેસણ, ડિરેકટર સાબરકાંઠા બેંક, હિંમતનગર

અશોકભાઇ પટેલ, દિવેલા સંઘ ચેરમેન

કનુભાઇ પટેલ, દાવડ, ડિરેટકર એપીએમસી ઇડર

ભોગીલાલ પટેલ, બડોલી, ચેરમેન બડોલી સેવા મંડળી

હેમંતભાઇ પટેલ, જાદર, પૂર્વ ડિરેકટર એપીએમસી, ઇડર

કાન્તીભાઇ પટેલી, સીંગા, ડિરેકટર ખરીદ વેચાણ સંઘ, ઇડર

બિપીનભાઇ પટેલ, કાનપુર, ચેરમેન કાનપુર સેવા મંડળી

વિઠ્ઠલભાઇ પટેલ, ભુવેલ, ચેરમેન સહકારી જીન, જાદર

અહેવાલ  – યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો — જિલ્લામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી હિંમતનગર “એ”ડિવિઝન પોલીસ સ્ટેશન

Whatsapp share
facebook twitter