Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઓપરેશન કાવેરી હેઠળ વધુ 56 ગુજરાતીઓ વતન પહોંચ્યા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફૂલ આપી કર્યું સ્વાગત

09:45 AM Apr 28, 2023 | Hiren Dave

ઓપરેશન કાવેરી’ હેઠળ સુદાનથી અનેક ગુજરાતીઓ વતન પરત ફર્યા હતા. સુદાનથી રેસ્ક્યુ કરવામાં આવેલા 44 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા હતા.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુલાબનુ ફુલ આપી તમામનુ સ્વાગત કર્યું હતું.ઓપરેશન કાવેરી હેઠળ તમામને પોતાના વતનમાં લાવવામાં આવ્યા હતા.

સુદાનમાં ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાયા બાદ ત્યાં રહેતા ગુજરાતીઓને ભારત સરકારે તેમના વતન પરત લાવવા માટે ઓપરેશન કાવેરીની શરૂઆત કરી હતી. 56 ગુજરાતી સુદાનથી મુંબઈ પહોંચ્યા હતા. જેમાં મુંબઈથી અમદાવાદ આવવા માટે 44 ગુજરાતીઓ ગઈકાલે સાંજે નીકળ્યા હતા અને આજે સવારે છ વાગે અમદાવાદ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. સુદાનથી આવેલા સૌ ગુજરાતીઓનું સ્વાગત અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુલાબના ફૂલ આપી કરાયુ હતું. હર્ષ સંઘવીએ સૌને આવકારતા કહ્યું હતું કે હજુ પણ જે ગુજરાતીઓ સુદાનમાં ફસાયેલા છે તેમને લાવવા માટે ભારત સરકાર સાથે જ ગુજરાત સરકાર પણ સતત પ્રયત્નો કરી રહી છે. અને તેમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે તે બાબતે સરકાર ગંભીર છે.

તેમણે કહ્યું હતું કે આ 56 ગુજરાતીઓને સુદાનથી તેમના વતન સુધી પહોંચવા માટે સરકારે તમામ તૈયારીઓ કરી હતી અને ઓપરેશન કાવેરી અંતર્ગત તેમને તેમના વતન પહોંચાડવામાં અમે સફળ રહ્યા છીએ. અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે પહોંચેલા ગુજરાતીઓએ પોતાની વેદના પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર અમને હેમખેમ મોતના મુખમાંથી પરત અમારા ઘરે લઈ આવી છે અમારા નસીબ છે કે અમે જીવતા છીએ.

 

 

આપણ  વાંચો – રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, ખેડૂતો ચિંતિત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ