-
Zomato Agent ની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ
-
દીકરીને મિષ્ઠાન આપવાની પણ તક મળી હતી
-
જુસ્સા અને સમર્પણની પ્રશંસા કરી રહ્યા છે
zomato delivery agent carries daughter : આજના આધુનિક યુગમાં એક વ્યક્તિ દ્વારા સંતાનની યોગ્ય રીતે પરવરિશ કરવી લોઢાના ચણા ચાવવા બરાબર હોય છે. તે ઉપરાંત માતા અથવા પિતાએ નોકરી સાથે બાળકની પણ સારસંભાળ કરવીએ વધુ પડકારદાયક જીવન માતા કે પિતા તરીકે બનાવે છે. તેમાં જ્યારે આર્થિક રીતે ગરીબ અથવા મધ્યમ વર્ગના વાલીઓ આ પ્રકારના જીવનમાં દરેક દિવસ ચક્રવ્યૂહ સમાન હોય છે. ત્યારે આ પ્રકારના કિસ્સાઓમાં સંતાનના વાલી તેમને પોતાની સાથે કામકાજ ઉપરના સ્થળો પણ લઈ જતા હોય છે. તેનું ઉત્તમ ઉદાહર, ભારત જેવા દેશમાં આપણા ઘરથી લઈને કોઈપણ જાહેર નિર્માણમાં મદદરૂપ થતા મજૂર વર્ગોના વ્યક્તિઓ…
Zomato Agent ની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ
ત્યારે આ વખેત સોશિયલ મીડિયા પર એક ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તો સમગ્રમાં દિલ્હીના એક Starbucks માં એક delivery માટે Zomato Agent આવ્યો હતો. પરંતુ Zomato Agent એકલો ન હતો આવ્યો, Zomato Agent પોતાની સાથે તેની 2 વર્ષની દીકરીને પણ સાથે લાવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે Starbucks ના મેનેજર દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. જેમાં Zomato Agent વિશે માહિતી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: પાકિસ્તાનની એ યુવતી જે પહેલા બની NUN, પછી B-Grade Film માં…
દીકરીને મિષ્ઠાન આપવાની પણ તક મળી હતી
Zomato Agent વિશે Starbucks ના મેનેજરે લખું હતું કે, Zomato Agent નું નામ સોનું છે. તે મોટાભાગે પોતાની દીકરીને સાથે રાખીને delivery કરવા જાય છે. તે માતા અને પિતા બંનેનો પ્રેમ દીકરીને આપે છે. આ Zomato Agent ને જોઈને તમામ લોકો ભાવૂક થઈ ગયા છે. ઘરની તમામ જવાબદારીઓ સાથે Zomato Agent પોતાની દીકરીની સારસંભાળ ખુબ જ સરસ રીતે કરે છે. Zomato Agent નું સાહસ દરેક માટે એક પ્રેરણાદાયક છે. તે ઉપરાંત મને Zomato Agent ની દીકરીને મિષ્ઠાન આપવાની પણ તક મળી હતી. જેના કારણે તેના મુખ પર સ્મિત આવ્યું હતું. હું દુઆ કરું છું કે, પિતા-પુત્રીને દુનિયાના તમામ સુખ મળે.
જુસ્સા અને સમર્પણની પ્રશંસા કરી રહ્યા છે
Starbucks ના મેનેજરની પોસ્ટ વાસ્તવિકતાને પણ પ્રકાશિત કરે છે કે નોકરીયાત અને સમાજિક ધોરણે સિંગલ પેરેન્ટ્સની જરૂરિયાતો પ્રત્યે વધુ સંવેદનશીલ અને સહાયક બનવાની જરૂર છે. Starbucks ના મેનેજરની આ પોસ્ટ વાયરલ થઈ ગઈ છે અને કોમેન્ટનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. નેટીઝન્સે સોનુની વાર્તાને હૃદય સ્પર્શી ગણાવી હતી. દરેક લોકો સોનુના કામ પ્રત્યેના જુસ્સા અને સમર્પણની પ્રશંસા કરી રહ્યા છે.
આ પણ વાંચો: Bianca Censori સરાજાહેર મલ્હાર માહોલમાં નગ્ન હાલતમાં જોવા મળી