+

વિધાનસભામાં 40 ગુનાહિત ઈતિહાસવાળા સભ્યો ચૂંટાયા, 3 સભ્યો સામે હત્યાના પ્રયાસનો છે કેસ

વિધાનસભામાં 40 ગુનાહિત ઈતિહાસવાળા સભ્યો ચૂંટાયા182 પૈકી 40 સામે ગુના નોંધાયેલા, 29 સામે ગંભીર ગુના3 સભ્યો સામે હત્યાના પ્રયાસ, 4 સામે મહિલા સંબંધિત ગુનાભાજપના 26, કોંગ્રેસના 4, AAPના 2 સામે ગુના નોંધાયેલા2 અપક્ષ અને 1 સમાજવાદી પાર્ટીના સભ્ય સામે ગુના નોંધાયેલાવિધાનસભામાં ચૂંટાયેલા 182 પૈકી 151 સભ્યો કરોડપતિસૌથી વધુ ભાજપના 153,કોંગ્રેસના 14 સભ્યો કરોડપતિAAPનો 1,SPનો 1 અને 3 અપક્ષ સભ્યો કરોડપતિચૂંટાયેàª
  • વિધાનસભામાં 40 ગુનાહિત ઈતિહાસવાળા સભ્યો ચૂંટાયા
  • 182 પૈકી 40 સામે ગુના નોંધાયેલા, 29 સામે ગંભીર ગુના
  • 3 સભ્યો સામે હત્યાના પ્રયાસ, 4 સામે મહિલા સંબંધિત ગુના
  • ભાજપના 26, કોંગ્રેસના 4, AAPના 2 સામે ગુના નોંધાયેલા
  • 2 અપક્ષ અને 1 સમાજવાદી પાર્ટીના સભ્ય સામે ગુના નોંધાયેલા
  • વિધાનસભામાં ચૂંટાયેલા 182 પૈકી 151 સભ્યો કરોડપતિ
  • સૌથી વધુ ભાજપના 153,કોંગ્રેસના 14 સભ્યો કરોડપતિ
  • AAPનો 1,SPનો 1 અને 3 અપક્ષ સભ્યો કરોડપતિ
  • ચૂંટાયેલા 86 સભ્યોનો ધોરણ-5થી 12 સુધીનો અભ્યાસ
  • 83 ગ્રેજ્યુએટ, 7 સાક્ષર, 6 ડિપ્લોમા હોલ્ડર સભ્યો
વિજેતા થયેલ 3 ઉમેદવાર પર હત્યા પ્રયાસનો કેસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે ત્યારે દરેક ઉમેદવારે પોતાના ઉમેદવારી ફોર્મ ભરતી વખતે સોગંદનામુ રજૂ કર્યું હતું. જેના અંતર્ગત ADR દ્વારા તેમનો એક વિજેતા ઉમેદવારનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં વિજેતા થયેલા ઉમેદવારો સામે ગુનાહિત ઇતિહાસ શૈક્ષણિક લાયકાત અને તેમની આવક વિશે માહિતી આપવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 156 સીટ સાથે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ત્યારે ADR દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વિજેતા થયેલ ઉમેદવાર વિશે ગુનોહિત ઇતિહાસ, નાણાકીય ઇતિહાસ તેમજ શૈક્ષણિક વિગતો વિશે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો. જેમાં 40 ટકા ઉમેદવાર સામે ગુનો નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે.
29 ઉમેદવાર સામે ગંભીર ગુનો
ADR સ્ટેટ કોડીનેટરે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા 2022 માં 182 ઉમેદવારોમાંથી 40 ઉમેદવારો સામે ગુનો નોંધાયેલ છે. તેવું ઉમેદવાર પોતાનું ફોર્મ ભરતી વખતે સોગંદનામામાં જણાવ્યું છે જીતેલા 182 ઉમેદવારોમાંથી 29 ઉમેદવારો સામે ગંભીર ગુનો દાખલ થયો છે. જ્યારે 2017માં 33 ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ નોંધાયેલ હતા. આ ઉપરાંત અનંત કુમાર INC, કિરીટ કુમાર INC, કાળુભાઈ રાઠોડ BJP આ ત્રણ ઉમેદવાર સામે હત્યાનો પ્રયાસ ગુનો દાખલ થયેલો છે. જ્યારે જેઠાભાઈ ભરવાડ, જીજ્ઞેશ મેવાણી, ચૈતર વસાવા, જનકભાઈ તલાવિયા આ ચાર ઉમેદવારો સામે મહિલાઓ સામે ગુનો નોંધાયેલો છે. વિધાનસભા ચૂંટણીમાં જીતેલા ભાજપના 156 માંથી 20, કોંગ્રેસના 17 માંથી 4 આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારોમાંથી 2, અપક્ષ 3 ઉમેદવારોમાંથી 2 ઉમેદવારો સામે ગુનો નોંધાયેલો છે.
182 ઉમેદવારોમાંથી 151 કરોડપતિ
ગુજરાત વિધાનસભાની 2017 ચૂંટણીમાં કરોડપતિ સંખ્યા 141 હતી. જેમાં વધારો થઈને 182 ઉમેદવારોમાંથી 151 ઉમેદવારો કરોડપતિ છે. જેમાં ભાજપના 156 ઉમેદવારોમાંથી 132 ઉમેદવારોએ કરોડપતિ છે. જ્યારે કોંગ્રેસના 17 ઉમેદવારોમાંથી 14 ઉમેદવાર કરોડપતિ, આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારમાથી 1 ઉમેદવાર કરોડપતિ છે. જ્યારે અપક્ષમાંથી વિજેતા થયેલ 3 ઉમેદવારોમાંથી ત્રણેય ઉમેદવારો કરોડપતિ છે. જેમાં 5 કરોડ વધુ મિલકત ધરાવતા 73 ઉમેદવારો છે. 2 કરોડથી 5 કરોડ સુધીની મિલકત ધરાવતા 52 ઉમેદવાર અને 2 કરોડથી ઓછી મિલકત ધરાવતા 46 ઉમેદવાર છે. જ્યારે 50 લાખથી ઓછી મિકલત ધરાવતા 11 ઉમેદવારો છે.
સૌથી વધુ મિલકત ભાજપના ઉમેદવાર પાસે
ADR ના રિપોર્ટ અનુસાર સૌથી વધુ મિલકત ભાજપમાં ઉમેદવાર જયંત સોમાભાઇ પટેલ પાસે 600 કરોડથી પણ વધુ મિલકત ધરાવે છે. બીજા નંબરે ભાજપના જ ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત પાસે 372 કરોડથી વધુ અને ત્રીજા નંબરે પણ ભાજપના ઉમેદવાર રમેશભાઈ તિલાલા 175 કરોડથી વધુ મિલકત ધરાવે છે. જ્યારે સૌથી ઓછી મિલકત ધરાવતા ત્રણ ઉમેદવારોની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર કોકની મોહનભાઈ 18 લાખથી વધુ મિલકત ધરાવે છે. જ્યારે બીજા નંબરે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુધીર વાઘાની 19 લાખથી વધુ મિલકત અને ત્રીજા નંબરે ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ ભાભોર પાસે 21 લાખથી વધુ મિલકત ધરાવે છે.
182માંથી 83 ઉમેદવાર ગ્રેજ્યુએટ
ગુજરાત વિધાનસભાની 182 માંથી 83 ઉમેદવારો ગ્રેજ્યુએટ અથવા તેનાથી વધુ અભ્યાસ કરેલો છે. જ્યારે 86 ઉમેદવાર 12 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. જ્યારે 7 ઉમેદવાર સાક્ષર છે. અને 6 ઉમેદવાર ડિપ્લોમા હોલ્ડર છે. જ્યારે 182 ઉમેદવારરોમાંથી 62 ઉમેદવારો સરેરાશ આયુષ્ય 25 થી 50 વર્ષ સુધીની છે. જયારે 120 ઉમેદવારની સરેરાશ આયુષ્ય 51 થી 80 વર્ષની વચ્ચે છે. જેમાં સૌથી વધુ ઉંમર ધરાવતા ત્રણ ઉમેદવાર છે. 2017માં  મહિલાની સંખ્યા 13 હતી. જેમાં વધીને 2022માં 15 સંખ્યા હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter