+

Gold Smuggling In Gujarat : લાખો રૂપિયાના Gold નો મામલો પોલીસ પાસે આવ્યો ને કેસને યુ ટર્ન આપવા 5 કરોડમાં થયો સોદ્દો…

ગુજરાતમાં વર્ષોથી સોનાની દાણચોરીનું એક સુવ્યવસ્થિત કૌભાંડ (Gold Smuggling In Gujarat) ચાલી રહ્યું છે. સુરત એરપોર્ટ પરથી પકડાયેલા 45 કિલો સોનાની દાણચોરીના કેસમાં PSI ની સંડોવણી સામે આવી છે. ગોલ્ડ…

ગુજરાતમાં વર્ષોથી સોનાની દાણચોરીનું એક સુવ્યવસ્થિત કૌભાંડ (Gold Smuggling In Gujarat) ચાલી રહ્યું છે. સુરત એરપોર્ટ પરથી પકડાયેલા 45 કિલો સોનાની દાણચોરીના કેસમાં PSI ની સંડોવણી સામે આવી છે. ગોલ્ડ સ્મગલીંગનો એક અનોખો મામલો અમદાવાદ સ્થિત પોલીસ એજન્સી (Police Agency in Ahmedabad) માં સામે આવ્યો છે. છેતરપિંડીના મામલામાંથી એક મોટા ગોલ્ડ સ્મગલીંગ રેકેટ (Gold Smuggling Racket) ની જાણકારી પોલીસના ધ્યાને આવતાં IPS કક્ષાના અધિકારીની દાઢ સળકી છે. વાયા મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) થી ચાલતા ગોલ્ડ સ્મગલીંગ રેકેટના મામલાને યુ ટર્ન આપવા માટે પોલીસ એજન્સીએ 5 કરોડ રૂપિયામાં ડીલ ફાઈનલ (Final Deal) કરી છે.

શું છે સમગ્ર મામલો ?

પૂર્વ અમદાવાદમાં સોનાનો મોટો શો-રૂમ ધરાવતા સોની બંધુ (Ahmedabad Jewellers) કેરિયર થકી સોનાની દાણચોરીનું કૌભાંડ ચલાવી રહ્યાં છે. અમદાવાદ પાસે આવેલા એક ગામમાં રહેતા કપલ સહિતના અનેક લોકો આ કૌભાંડમાં સામેલ છે. થોડાક દિવસો પહેલાં વાય મુંબઈ થઈને એક દંપતિ દુબઈ (Dubai) ગયું હતું અને ત્યાંથી અગાઉની જેમ લાખો રૂપિયાનું સોનુ દાણચોરીથી લઈ આવ્યા. મુંબઈ એરપોર્ટની બહાર હાજર રિસીવરને સોનાની ડિલીવરી (Gold Delivery) આપવાના બદલે ત્યાંથી રફૂચક્કર થઈ ગયા. દંપતિ રિસીવરને નહીં મળતા અમદાવાદના સોની બંધુઓ પૈકીનો એક કપલને મળવા તેમના ગામ ગયો હતો. લાખો રૂપિયાનું સોનુ બારોબાર વેચી મારનારા દંપતિએ મુંબઈમાં લૂંટ થઈ હોવાની વાર્તા ઘડી કાઢી હતી. દાણચોરીના સોનાની પોલીસ ફરિયાદ કેવી રીતે કરીએ તેમ કહીને જવેલર્સને ઘરેથી રવાના કરી દીધો હતો. જો કે, આ વાત જવેલર્સને ગળે નહીં ઉતરતાં તેણે પરિચિત થકી પોલીસ એજન્સીના એક PSI નો સંપર્ક કર્યો અને છેતરપિંડીની અરજી આપી. લાખો રૂપિયાના સોનાના મામલાની વાત જાણી એજન્સી તુરંત હરકતમાં આવી અને પુરૂષને ઉઠાવી લાવી. પોલીસ એજન્સીને લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ હાથ લાગ્યો છે.

IPS Deal in Gold Smuggling Racket

IPS ની કેમ લાળ ટપકી ?

લાખો રૂપિયાના સોનાની છેતરપિંડીની તપાસમાં પોલીસ એજન્સીએ મહિલાને શોધવાના પ્રયાસ પર બ્રેક મારી દીધી છે. કારણ કે, પોલીસને હાથ લાગેલા પુરૂષની પૂછપરછમાં કરોડો રૂપિયાના ગોલ્ડ સ્મગલીંગની ચોંકાવનારી માહિતી સામે આવી. કરોડો રૂપિયાના સોનાની દાણચોરીની વાત જાણતા જ IPS અધિકારીના મોંઢામાંથી લાળ ટપકવા લાગી. લાખો રૂપિયાના મામલામાં કરોડોનો ખેલ સામે આવતા એજન્સીની ટોળકીને બગાસુ ખાતા પતાસુ મળ્યું હોય તેવો અહેસાસ થવા લાગ્યો છે.

નાની માછલીઓને ફસાવવાનો પ્લાન

પૂર્વ અમદાવાદના જવેલર્સ બંધુઓ છેલ્લાં લાંબા સમયથી સોનાની દાણચોરી કરતા હોવાનો ઘટસ્ફોટ થયા બાદ મામલાને યુ ટર્ન આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શકના આધારે કબજે લેવાયેલા લાખો રૂપિયાના મુદ્દામાલના કેસમાં ત્વરિત કાર્યવાહી કરવાના બદલે એજન્સી વિલંબ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દાણચોર સોની બંધુઓને સમગ્ર મામલામાંથી બહાર કાઢી લઈ એજન્સીમાં ગોંધી રખાયેલા આક્ષેપિત (Accused Illegally Detained) સહિતના શખ્સો પર કેસનું પૂર્ણ વિરામ મુકવાનો તખ્તો ઘડી દેવાયો છે. મુખ્ય આરોપીઓને દાણચોરીના કેસમાંથી આબાદ બચાવી લેવા માટે 5 કરોડ રૂપિયામાં સોદ્દો નક્કી થયો હોવાની વાત સામે આવી છે.

આ પણ વાંચો : THE HISTORY OF GUJARAT : IPS HIMANSHU SHUKLA ની ટીમે કરેલા ISI AGENT ના કેસમાં અદાલત આપશે ચૂકાદો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter