+

51 દેશના 446 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગુજરાત આવ્યા

51 દેશના 446 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગુજરાત આવ્યાકેન્દ્રની શિષ્યવૃતિ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગુજરાત આવ્યા...ભારતીય સાંસ્કૃતિક સબંધ પરિષદ દ્વારા કેન્દ્ર સરકારની શિષ્યવૃતિ પર ગુજરાત (Gujarat )ની વિવિધ યુનિવર્સીટીમાં 51 દેશના 446 વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે પ્રવેશ (Admission) મેળવ્યો છે. સૌથી વધારે 307 વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિ.માં અને 21 વિદ્યાર્થીઓએ જીટીયુમાં પ્રવેશ મેળવ્યો છે.વિà
  • 51 દેશના 446 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગુજરાત આવ્યા
  • કેન્દ્રની શિષ્યવૃતિ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગુજરાત આવ્યા…
ભારતીય સાંસ્કૃતિક સબંધ પરિષદ દ્વારા કેન્દ્ર સરકારની શિષ્યવૃતિ પર ગુજરાત (Gujarat )ની વિવિધ યુનિવર્સીટીમાં 51 દેશના 446 વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે પ્રવેશ (Admission) મેળવ્યો છે. સૌથી વધારે 307 વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિ.માં અને 21 વિદ્યાર્થીઓએ જીટીયુમાં પ્રવેશ મેળવ્યો છે.
વિદેશથી પણ વિદ્યાર્થી ગુજરાત આવ્યા
વિદેશથી પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવ્યા છે જેમાં 101 વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાનથી આવ્યા છે. આ વિદ્યાર્થીઓએ યુજી, પીજી તેમજ પીએચડીમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો છે. વિદેશના વિદ્યાર્થીઓ ભારતની યુનિ.માં અભ્યાસ કરે તે માટે શિષ્યવૃતિ પણ આપવામાં આવે છે. જેમા વિદ્યાર્થીઓના અભ્યાસની સાથે રહેવાની સુવિધા પણ ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ દ્વારા કરાય છે.
વિવિધ યુનિ.માં પ્રવેશ 
આ વિદ્યાર્થીઓ સેન્ટ્રલ યુનિવર્સીટી, જીટીયુ, ગુજરાત યુનિ, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિ, સરદાર પટેલ યુનિ વગેરે યુનિ.માં પ્રવેશ અપાય છે. અભ્યાસની સાથે વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક કળા, સંસ્કૃતિ, સાહિત્ય, પરંપરા વગેરે બાબતોથી પણ અવગત કરવામાં આવે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter