+

19 વિપક્ષી પાર્ટીઓએ New Parliament Building ના ઉદ્ધાટન સમારોહનો કર્યો બહિષ્કાર

દેશના નવા સંસદ ભવનનું 28મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ધાટન કરવાના છે પણ તેની પહેલા આ કાર્યક્રમને રાજકિય રંગ લાગી ગયો છે. બુધવારે 19 વિપક્ષી પાર્ટીઓએ તેનો બહિષ્કાર કરવા…

દેશના નવા સંસદ ભવનનું 28મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ધાટન કરવાના છે પણ તેની પહેલા આ કાર્યક્રમને રાજકિય રંગ લાગી ગયો છે. બુધવારે 19 વિપક્ષી પાર્ટીઓએ તેનો બહિષ્કાર કરવા માટે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ નિવેદન જાહેર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે સંસદમાંથી લોકશાહીની આત્માને જ છીનવી લેવામાં આવી છે તો અમને એક નવી ઈમારતની કોઈ કિંમત નજર નથી આવી રહી.

લોકશાહી પર હુમલો

વિપક્ષી દળોના સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, નવા સંસદ ભવનનું ઉદ્ધાટન એક યાદગાર અવસર છે. અમારા આ વિશ્વાસ છતાં આ સરકાર લોકશાહી માટે ખતરો છે અને જે નિરંકુશ રીતે નવી સંસદનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેના પ્રત્યે અમારી અસ્વીકૃતિ છતાં અમે મતભેદોને દુર કરવા માટે આ અવસરમાં સામેલ થવા માટે તૈયાર હતા પરંતુ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સાઈડલાઈન કરી નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરવાનો વડાપ્રધાન મોદીનો પોતાનો નિર્ણય ના માત્ર તેમનું અપમાન છે પણ આપણી લોકશાહી પર સીધો હુમલો છે.

આ પણ વાંચો : PM મોદી 28મી મેએ નવા સંસદ ભવનનું કરશે ઉદ્ધાટન

બંધારણની મૂળ ભાવનાનું ઉલ્લંઘન

તેમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતના બંધારણના અનુચ્છેદ 79માં કહેવામાં આવ્યું છે કે, સંઘ માટે એક સંસદ હશે જેમાં રાષ્ટ્રપતિ અને બંને ગૃહો સામેલ હશે ક્રમશ: રાજ્યસભા અને લોકસભા તરીકે ઓળખવામાં આવશે. રાષ્ટ્રપતિ ન માત્ર ભારતના રાષ્ટ્ર પ્રમુખ છે, પરંતુ સંસદનું એક અભિન્ન અંગ છે. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, સંસદ તેમના (રાષ્ટ્રપતિ) વિના કામ કરી શકે નહી. આ અમર્યાદિત કૃત્ય સંસદના ઉચ્ચ પદનું અપમાન કરે છે અને બંધારણની મૂળ ભાવનાનું ઉલ્લંઘન કરે છે. આ સમાવેશની ભાવના નબળી કરે છે.

આ પણ વાંચો : જાણો, નવું સંસદ ભવન ડિઝાઈન કરનારા આ ગુજરાતી આર્કિટેક વિશે…

ચર્ચા વિચારણા વિના બનાવવામાં આવ્યું

સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અલોકતાંત્રિક કૃત્ય પ્રધાનમંત્રી માટે નવું નથી જેમણે સંસદને સતત ખોખલી કરી છે. ભારતના લોકોના મુદ્દા ઉઠાવવા પર સંસદના વિપક્ષી સભ્યોને અયોગ્ય, સસ્પેન્ડ અને મૌન કરી દેવામાં આવ્યા છે. સાંસદોની બેંચે સંસદને બાધિત કરી દીધી. ત્રણ કૃષિ કાયદના સહિત અનેક વિવાદાસ્પદ કાયદાને લગભગ કોઈ પણ પ્રકારની ચર્ચા વિના પસાર કરી દેવામાં આવ્યા અને સંસદની સમિતિઓને આંશિક રીતે નિષ્ક્રિય કરી દીધી. નવું સંસદ ભવન સદીમાં એક વખત આવનારી મહામારી દરમિયાન મોટા ખર્ચે બનાવાયું છે જેમાં ભારતના લોકો કે સાંસદો સાથે કોઈ ચર્ચાવિચારણા કરવામાં આવી નથી જેના માટે આ બનાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં ભારતનો રાજદંડ સામે આવશે, જાણો આઝાદીના પ્રતિક ‘સેંગોલ’નું શું છે રહસ્ય

Whatsapp share
facebook twitter